SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International પ્રાઘા સંસ્થા તેના સ્થાપનાકાળથી જ સાત્ત્વિક, તાત્ત્વિક અને જીવનોપયોગી સત્સાહિત્ય પ્રકાશિત કરતી રહી છે; જે જિજ્ઞાસુઓને અને વિદ્યાર્થીઓને વિશેષપણે ઉપયોગી અને પ્રેરણાદાયી બન્યું છે. વળી છેલ્લાં ૩૦ વર્ષથી સંસ્થાનું આધ્યાત્મિક માસિક મુખપત્ર ‘દિવ્યધ્વનિ’ અને તેના વિશેષાંકો તેમજ સર્વોપયોગી ‘દિવાળી-પુસ્તિકાઓ' પણ છેલ્લાં ૨૬ વર્ષોથી નિયમિત પ્રકાશિત થતાં રહ્યાં છે. હવે ‘હિરદે મેં પ્રભુ આપ નામનું આ જીવનચરિત્ર વાચકવર્ગ સમક્ષ રજૂ કરતાં અમો મેં પ્રસન્નતા અનુભવીએ છીએ અને આગળનાં પ્રકાશનોની માફક જ વાચકવર્ગને માટે તે રસપ્રદ, પ્રેરક, માહિતીસભર અને માર્ગદર્શક પુરવાર થશે એવી ભાવના અસ્થાને નહીં ગણાય. અનેક સાધક-મુમુક્ષુઓની ઘણાં વર્ષોથી એવી ભાવના હતી કે આ ચરિત્ર લખાય અને તેના દ્વારા જિજ્ઞાસુઓને દિવ્ય જીવન અને આધ્યાત્મિક સાધના અંગેનું પ્રયોગલક્ષી, બહુઆયામી, શાસ્ત્રસંમત અને વર્તમાન દેશકાળને અનુરૂપ પાથેય મળી રહે. ઉપરોક્ત ભાવના આજે સાકાર થાય છે; તેથી સ્વાભાવિક સંતોષ અનુભવીએ છીએ. આ ગ્રંથનું મૂળ લખાણ પ્રા. શ્રી જયંતભાઈ મોઢસાહેબે (ઈ. સ. ૧૯૯૯માં) ખૂબ જ પ્રેમપરિશ્રમપૂર્વક અને સંશોધનાત્મક દૃષ્ટિથી કરેલ છે. તેઓશ્રીએ જીવનચરિત્રનું વિવિધ પાસાઓથી આલેખન કરી, અનેક વ્યક્તિઓની અંગત મુલાકાતો લઈ, સમસ્ત પાથેયને વિગતદોષ રહિત કરીને તેને ઉચ્ચ અને મૂલ્યલક્ષી લખાણ બનાવ્યું છે. અનેક ઠેકાણે તેઓએ કરેલ લખાણ જોતાં, તેમની ચરિત્રલેખન માટેની કોઠાસૂઝ અને મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ કરવાની વિશિષ્ટ કળા દૃષ્ટિગોચર થાય છે, જે કોઈ પણ સફળ ચરિત્રલેખકનું અગત્યનું જમા પાસું છે. આવું પરિશ્રમસાધ્ય અને સાહિત્યિક સૌષ્ઠવયુક્ત આલેખન નિષ્કામભાવે કરવા બદલ સંસ્થા તેમનું ઋણ સ્વીકારીને સાભાર અભિનંદન પાઠવે છે. પૂજ્ય આત્માનંદજી સાથેના પોતાના દીર્ઘકાલીન અને ઘનિષ્ઠ સંપર્કને અનુરૂપ, પ્રસિદ્ધ સાહિત્યકાર, આપણી પ્રતિષ્ઠિત સાહિત્યિક સંસ્થા ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ અને પદ્મશ્રી ડૉ. કુમારપાળભાઈ દેસાઈએ, પરામર્શદાતા તરીકે ઉપરોક્ત લખાણનું વ્યવસ્થિત Fat Private & Persorial Use only www.jainelibrary.org
SR No.001649
Book TitleHirde me Prabhu Aap
Original Sutra AuthorN/A
AuthorJayant Modh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2006
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy