SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ 25 ITTIT હતી. કોબા ખાતે સ્થિર થયા પહેલાંનાં લગભગ બે-અઢી વર્ષની આ ઘટનાનો આ મહામૂલો પ્રસંગ છે. સ્થળની શોધ તો ચાલુ જ હતી, પણ ભૂમિનું ભાવિ નક્કી થઈ ગયું હશે. ઘણા મનોમંથન અને સંશોધનના અંતે, સાબરમતી નદીના કિનારે, અમદાવાદથી ૧૬ કિ.મી.ના અંતરે આવેલા કોબા ગામની નજીકના એક શાંત અને પવિત્ર સ્થળની પસંદગી કરવામાં આવી, કોબા ગામની નજીક આવેલી આ ૬૪૦૦ ચો.વાર જમીનનું દાન, અમદાવાદ, પાલડી વિસ્તારમાં રહેતા શેઠ (સ્વ.) શ્રી રસિકલાલ અચરતલાલ શાહે ધર્મબુદ્ધિથી, સ્વપરકલ્યાણ , અર્થે, સ્વેચ્છાથી આપ્યું હતું. આ અંગે આપણા એક કી વડીલ મુમુક્ષુ મુરબ્બી શ્રી હરિલાલ શાહ (બાપુજી)ની પ્રેરણા અને માર્ગદર્શન તેમને પ્રાપ્ત થયાં હતાં. સર્વતોમુખી વિકાસ અર્થે અમદાવાદથી ગાંધીનગરના રસ્તે કોબા સર્કલ પાસે, “શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર', કોબાની તા. ૨૯-૪-૧૯૮રના રોજ વિધિવત્ સ્થાપના કરવામાં આવી. એનું ખાતમુહૂર્ત - મે, ૧૯૮૧માં કરવામાં આવ્યું હતું. આમ, ડૉ. સોનેજીની કલ્પના અને ભાવના સાકાર થઈ રહ્યી 2. સંસ્થાનું પ્રકૃતિસભર વિહંગમ દેશ્ય શ્રી સત્કૃત સેવા સાધના કેન્દ્રના મધ્યસ્થ કાર્યાલયનું સ્થળાંતર કોબા મુકામે, પ્રથમ આધ્યાત્મિક સાધના કેન્દ્ર રૂપે અને ઈ.સ. ૧૯૮૬થી “શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્રના નવા નામ હેઠળ કરવામાં આવ્યું. આને સંસ્થાના વિકાસનો બીજો તબક્કો ગણી શકાય. સંસ્થાના વિકાસ અંગે વિશેષ માહિતી સંસ્થાએ પ્રકાશિત કરેલી તીર્થસૌરભ' પુસ્તકમાંથી મળી રહેશે. એ રીતે શહેરના ધમાલિયા જીવનથી દૂર, શાંત અને એકાંત પવિત્ર જગ્યામાં બહારગામના વધુ સાધકો આવીને રહી શકે અને સામૂહિક સાધના પણ કરી શકે એ શક્ય બન્યું. એક રમૂજી વિચાર કરવાનું મન થાય છે કે “પવિત્ર ભૂમિ પર આશ્રમની સ્થાપના થઈ.” પૃથ્વી પરની બધી જ ભૂમિ પવિત્ર હોય છે પણ કોઈ વિશેષ કાર્યને લીધે પવિત્ર બને છે. પવિત્ર છે માટે ત્યાં આશ્રમ સ્થાપવાની પ્રેરણા થઈ કે સ્થાપનાથી પવિત્ર થઈ એ પ્રશ્ન નિરંતર મરઘી-ઈંડાની જેમ ચાલ્યા કરશે. આ સ્થળ અંગેની એક રસમય અને સંતવાણીના પ્રભાવને દર્શાવતી હકીકત પૂજ્યશ્રી અને સંસ્થાના અન્ય મુમુક્ષુઓને જાણવા મળી. પાસે જ આવેલા જૂના કોબા ગામમાં, ટેકરી પર આવેલા કુંભેશ્વર મહાદેવના મંદિરના વયોવૃદ્ધ સ્વામીશ્રી શર્માજીએ કોબાની આ ભૂમિ અંગે સ્પષ્ટ શબ્દોમાં ભવિષ્યવાણી ભાખેલી કે “આ સામેના નવા કોબાનાં ખેતરોની જમીનમાં એક મોટું પ્રેરણાદાયી અને સમાજહિતવર્ધક તીર્થ થશે અને આ ક્ષેત્રનો ખૂબ જ વિકાસ થશે.” આ સમયે સ્થાનિક લોકોએ “સાઠે બુદ્ધિ નાઠી” કહીને તે સ્વામીજીની હાંસી ઉડાવી હતી. આજે ગામના લોકો ખૂબ આદરથી તેમને યાદ કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001649
Book TitleHirde me Prabhu Aap
Original Sutra AuthorN/A
AuthorJayant Modh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2006
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy