SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ આ વિચારને સાકાર કરવા માટેનું બીડું ટ્રસ્ટીશ્રીઓ, સાધક-ભક્તો અને સૌ કાર્યકરોએ સહર્ષ ઝડપી લીધું; જેના ફળસ્વરૂપે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ – આ ચાર રાજયોમાંથી, નીચે જણાવેલ ક્ષેત્રોમાં જેઓએ વિશિષ્ટ યોગદાન આપ્યું હોય તેમને જાહેરમાં પુરસ્કૃત અને સન્માનિત કરવાનું સૌભાગ્ય સંસ્થાને સાંપડ્યું. આ કાર્યની નિર્ણાયક સમિતિનું અધ્યક્ષપદ ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત ચીફ જસ્ટિસ આદરણીય શ્રી બી. જે. દીવાનસાહેબે સંભાળ્યું અને તે કાર્ય ગુજરાતના તત્કાલીન ગવર્નર આદરણીય શ્રી સુંદરસિંહ રજતજયંતિ દરમ્યાન ઍવૉર્ડ વિજેતા મહાનુભાવો સાથે ભંડારીના વરદ હસ્તે ૪000 જેટલા જનસમૂહની ઉપસ્થિતિમાં સંપન્ન થયું. ૧. શિષ્ટ, સાત્ત્વિક અને મૂલ્યલક્ષી તત્ત્વચિંતક, પ્રખર સાહિત્યકાર સાહિત્યોપાસના ડૉ. શ્રી કુમારપાળભાઈ દેસાઈ, અમદાવાદ ૨. સર્વતોમુખી સંસ્કારપ્રેરણા યોગ-સ્વાથ્ય અને માનવમૂલ્યોના શિક્ષણને વરેલ શ્રી દુષ્યતભાઈ મોદી, વડોદરા ૩. વૈવિધ્યપૂર્ણ સંસ્કારપ્રેરણા શૈક્ષણિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે પ્રયોગવીરા શ્રી નયનાક્ષીબહેન વૈદ્ય, સુરત ૪. યુવા પેઢીને પ્રેરક પ્રવૃત્તિઓ હજારો યુવાનોમાં રાષ્ટ્રીયતા, સાહસિકતા તથા સદાચાર કેળવનાર શ્રી દિલીપભાઈ મહેતા, વડોદરા ૫. પર્યાવરણ-વિષયક પ્રવૃત્તિઓ પ્રકૃતિ અને પરંપરા જાળવીને લોકમંગલ અભિયાનના પુરસ્કર્તા શ્રી રાજેન્દ્રસિંહજી, મુ. કિશોરી (જિ. અલવર), રાજસ્થાન ૬ સામાજિક સેવાની પ્રવૃત્તિઓ ગાંધી રંગે રંગાયેલા, ભેખધારી, દુ:ખિયાના બેલી શ્રી અનુબહેન ઠક્કર, મુ. ગોરજ (જિ. વડોદરા) શ્રી આત્માનંદજીના સાન્નિધ્યમાં સંતસંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક સંતોએ પોતપોતાની પરંપરાના વિચારો અને સાધનાપદ્ધતિને રજૂ કરતી અમૃતવાણીને પીરસી હતી. સમારોહ દરમ્યાન સંસ્થા દ્વારા પ્રકાશિત ત્રણ ગ્રંથો-પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું. સંસ્થાનો ઇતિહાસ અને વૈવિધ્યપૂર્ણ તેમજ રસપ્રદ લેખોની માહિતી પીરસતા “તીર્થસૌરભ'નું વિમોચન પ્રખર રામાયણ કથાકાર પૂ. શ્રી મોરારીબાપુના વરદહસ્તે, પૂ.શ્રી આત્માનંદજીની દીર્ઘકાલીન જીવનસાધના અને અનુભવવાણીના નિચોડરૂપ ‘સંસ્કાર, જીવનવિજ્ઞાન અને અધ્યાત્મ” ગ્રંથનું વિમોચન પૂ.શ્રી રાકેશભાઈ દ્વારા તથા ‘શ્રીમદ્ રાજચંદ્રની જીવનસાધના’ પુસ્તકનું વિમોચન પૂ. શ્રી નલિનભાઈ કોઠારીના હસ્તે કરવામાં આવેલું. સમાજ સુસંસ્કારી, આદર્શ અને વ્યસનમુક્ત બને તેવા શુભ આશયથી અતિસુંદર, સંસ્કારપોષક અને આધ્યાત્મિક કલાત્મક પ્રદર્શનનું આયોજન પણ કરાયું હતું. અધ્યાત્મવિભાગમાં પરમતત્ત્વજ્ઞ, પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીનું જીવનદર્શન કરાવતાં ચિત્રપટો તથા 175
SR No.001649
Book TitleHirde me Prabhu Aap
Original Sutra AuthorN/A
AuthorJayant Modh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2006
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy