________________
नवल किशोर शर्मा
राजभवन गांधीनगर-३८२ ०२०
સંદેશ
શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્રના જ્ઞાનામૃત ભક્તિ મહોત્સવની પૂર્ણાહુતિ શિબિર ડિસેમ્બર તા. ૧ થી ૩, ૨૦૦૬ સુધી યોજાનાર છે તથા પૂજ્ય શ્રી આત્માનંદજીની “અમૃત જયંતિ” નિમિત્તે તેમનું જીવનવૃત્તાંત પ્રકટ થનાર છે તે જાણી આનંદ થયો.
માનવજીવનની કૃતાર્થતા ધર્માચરણ અને માનવમૂલ્યોના સંવર્ધનમાં છે. સંતો અને મહાત્માઓ સમાજમાં જીવનશૈલીનું ઉદાહરણ સ્વયં પૂરું પાડીને ધર્મની ધુરા સ્થાપિત કરે છે. પૂજ્યશ્રી આત્માનંદજી, શ્રીમદ્ રાજચંદ્રના જીવનસંદેશનો વિશ્વભરમાં પ્રસાર કરી માનવસેવા અને આત્મિક ઉત્કર્ષની પ્રેરણા પૂરી પાડી રહ્યા છે. શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્રના સંસ્થાપક પૂજ્યશ્રી આત્માનંદજીનું જીવનવૃત્તાંત અનેક મુમુક્ષુઓને પ્રેરણા પૂરી પાડશે.
| જ્ઞાનામૃત ભક્તિ મહોત્સવ’ની પૂર્ણાહુતિ-શિબિર, પૂજ્યશ્રી આત્માનંદજીની અમૃતજયંતિ તથા તે નિમિત્તે પ્રકટ થનાર તેમના જીવનવૃત્તાંત ગ્રંથની સફળતા અર્થે હું હાર્દિક શુભકામનાઓ પાઠવું
છે
જત લે */ : નવલ કિશોર શર્મા :