SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ Rezezezezezezezezezezezezezezezezezezezezeze તટસ્થતારૂપી વિવેક આપ્યો. સ્વયંને ઘડનારું એક મોટું પરિબળ એ એમનું વાચન રહ્યું. મહાપુરુષોનાં જીવનચરિત્રોએ પ્રેરણા આપી તો ધર્મગ્રંથોએ ભક્તિનું સિંચન કર્યું. આજેય જ્યારે સીતામાતાની વાત આવે છે ત્યારે તેમની આંખ ભીની થઈ જાય છે. હૃદય ભક્તિભાવથી તરબોળ બની જાય છે. તેમનો (સીતાનો) શ્રીરામ પ્રત્યેનો સંદેશો ઉત્સાહપૂર્વક શ્રોતાઓને જણાવે છે : “આર્યપુત્રને કહેજો કે લોકાપવાદથી સીતાનો ભલે ત્યાગ કર્યો પણ લોકાપવાદથી ધર્મનો ત્યાગ મૃત્યુ આવે તો પણ ન કરશો.” વળી, રામરાજયનું સ્વપ્ન અને એનું વર્ણન કરતા. તે વખતના ‘રામરાજ્ય' ચલચિત્રનું એક ગીત તેઓ નીચે પ્રમાણે અવારનવાર સંભળાવે છે.... “ભારત કી એક સન્નારી કી હમ કથા સુનાતે હૈં......(૨) મિથિલા કી રાજદુલારી કી હમ કથા સુનાતે હૈં......(૨) શિવધનુષ રામને તોડા, મિલા ચંદ્ર-ચકોર કા જોડા, જનકપુરી સે તોડા નાતા, અવધપુરી સે જોડા, કોમલ થી વો કલી, સુખો મેં પલી, બનો મેં ચલી, બહુત દુ:ખ પાઈ, સુનકર ઉસકી વ્યથા નયન ભર આતે હૈ, હમ કથા સુનાતે હૈં......હમ કથા સુનાતે હૈ” તેઓ શ્રોતાઓને ડોલાયમાન કરે એવા મધુરભાવથી ભીના નેત્રે ગાય છે ત્યારે ભાવુક્તા, પ્રભુપ્રેમ અને "હૃદયસ્પર્શી સ્પંદનોનો પોતાને અને શ્રોતાવર્ગને પણ અનુભવ થાય છે. રામ-હનુમાનનો આધ્યાત્મિક સંવાદ તેઓ અવારનવાર નીચે પ્રમાણે વર્ણવે છે : રામ : “હનુમાન! તમે કોણ છો?” હનુમાન : “તત્ત્વથી તો હું તમારા જેવો જ છું, સાધક અપેક્ષાએ આપનો અંશ (જીવ) છું, વ્યવહાર અપેક્ષાએ તમારો દાસ છું.” આજે જ્યારે આત્માનંદજી હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું' એ સૂત્ર બંધ આંખોવાળી ભાવાત્મક મુદ્રામાં દોહરાવે છે ત્યારે ખ્યાલ આવે છે કે એનાં મૂળિયાં આધ્યાત્મિક ગ્રંથોમાં પ્રતિપાદિત થયેલા આવા ગહન તત્ત્વજ્ઞાનને આત્મસાત્ કરવાથી ઊપજેલા અનુભવની ફળશ્રુતિ છે. સ્વામી વિવેકાનંદ તો એમને બહુ જ પ્રિય એમને વિવેકાનંદના જીવનમાંથી સતત કામ કરવાની પ્રેરણા મળી. ‘ઊઠો, જાગો, ધ્યેય સિદ્ધ ન થાય ત્યાં સુધી ઉદ્યમ કરો.” દરેક આદર્શ યુવાનને પ્રિય એવું આ સૂત્ર મુકુન્દનું જીવનસૂત્ર બની ગયું હતું, જેનો પ્રભાવ સમય જતાં એમના જીવનમાં જોવા મળે છે. કેટલાક અન્ય સંત પુરુષોનો વિશેષ સમાગમ : આગળ આપણે કેટલાક મહાપુરુષોના સમાગમનો ઉલ્લેખ કર્યો હતો; તેને કંઈક વિશેષપણે જોઈએ. પ્રત્યક્ષ સ્વરૂપે કોઈ મોટા સાધુ કે સંતોનો દર્શન-લાભ, આ ગાળામાં તેમને મળ્યો હોય તો તે સંક્ષેપમાં નીચે પ્રમાણે છે : 299609069 20-25569665960
SR No.001649
Book TitleHirde me Prabhu Aap
Original Sutra AuthorN/A
AuthorJayant Modh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2006
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy