SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જયંતીભાઈ તથા શ્રી પુષ્પાબહેન શાહ, લંડન - પૂજયશ્રીના સમાગમથી મનુષ્યજીવનની સફળતા કઈ રીતે થઈ શકે અને સાચો ધર્મ એટલે કે પરમાર્થ ધર્મ શું છે તે સમજવા મળ્યું. સદેવ, સદ્ગુરુ અને સતશાસ્ત્રનું સાચું શરણ મળ્યું. દાન-શીલ-તપ-ભાવનો મહિમા સમજાયો અને યથાશક્તિ એમાં પ્રવર્તવાનું એમની કૃપાથી બન્યું છે. પૂ. ગુરુદેવશ્રીના માર્ગદર્શનથી વ્રત - નિયમ યથાશક્તિ ગ્રહણ કર્યા અને તેથી જીવનમાં પરિવર્તન આવ્યું છે. સાંસારિક-વ્યાવહારિક કાર્યોથી નિવૃત્તિ થઈ જણાય છે. જીવનમાં શાંતિ-સમાધાન આવ્યાં. દરેક પ્રસંગને સમતાથી જોવાની રીત આવડી. જીવન સંયમી અને સંતોષી બન્યું. શ્રી પ્રવીણભાઈ અને શ્રી ભારતીબહેન મહેતા, યુ.એસ.એ. ઈ. સ. ૧૯૪૯થી મારા મોટાભાઈ શ્રી રમેશભાઈ મહેતાના મિત્ર તરીકેનો પૂજ્યશ્રીનો લૌકિક પરિચય હતો અને ઈ.સ. ૧૯૮૭ની તેમની અમેરિકાની યાત્રા દરમ્યાન તેમના અલૌકિક વ્યક્તિત્વનો અમને સામાન્ય પરિચય થયો. તે સાથે જ અમારા જીવનની દિશા બદલાઈ અને મનુષ્યભવની દુર્લભતા તથા સાર્થકતાની વાત વિચારમાં આવી. ઈ.સ. ૧૯૯૩ની વિશ્વધર્મપરિષદ (શિકાગો) દરમ્યાન, કાર્યવાહી વખતે તેમની ધીરજ, સમતા અને વિશ્વાસ જોઈને અમને ઘણું શીખવાનું મળ્યું. તેમના વિશેષ સમાગમથી નિર્ણય થયો કે “He lives in this world but he is out of this world.” ધર્મની સમજણ, શ્રદ્ધા અને આત્મકલ્યાણનો માર્ગ પૂજ્યશ્રી આત્માનંદજીના આશ્રયે જ અમે સમજયા છીએ. તેઓશ્રીએ બતાવેલા સસાધનોથી જ તે માર્ગે આગળ વધાશે તેવી શ્રદ્ધા દેઢ થઈ છે. - તેઓશ્રીની યાદશક્તિ અદ્દભુત છે. આગમો અને સલ્લાસ્ત્રોના વિશાળ વાચનને પચાવીને તેમજ મતમતાંતરથી પર રહીને, તેઓ ઘણી સરળ શૈલીથી જૈનદર્શનનો સત્યાર્થ સમજાવે છે. પારમાર્થિક જ્ઞાન અને આત્મલક્ષી ક્રિયાનો ઉત્તમ સમન્વય અમને તેમના જીવનમાં જોવા મળ્યો છે. “હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.” - પૂજ્યશ્રીના આ સૂત્રનું વારંવાર રટણ કરવાથી અમને શાંતિનો અનુભવ થાય છે. - ઈ.સ. ૧૯૮૭માં અમેરિકાની યાત્રા દરમિયાન લોસ એન્જલસમાં પૂજ્યશ્રીના સત્સંગ, સ્વાધ્યાયનો અપૂર્વ લાભ મળ્યો. સધર્મ પ્રત્યે અમારી રુચિ કેળવવા માટે અને આત્મકલ્યાણના માર્ગે પ્રગતિ કરવામાં યથાયોગ્ય માર્ગદર્શન આપવા બદલ તેમના ચરણોમાં પુનઃ પુનઃ પ્રણામ. શ્રી દુષ્યતભાઈ મોદી (યોગાચાર્ય), વડોદરા પૂજ્યશ્રીના જીવનમાંથી મને એક સૌથી મહત્ત્વની બાબત એ જડી કે ‘યોગ દ્વારા સુંદર જીવન બની શકે છે,” તેઓના સાન્નિધ્યથી મારામાં સર્વધર્મસમભાવની પ્રબળ લાગણી સર્જાઈ છે. “હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું આ વિધાને મારા પર ખૂબ જ અસર કરી છે. ઈશ્વરના બનાવેલા દરેક મનુષ્યો સમાન છે – આ વાત હું ખૂબ જ શ્રદ્ધાપૂર્વક સ્વીકારતો ગયો. પરિણામે આજે નાત-જાત, ઉચ્ચ-નીચના ભેદ ભૂલીને કેવળ માનવસેવા જ જીવનનું લક્ષ્ય બનાવ્યું છે. | "હી . 2011મી " '" " ''158' s Tour/
SR No.001649
Book TitleHirde me Prabhu Aap
Original Sutra AuthorN/A
AuthorJayant Modh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2006
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy