SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૧8 શભ ઘડતી. રોહ જીવનનો બીજો તબક્કો ઠીક ઠીક સારી અને યશસ્વી રીતે પૂર્ણ થયો. શૈક્ષણિક કારકિર્દીનો ગાળો, અનેક સંઘર્ષો વચ્ચે તેજસ્વી રીતે પાર પડ્યો. ઉચ્ચ પ્રકારની ડિગ્રીઓ ડૉ. મુકુન્દ તથા શર્મિષ્ઠાબહેને ઇંગ્લેન્ડમાં પ્રાપ્ત કરી. ડૉ. મુકુન્દ સોનેજીએ લંડનમાંથી ડી.ટી.એમ. ઍન્ડ એચ. તેમજ એડિનબરો અને ગ્લાસગો - એમ બે જગ્યાએથી M.R.C.Pની બેવડી ડિગ્રી પ્રાપ્ત કરી. શર્મિષ્ઠાબહેને પણ D(Obst.). R.C.O.G (London)ની ડિગ્રી પ્રાપ્ત કરી. એક લક્ષ્ય તો પૂરું થયું. ભારત આવી ગયાં. પણ પછી શું? પ્રેક્ટિસ કરવી તો છે, પણ ક્યાં? અહીં આવ્યાં ત્યારે અનેક પ્રશ્નો અને મૂંઝવણો નજર સમક્ષ હતાં. જીવનનો એક નવો અને આકરી પરીક્ષા કરનારો તબક્કો ચાલુ થયો. સંયુક્ત કુટુંબમાં વસવાનું હતું. પરસ્પર વચ્ચે ગાઢ કુટુંબ-ભાવના હતી. બધાં ભાઈ-બહેનો મળીને દસ જણાંના કુટુંબ સાથે રહેવાનું હતું. મારા-તારાને બદલે સહુનું વિચારવાનું હતું. બધામાં કુટુંબ પ્રત્યેનો જીવનરસ ઘૂંટાયેલો હતો. આર્થિક મુશ્કેલી તો હતી જ. આર્થિક રીતે જોઈએ તો નીચલા મધ્યમ વર્ગની જિંદગી જીવીને ડૉક્ટર તરીકેની નવી પ્રેક્ટિસ શરૂ કરવાની હતી. સંજોગો વિપરીત હતા. પણ દેઢ અને પ્રામાણિક પ્રયત્નો હતા. કુટુંબની ભાવના અને જવાબદારી પ્રત્યે વિશેષ જાગૃતિ હતી. “હું” મટી, “અમે' નહિ પણ ‘અમે સૌની' લાગણી વહેતી હતી. બધા સંજોગોનો ખ્યાલ કરી ક્યાંક સ્થિર થઈ કુટુંબ માટે આર્થિક ક્ષમતા ઊભી કરવાની હતી. સૌરાષ્ટ્ર અને સાબરકાંઠાનાં અનેક સ્થળો જોયાં. પોરબંદર અને ઈડર જેવા સ્થળોએ જઈ આવ્યાં. ખૂબ લાંબો વિચાર કર્યા પછી આખરે અમદાવાદમાં સ્થિર થવાનું નક્કી કર્યું, જેથી કુટુંબ સાથે રહેવાય, આર્થિક રીતે રાહત રહે અને બા-બાપુજી સાથે રહ્યાનો સંતોષ મળે. કુદરતે પણ થોડી અનુકૂળતા કરી આપી. ઑગસ્ટ ૧૯૬૬માં ડૉક્ટર મુકુન્દભાઈને જીવન-વીમા યોજનાના ગુજરાતના પ્રથમ ઓનરરી ફિઝિશિયન તરીકે નિમણૂક મળી. તો બીજી બાજુ ૧૮મી સપ્ટેમ્બરે ડૉ. શર્મિષ્ઠાબહેને તેમના મોસાળ ઇન્દોરમાં રાજેશભાઈને જન્મ આપ્યો. Forceps-ડિલિવરીથી બાળકનો જન્મ થયો. ડૉક્ટર તરીકેની નિમણૂક પછી બીજે જ વર્ષે ડૉ. શર્મિષ્ઠાબહેનને કુટુંબ નિયોજન વિભાગમાં પાર્ટ ટાઇમ મેડિકલ ઑફિસર તરીકેની નિમણૂક મળી. એક બાજુ બાળકનો ઉછેર, છતાં શર્મિષ્ઠાબહેને કુટુંબના સમુચ્ચય વિકાસ માટે પ્રયત્નો કર્યા. ડૉ. સોનેજી પણ, વધારામાં (મહિનામાં) બે દિવસ વિઝિટિંગ ફિઝિશિયન તરીકે, વડનગર નાગરિક હૉસ્પિટલ, વડનગર ખાતે ડૉ. અનિલ મહેતા (એમ.એસ.) સાથે કામ કરવા લાગ્યા. (ડિસેમ્બર, 48. ગુભ ઘડીની રાહ શુભ ઘડીની રાહ શુભ ઘડીની રાહ શુભ ઘડીની રાહ શુભ ઘડીની
SR No.001649
Book TitleHirde me Prabhu Aap
Original Sutra AuthorN/A
AuthorJayant Modh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2006
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy