SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ • ૧૯૫૨ થી ૧૯૫૫ દરમ્યાન, રાયપુર-ખાડિયા વિસ્તારમાં, પૂ. પુનિત મહારાજ તથા પૂ. બિન્દુ મહારાજ (રામાયણની કથા કરતા)નો લાભ, પૂ. કાકા-કાકી સાથે ઢાળની પોળમાં, અવારનવાર રહેવાનું થતું ત્યારે કોઈક વખત મળેલો. • જેઓએ લગભગ ૧૧૫ વર્ષ ઉપરાંત આયુષ્ય ભોગવ્યું હતું, તેવા પૂ. શ્રી હંસરાજજી મહારાજનાં દર્શન, ઈ.સ. ૧૯૪૮માં થયેલાં તેમ સ્મૃતિમાં છે. (યોગસાધન-આશ્રમના સાધકો સાથે). • ૧૯૪૨માં પૂજ્યશ્રી નાનચંદ્રજી મહારાજનાં દર્શન અને ઉપદેશનો લાભ શ્રી વનેચંદ કાળીદાસ મહેતાને ત્યાં (પ્રીતમનગર) થયો હતો એમ સ્મૃતિમાં છે. ત્યારથી સાદું જીવન અને પ્રાર્થનાનું વિશેષ મહત્ત્વ જીવનમાં સમજાવા લાગ્યું હતું. ' - આ ગાળામાં મોટાભાઈ, સ્વ. શ્રી રસિકભાઈના ધાર્મિક જીવનની તેમના પર ખૂબ ઊંડી અસર જોવા મળે છે. આધ્યાત્મિક જીવન પ્રત્યેનું વલણ દૃઢ થવા લાગ્યું. આમ, વિવિધ સંત-મહાત્માઓના સમાગમથી જાગ્રત-અજાગ્રત મન પર આધ્યાત્મિક સંસ્કારોની દઢ છાપ પડતી રહેતી હતી. મુકુન્દના સાધનાજીવનના આ પહેલા તબક્કાનો વિચાર કરીએ તો જણાય છે કે નવ વર્ષના આ ગાળામાં વ્યાપક રીતે વાચન થયું. દર્શનશાસ્ત્રનાં વિવિધ પુસ્તકો જોયાં, પણ આ બધું એક રીતે જોઈએ તો રસ-રુચિની સ્વાભાવિકતાને કારણે થયું. “જનરલ નૉલેજ’ વ્યાપક જ્ઞાનપ્રાપ્તિની દિશામાં થયેલું જોવા મળે છે; કોઈ ચોક્કસ લક્ષ'ની સાથે થયું હોય એવું લાગતું નથી. જીવનઘડતર તરીકે ઉપયોગી નીવડ્યું એ વાત જુદી છે. ભવિષ્યના ‘વૈરાગ્યમય જીવન માટે સબળ અને ઉદ્દીપક ભૂમિકા તૈયાર કરવામાં આ ગાળાએ મોટો ભાગ ભજવ્યો હોય એવું લાગે છે. એમના જીવનમાં આમૂલ અને ક્રાંતિકારક પરિવર્તન આવવાનું હજુ બાકી હતું તો પણ એક રીતે મુકુન્દ માનસિક ભૂમિકાએ તૈયાર થઈ ગયો હતો. લગ્ન અંગેનું મૌન એ એની સૂચક નિશાની છે. આ ધાર્મિક તેમજ તાત્ત્વિક વાચન કોઈ તત્ત્વનો નિચોડ કાઢવા માટે થયું ન હતું. કોઈ સામ્ય કે ભેદ દર્શાવવા માટે ૨૦૨૨ વર્ષની ઉંમર સામાન્યપણે વહેલી ગણાય. કુટુંબનો ધર્મ તો વૈષ્ણવ પરંપરાને અનુરૂપ હતો, એટલે એ સિવાયનું વાચન - ખાસ કરીને જૈન દર્શન અંગેનું - વાંચવામાં આવ્યું હોય એવું જણાતું નથી. ૧૯૫૧માં પૂ. બાપુજીના મિત્ર ચંદુલાલ શિવલાલ સંઘવી, સોનગઢથી પ્રકાશિત થયેલ સાહિત્ય મોકલતા, પરંતુ મુકુન્દને તેનો પરિચય અલ્પ જ થતો, પણ અજ્ઞાતપણે એ બાજુની ભૂમિકા તૈયાર થઈ રહી હતી. - આ ગાળા દરમિયાન એક-બે એવા પ્રસંગો બન્યા જેના કારણે મુકુન્દની વિચારદશાનાં દ્વાર ઊઘડવા લાગ્યાં. ઈ.સ.૧૯૪૯માં, મેટ્રિકની પરીક્ષા આપ્યા પછી મુકુન્દના પિતાજીને (આંતરડાની બીમારીના ઑપરેશન માટે) વી. એસ. હૉસ્પિટલ, અમદાવાદમાં ડૉ. એમ. ડી. દેસાઈના વૉર્ડમાં થોડા દિવસ માટે દાખલ કરવામાં આવ્યા હતા. આ દિવસોમાં તેને હૉસ્પિટલમાં રહેવાનું અને રાત્રે સૂવાનું થતું. જેમ ભગવાન બુદ્ધને વૃદ્ધ, રોગી, મૃતક અને ભિક્ષુકને જોઈને વૈરાગ્યભાવ ઊપજ્યો હતો તેવું જ કંઈક અહીં બન્યું હોય એમ લાગે છે. તેઓશ્રી નોંધે છે : 66006096652256666666666
SR No.001649
Book TitleHirde me Prabhu Aap
Original Sutra AuthorN/A
AuthorJayant Modh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2006
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy