________________
આત્માનું જ્ઞાન કર. આત્માની શ્રદ્ધા કર. આત્માનો અનુભવ કર.”
આ આત્મા એ બીજો કોઈ નથી પણ તું પોતે જ છે, તારું મૂળ સ્વરૂપ છે : It is thy own True Self. આવો નિર્ણય તું સત્પાત્રતાથી, સત્સંગથી અને ગુરુજનોના ઉપદેશથી આત્મસાત્ કર.
મુકુન્દને આ વાત બરાબર સમજાઈ ગઈ. કહો કે જાણે, મનમાં ઠસી ગઈ, ચિત્તમાં કોતરાઈ ગઈ. જે મહાપુરુષે આવી વાત કહી છે તેને અનુસરવામાં આપણા આત્માનું સર્વાગ કલ્યાણ થાય જ એ વિચાર, એ ભાવના, હૃદયમાં બરાબર કંડારાઈ ગઈ. તેથી આ ગ્રંથની ખૂબ ઊંડી અસર તેણે અનુભવી. તેઓ જણાવે છે કે,
આ ગ્રંથ વાંચતાં કોઈ અલૌકિક આત્મીયતા, નિઃસ્પૃહતા અને વૈજ્ઞાનિક અવિરુદ્ધ પ્રસ્તુતીકરણને લીધે આત્મા પર જે અસર થઈ તે વર્ણનાતીત છે. સર્વ પ્રકારના બૌદ્ધિક સંશયો, વિશ્વવ્યવસ્થાના સંચાલન વિષેની દ્વિધાઓ અને મોક્ષમાર્ગની વ્યવસ્થા વિષેના વિરોધાભાસોનું નિરસન થયું; તેથી તે માર્ગના પ્રકાશક પુરુષો પ્રત્યે પરમ પ્રેમસહિત શ્રદ્ધા-સમર્પણતાના ભાવનો આવિર્ભાવ થયો. પછી તો તે પુસ્તકનું ત્રણેક વાર બારીકાઈથી વાચન કર્યું; પણ પારભાષિક શબ્દોની ભૂમિકાનો અભાવ હોવાથી તેનું સૂક્ષ્મ દાર્શનિક સ્વરૂપ સમજવામાં ન આવ્યું; આમ છતાં પણ તેમાં રહેલી આધ્યાત્મિકતાથી જીવન સારી રીતે હાડોહાડ રંગાઈ ગયું. સીધી સાદી સમજ આવી કે “તું તારા આત્માને ખરેખર ઓળખ તો તેમાં બધું આવી જશે.”
ઈ.સ. પૂર્વે પહેલી સદીમાં દક્ષિણ ભારતમાં, ૨૦૫૬ વર્ષ પૂર્વે જન્મેલા મહાન આચાર્ય શ્રી કુંદકુંદસ્વામીનું જૈન ધર્મમાં અતિ ઉચ્ચ સ્થાન છે. માત્ર અગિયાર વર્ષની ઉંમરે જિનચંદ્ર નામના આચાર્યનો ઉપદેશ સાંભળી એટલા બધા પ્રભાવિત થયા કે તરત જ ગૃહત્યાગ કર્યો અને માત્ર ૩૩ વર્ષની ઉંમરે તો આચાર્યપદે પ્રતિષ્ઠિત થયા. (તીર્થકર મહાવીર ૩ર ૩નદી आचार्य-परम्परा : पृष्ठ १००, डॉ. नेमिचन्द शास्त्री નિશ્ચિત). ૮૫ વર્ષના સુદીર્ઘકાળ સુધી ધર્મ-પ્રચાર કરતા રહ્યા. એમના અનુભવનો નિચોડ આપણને કુંદકુંદાચાર્યનાં ત્રણ રત્નોએ પુસ્તકમાં જોવા મળે છે. આ ત્રિરત્નો એટલે સમયસાર, પ્રવચનસાર અને પંચાસ્તિકાય. આ ત્રણ ગ્રંથોને સંયુક્ત રીતે “રત્નત્રયી તરીકે ઓળખવામાં આવે છે. મનોવૈજ્ઞાનિક અને વૈજ્ઞાનિક દૃષ્ટિએ લખાયેલ આ ગ્રંથના રચયિતા, વીતરાગ ધર્મના મહાન સંતનું કહેવાય છે કે મહાવીરસ્વામી તથા ગૌતમસ્વામી પછીનું ત્રીજું સ્થાન
અપ્રમત્ત યોગીશ્વર આચાર્યશ્રી કુંદકુંદસ્વામી
Jain Education International
For Private & Personal use only
www.jalinelibrary.org