SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ સંસ્થાકીયતિઓ ‘વિદ્યા-ભક્તિ-આનંદધામ’ સ્વાધ્યાય હૉલનું નિર્માણ - ઈ.સ. ૧૯૮૬થી મુમુક્ષુઓ અને જિજ્ઞાસુઓ મોટી સંખ્યામાં સંસ્થાની પ્રવૃત્તિમાં જોડાવા લાગ્યાં; જેથી લગભગ ૮૦ વ્યક્તિઓની બેઠકવાળો જૂનો સ્વાધ્યાય હોલ નાનો પડવા લાગ્યો. આ પ્રશ્નને હલ કરવા આદ. શ્રી જયંતભાઈ શાહ અને આદ. શ્રી શશીકાંતભાઈ ધ્રુવે અથાગ પરિશ્રમ કરી ઉપરોક્ત વિશાળ, અદ્યતન સ્થાપત્યકલાવાળો સંપૂર્ણ હવાઉજાસની સુવિધા સહિત ૫૦૦ થી ૬૦૦ વ્યક્તિઓ વિથ તિર-1 || એકસાથે બેસી સ્વાધ્યાય-ભક્તિ માણી શકે તેવી રચનાવાળો એક નવીન હૉલ બનાવવાનો સંકલ્પ કર્યો. ત્યારબાદ તેઓશ્રીની રાહબરી નીચે અનેક સહયોગી 2 વિદ્યા-ભક્તિ-આનંદધામ ગુરુકુળ (સ્વાધ્યાય હૉલ) કાર્યકર્તાઓ, મુમુક્ષુઓ, દાતારોના સહયોગથી તે હૉલનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું. પ્રભુકૃપાથી દેશ-વિદેશના અનેક મહાનુભાવો-મુમુક્ષુઓએ પણ ઉદારતાથી દાનરાશિ. નોંધાવી, એમની ભાવનાને સાકાર કરી. તા. ૨-૧૨-૧૯૯૧ના રોજ હજારો ભક્તજનો અને કુડીબંધ સંતો, મહાનુભાવો અને શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં સ્વામીનારાયણ સંપ્રદાયના પ્રવર્તમાન વડા પૂ. શ્રી પ્રમુખસ્વામીના હસ્તે મંગળ ઉદ્ધાટન થયું. છેલ્લાં પંદર વર્ષથી નિયમિતપણે ભક્તિ-સ્વાધ્યાય-શિબિરો અને સંત મહાત્માઓના તેમજ વિદ્વાનોનાં પ્રવચનો યોજવામાં આવે છે. પૂજ્ય પ્રમુખસ્વામી દ્વારા ઉદ્ઘાટન ગુરુકુળ સંસ્કાર વિનાના શિક્ષણથી વિદ્યાર્થીનો માત્ર બૌદ્ધિક વિકાસ થાય છે. નીતિ અને સંસ્કાર વિનાનું શિક્ષણ વિદ્યાર્થીનો સર્વાગી વિકાસ કરી શકતું નથી. શિક્ષણ, સંસ્કાર તથા સેવાના સમન્વયે જ બાળકોમાં ચારિત્રનું સુંદર ઘડતર થઈ શકે છે – આવી ભાવના શ્રી આત્માનંદજીના હૃદયમાં સતત રમતી રહે છે અને એ ભાવયજ્ઞમાં પ.પૂ. 170. થાકીય પ્રવૃતિઓ સંસ્થાકીય પ્રવૃતિઓ સંસ્થાકીય પ્રવૃત્તિઓ સંસ્થાકીય Jah Education temoral Fan Prvale & Personal use only www.hello .
SR No.001649
Book TitleHirde me Prabhu Aap
Original Sutra AuthorN/A
AuthorJayant Modh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2006
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy