SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેરણા હતી. વ્રત-સ્વીકાર માટે તો મુનિશ્રીની સંમતિ-આજ્ઞા મળી ચૂકી હતી. નિશ્ચય અફર હતો. ગુરુની પ્રત્યક્ષ આજ્ઞાના પાલનથી જીવનમાં ત્વરિત અધ્યાત્મવિકાસનો માર્ગ પ્રશસ્ત થયો. એ દિવસ હતો ઈ.સ. ૧૯૮૪ની જુલાઈ માસની પાંચમી તારીખ, અષાઢ સુદ-૭, વિ. સંવત ૨૦૩૯. ગિરનાર જેવું પવિત્ર તીર્થધામ. તેની પહેલી ટૂક પર ભગવાન નેમિનાથના પવિત્ર ચરણકમળો સમક્ષ શ્રી ગુરુદેવનાં ચિત્રપટોનું સાન્નિધ્ય અને અનેક મુમુક્ષુઓની હાજરી - આ અધ્યાત્મમાર્ગના ઉચ્ચ સંકલ્પની ઘટના બની. સર્વત્ર વાતાવરણમાં જાણે ઉલ્લાસ ફેલાયેલો હતો કે કોઈ મહાપ્રસંગની ઉજવણી હોય! મંગળપ્રભાતના ૭૩૦ વાગ્યે સૌએ પાવન ગિરનાર પર્વત પર આરોહણ કરવાનું શરૂ કર્યું. સામાન્ય માનવી એક એક પગલું ઊંચું ચડીને પર્વત પર ચડતા હોય છે. અહીં તો બાહ્ય આરોહણની સાથે આંતરિક આરોહણ પણ હતું. એક યાત્રા પગથી થતી હોય અને બીજી યાત્રા ભીતરમાં ચાલતી હોય! પ્રસ્થાન સમયે વરસાદ પણ ઝરમર વરસતો હતો. હા, આ એક મહાપ્રસંગ જ હતો, અગાઉ ધન-રાગ તો છોડ્યો હતો અને હવે મન-રાગ છોડીને બ્રહ્મચર્યપાલનના ત્યાગપૂર્ણ જીવનનું એક ચક્ર પૂર્ણ કરે છે. બાવન વર્ષની વયે બ્રહ્મચારી વેશને ધારણ કરે છે. ત્યાગી જીવનના પ્રતીક સમી શ્વેત ધોતી, અંગ પર સફેદ પહેરણ અને ઉપવસ્ત્ર, એમના જીવનની આંતરબાહ્ય ત્યાગ સાથેની સંપૂર્ણ સુસંગતતા-એકરૂપતા દર્શાવે છે. તેઓનું પ્રભુસ્મરણ, શ્રી ગુરુઓ પ્રત્યેનો ભક્તિભાવ અને વૈરાગ્ય એવાં ઉચ્ચ કોટિનાં હતાં કે આજુબાજુના સમગ્ર વાતાવરણમાં પવિત્રતા-પ્રેરક સ્પંદનો છવાઈ ગયાં હતાં. તેમના કુટુંબે તથા ઉપસ્થિત સમસ્ત મુમુક્ષુઓએ ધર્મકાર્યોની અનુમોદના અર્થે લગભગ ત્રણ લાખ રૂપિયાની દાનરાશિ સ્વયંભૂપણે જ નોંધાવી, મોટા નિયમો લઈ સંયમમાર્ગની સાધનામાં પોતાની સક્રિય અનુમોદનાનો સૂર પુરાવ્યો. પંચપરમેષ્ઠીના સ્મરણાર્થે પ્રથમ નવકાર-મંત્રનું ભાવપૂર્વક ઉચ્ચારણ કરે છે. સુવિધિનાથ ભગવાનનું સ્તવન અને બીજાં સ્તવનોથી દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિ કરીને વેશપરિવર્તનના ઉપક્રમમાં, વ્રતગ્રહણની વિધિ ચાલ કરતા પહેલાં માથા-દાઢી-મૂછના વાળ કાઢવા જરૂરી હતા. બીજી કોઈ પૂર્વતૈયારી નહોતી કરી એટલે શ્રી ઠાકોરભાઈ પટેલે મંદિરથી થોડે દૂરની શિલાની પાછળ ચાલુ રેઝર દ્વારા દાઢી મૂછના વાળ તો કાપ્યા, પરંતુ માથાના નાના વાળ પણ તે | નામ-વેશ પરિવર્તન જ રેઝરથી કાઢવાના હતા જેથી ઠીક ઠીક પ્રમાણમાં નાના નાના લોહીના ટશિયા ફૂટતા જતા હતા. ડૉક્ટરે સ્વસ્થતાથી ઠાકોરભાઈને કહ્યું, “ભાઈ, કામ ત્વરાથી આગળ ચલાવો, સમય વીતી રહ્યો છે, સૌ મંદિરમાં રાહ જોતા હશે.” | ડૉક્ટરનો અવાજ સાંભળી ઠાકોરભાઈની આંખોમાંથી આંસુ સરી પડ્યાં, પણ કાર્ય પૂરું કરવાની આજ્ઞા હતી એટલે દસેક મિનિટમાં મુંડન પૂરું કરી નાખ્યું અને બન્ને જણા મંદિરમાં પ્રભુજીની સમક્ષ પહોંચી ગયા, જ્યાં બ્રહ્મચારીના વેશનો સ્વીકાર કરી, જ્ઞાન-વૈરાગ્ય-ત્યાગના ભાવોની વૃદ્ધિ કરતા થકા ડૉ. સોનેજી હવે આત્માનંદજી બન્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001649
Book TitleHirde me Prabhu Aap
Original Sutra AuthorN/A
AuthorJayant Modh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2006
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy