________________
[૨૦]
આ ગ્રંથની થોડીક વિશિષ્ટ વાનગીઓ
ગુરુ કેવા આશયથી શિષ્યને દીક્ષા આપે ? ગુરુએ મારા શિષ્ય પરિવારની વૃદ્ધિ થશે, અથવા પાણી આદિ લાવવામાં કામ લાગશે એવાં આલોકનાં કાર્યોની અપેક્ષાથી રહિત બનીને, શિષ્યના આત્માના અનુગ્રહ માટે અને પોતાના કર્મક્ષય માટે સમ્યગૂ વિધિપૂર્વક દીક્ષા આપવી જોઈએ. (ગાથા ૧૪)
ગુરુ પ્રત્યે ભક્તિ-બહુમાનની અતિ આવશ્યકતા ચારિત્રમાં શ્રદ્ધા અને સ્થિરતા ગુરુ પ્રત્યે ભક્તિ અને બહુમાન થવાથી જ થાય છે, તે વિના નહિ. ભક્તિ એટલે વિનય આદિ બાહ્ય પ્રવૃત્તિ. બહુમાન એટલે આંતરિક અનુરાગ. (ગાથા ૧૫)
ગુરુનો પ્રભાવ-પધરાગ (માણેક) વગેરે રત્નો કાંતિ આદિ ગુણોથી યુક્ત હોવા છતાં ઝવેરીના પ્રભાવથી તેનામાં કાંતિ વગેરે ગુણોની વૃદ્ધિ થાય છે, તેમ મોક્ષ માટે યોગ્ય પણ સુશિષ્યો ગુરુના પ્રભાવથી વિશેષ યોગ્ય બને છે. (ગાથા ૧૭).
ગુરુની જવાબદારી- પૂર્વના પ્રમાદના અભ્યાસથી દક્ષામાં ભૂલ કોની ન થાય ? અર્થાત્ છદ્મસ્થ માત્રની ભૂલ થાય. કારણ કે પ્રમાદ અનાદિકાળથી અભ્યસ્ત (= રૂઢ થઈ ગયેલો) હોવાથી ભૂલ એકાએક દૂર ન થઈ શકે. આથી શાસ્ત્રોક્ત વિધિથી શિષ્યોના દોષોને દૂર કરવામાં ગુરુપણું સફલ બને છે. કારણ કે ગુરુપણું ગુણોથી છે, પદ વગેરેથી નહિ. શિષ્યોના દોષોને દૂર કરનારા પોતાના ગુણોથી તે પરમાર્થથી ગુરુ બને છે. (ગાથા ૧૮)
બાલદીક્ષા શાસ્ત્રસંમત છે- કર્મના ક્ષયોપશમ ભાવથી થનારા ચારિત્રની (= ચારિત્રના પરિણામની) સાથે બાલ્યાવસ્થા શું વિરોધી છે ? જેથી બાળકો દીક્ષા માટે અયોગ્ય છે એવો અસઆગ્રહ રાખવામાં આવે છે. (બાલ્યવયમાં પણ કર્મક્ષયોપશમ થાય તો ચારિત્રના પરિણામ થાય) આથી “બાળકો દીક્ષા માટે અયોગ્ય છે” એવો આગ્રહ ન રાખવો જોઈએ. (ગાથા પ૭)
વિષયસંગનો અનુભવ કરનારાઓથી વિષયસંગના અનુભવથી રહિત બાલકો દીક્ષા માટે અધિક યોગ્ય છે. (ગાથા ૬૬)
આચરણા પ્રમાણ છે. ગીતાર્થો કોઈ કારણસર માસ કલ્પ વિહારનો ત્યાગ વગેરેની જેમ અલ્પ દોષવાળું અને ઘણા ગુણવાળું જે કંઈ આચરે તેને જિનમતાનુસારી સર્વ સાધુઓએ પ્રમાણ જ માનવું જોઈએ. કારણ કે શાસ્ત્રમાં ઉત્સર્ગ અને અપવાદ બંને કહ્યા છે. જિનેશ્વરોએ કશા ય માટે એકાંતવિધાન કે એકાંતનિષેધ કર્યો નથી. તેમની આજ્ઞા એટલી જ છે કે કાર્યપ્રસંગે સત્યસરળ બનવું જોઈએ. દંભ કરીને ખોટું આલંબન ન લેવું જોઈએ. (ગાથા ૨૭૯-૨૮૦)
ભાવનાનું મહત્ત્વ- રાગાદિ દોષોથી પ્રતિપક્ષભૂત (= વિરુદ્ધ) વૈરાગ્યભાવના વગેરે વિશુદ્ધ ભાવના એકાગ્રચિત્તે (સતત) ભાવવાથી રાગાદિ દોષોનો અવશ્ય ક્ષય થાય. (ગાથા ૩૬૪)
ચારિત્રની પ્રધાનતા- પરમાર્થથી ચારિત્ર સારભૂત છે, દર્શન-જ્ઞાન તો ચારિત્રના અંગ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org