SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્તિમાર્ગની આરાધના ૨૨. ભક્તિમાર્ગની આરાધના જ આ કાળમાં આત્મકલ્યાણના સર્વસુલભ, મુખ્ય અને સર્વોત્તમ એવા ભક્તિમાર્ગનું બહુમુખી અને અનુભવપૂર્ણ વર્ણન ગ્રંથકારે આ પુસ્તકમાં કરેલ છે. વિસ્તૃત, પ્રબુદ્ધ અને આધ્યાત્મિક પ્રસ્તાવનાવાળા આ ગ્રંથને ત્રણ ખંડમાં વહેંચવામાં આવ્યો છે. (૧) પ્રથમ ખંડમાં ભક્તનું સ્વરૂપ, ભક્તનાં લક્ષણો, ભગવાનનું સ્વરૂપ, સદ્ગુરુનું સ્વરૂપ, શુદ્ધ-ધર્મ-પ્રરૂપક શાસ્ત્રોનું અને નવધા ભક્તિનું વિશદ, અધિકૃત અને અનુભવસિદ્ધ આલેખન કરવામાં આવ્યું છે. (૨) બીજા ખંડમાં જે મહાત્માઓએ પોતાના જીવનકાળ દરમિયાન વિશિષ્ટ સાધના કરી હોય, જેમના વ્યક્તિત્વમાં ભક્તિનું તત્ત્વ સ્પષ્ટપણે તરી આવતું હોય, તેમનાં જીવનચરિત્રોનું સંક્ષેપમાં આલેખન છે. (૩) ત્રીજા ખંડમાં ભક્તિપોષક, લોકપ્રિય, આધ્યાત્મિક, સંગીતમય અને પ્રેરણાદાયી પદો, ભજનો અને ધૂનોનું સંકલન કરવામાં આવ્યું છે. પારિભાષિક શબ્દોનો તદ્દન ઓછો ઉપયોગ થયો હોવાથી સમજવું ખૂબ જ સરળ બને છે. વર્તમાન આવૃત્તિ ચોથી, કુલ પુસ્તકસંખ્યા ૮,૦૦૦, પૃષ્ઠસંખ્યા ૧૮૭. શ્રી રાજવંદના મિ જવ ત્રા Rી બન્યાં ૨૩. શ્રી રાજવંદના આ પુસ્તિકામાં જન્મજાત કવિ અને મહાત્મા ગાંધીજીના માર્ગદર્શન એવા પ. કુ. શ્રીમદ્ રાજચંદ્રજી-પ્રણીત અનેક પદો, અપૂર્વ અવસર, આત્મસિદ્ધિશાસ્ત્ર આદિ તથા ગદ્યલેખનમાંથી છ પદનો પત્ર, ક્ષમાપના, વીતરાગનો કહેલો ધર્મ, દુર્લભ એવો મનુષ્યદેહ, પ્રણિપાત સ્તુતિ તથા દૈનિક ભક્તિનો નિત્યક્રમ, ત્રણ મંત્રની માળા વગેરે રોજબરોજની ભક્તિમાં ઉપયોગી પાથેયનો સમાવેશ થયો છે. વર્તમાન આવૃત્તિ પહેલી, કુલ પુસ્તકસંખ્યા ૧૭,૦૦૦, પૃષ્ઠસંખ્યા ૧૦૨. નીલ W ala (વિવેચન અદિતી ૨૪. બૃહદ્ આલોચનાદિ પદ્ય સંગ્રહ નીતિશાસ્ત્ર, પ્રાર્થના, પ્રાયશ્ચિત્ત, દેવ-શાસ્ત્ર-ગુરુની ઉત્કૃષ્ટ ભક્તિ સહિત શરણાગતિ, કર્મબંધ અને પુણ્ય-પાપની સંક્ષિપ્ત સમજણ, ઉત્તમસાધકોનાં લક્ષણો, બૃહંદુંઆત્માના પરમાર્થ સ્વરૂપની ગુરુગમ દ્વારા સમજણ, ભેદજ્ઞાનનો અભ્યાસ, આલોચનાદિ પદ્ય સંગ્રહ મોહગ્રંથિનો ભેદ, સુશ્રાવકના મનોરથ, અઢાર પાપસ્થાનકોનું સંક્ષિપ્ત સ્વરૂપ – એવા સાધકોપયોગી વિવિધ વિષયોનું આ કૃતિમાં રૂડી રીતે પ્રતિપાદન કર્યું છે. આ કૃતિમાં શ્રી લાલાજી રણજિતસિંહજી કૃત શ્રી બૃદહું આલોચનાનો ભાવાર્થ, સંસ્થાના પ્રમુખ, માનનીય મુરબ્બી શ્રી જયંતભાઈએ, પોતાના સાધનામય અધ્યયનના એક ભાગરૂપે તૈયાર કર્યો છે. વર્તમાન આવૃત્તિ બીજી, કુલ પુસ્તકસંખ્યા ૩,૦૦૦, પૃષ્ઠસંખ્યા ૨૧૦. ધીમદ્ રાજચંદ માધ્યાધિ કે માધના કન
SR No.001649
Book TitleHirde me Prabhu Aap
Original Sutra AuthorN/A
AuthorJayant Modh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2006
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy