SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ એક બાજુ સંસ્થાની વિવિધલક્ષી અને સમાજોપયોગી પ્રવૃત્તિ ચાલતી હતી, તો બીજી બાજુ ડૉ. સોનેજીની આત્મકલ્યાણની સાધના પણ પ્રબુદ્ધતાપૂર્વકની અને આત્મલક્ષ વર્ધમાન થાય તે પ્રમાણે સંતુલિતપણે ચાલી રહી હતી. એક પછી એક આવરણ પણ હટતાં જતાં હતાં. પેન્ટ-કોટ-ટાઈ તો ક્યારનાય(૧૯૭૦થી) છૂટી ગયાં હતાં અને શ્વેત કફની અને ઝભ્ભામાં આવી ગયા હતા. આ માત્ર બાહ્ય પરિવર્તન નહોતું; આંતરિક પરિવર્તનનું પ્રતિબિંબ હતું. જ્યાં સુધી રાગ-દ્વેષ છૂટે નહિ ત્યાં સુધી સર્વ સાધના “જૂઠી’ - આ વાત સર્વ ગ્રંથોએ અને સર્વ સંતોએ એકમતે સ્વીકારી છે. એટલે ધીમે ધીમે રાગ છૂટવા જ જોઈએ એવો પ્રયત્ન સતત ડૉ. સોનેજીએ કેળવ્યો છે. પોતાની સાધનાને પ્રેરણા મળે અને એમાં સાત્ત્વિક તેલ સતત પુરાયા કરે એ દૃષ્ટિથી તીર્થયાત્રાઓનું આયોજન કરી મુમુક્ષુઓને સતત ગતિશીલ રાખતા હતા. ૧૯૭૬ની એક તીર્થયાત્રાનો ઉલ્લેખ કરવો અત્રે લાગે છે. - દક્ષિણ ભારતની આ યાત્રા દરમિયાન ડૉ. સોનેજી કુંભોજસ્થિત મુનિશ્રી સમતભદ્ર આચાર્યના સંપર્કમાં આવ્યા. આ એક વિરલ વ્યક્તિત્વ હતું. મૂળ સાબરકાંઠા જિલ્લાનું જૈન કુટુંબ. કાલાંતરે હિજરત કરી મહારાષ્ટ્ર કોલ્હાપુરમાં આશ્રય લીધો. તેમાંના એક દેવચંદ્ર બ્રહ્મચારીએ મુનિ સમંતભદ્ર બનીને બાહુબલિ વિદ્યાપીઠ - કુંભોજમાં સ્થાયી થઈને ભારતીય ગુરુકુળ પદ્ધતિને વિકસાવી. બાળપણથી જ રાષ્ટ્રીય અને આધ્યાત્મિક રંગે રંગાયેલા આ મહાપુરુષે ૧૬ જેટલા વિદ્યાલયો-સંસ્કારધામો કુંભોજમાં ઘનિષ્ઠ સત્સંગની વેળાએ સ્થાપીને, હજારો વિદ્યાર્થીઓને ઉત્તમ, શિસ્તબદ્ધ અને સદાચારી નાગરિકો બનાવવાનું ઐતિહાસિક કાર્ય કર્યું, જે આજે પણ સારી રીતે ચાલે છે. આ ઉપરાંત સારું જૈન સાહિત્ય અને એક મોટું તીર્થધામ ‘કુંભોજ-બાહુબલિ' કોલ્હાપુર જિલ્લામાં તેમની સાધનાના ફળરૂપે સમાજને ઉપલબ્ધ થયું છે. ૯૭ વર્ષની ઉંમરે, તેમણે શાંતિપૂર્વક, કુંભોજમાં જ સમાધિપૂર્વક દેહત્યાગ કર્યો. યાત્રાએથી પાછા ફરતાં પૂજ્યશ્રીએ જણાવ્યું, “એક મહાન વિભૂતિનાં દર્શન થયાં. તેમના જીવનમાંથી હું પ્રેમ, સરળતા, વાત્સલ્ય, ગૃહત્યાગી જીવનની પ્રેરણા અને પૂ. સમતભદ્ર મહારાજના આશીર્વાદ લેતાં પરોપકારવૃત્તિ શીખ્યો.” આ દર્શનનો આગળ જતાં પ્રત્યક્ષ પ્રભાવ આપણે જોઈ શકીએ છીએ. આમેય શ્રી સહજાનંદ વર્ગીજી મહારાજ તથા મુનિશ્રી સમંતભદ્રની અસર ડૉ. સોનેજી ઉપર વિશેષ જોવા મળે છે. ૧૯૭૭થી તો ડૉક્ટરશ્રીની વૈરાગ્યભાવનાએ વેગ પકડ્યો હતો. દર વર્ષે ઓછામાં ઓછી એક વાર કુંભોજ-બાહુબલિ સ્થિત આ મુનિશ્રીના સત્સંગ માટે તેઓ મુમુક્ષુઓને લઈને જતા, અને આ સિલસિલો સતત ૧૨ વર્ષ સુધી ચાલ્યો. Jain Education International For Private & Personal use only www.jainelibrary.org
SR No.001649
Book TitleHirde me Prabhu Aap
Original Sutra AuthorN/A
AuthorJayant Modh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2006
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy