________________
ઘણી તકલીફ પડે છે. ત્યારે પૂજ્યશ્રી આશ્વાસન આપતા અને બધું કામ સંભાળી લેતા. ૧૯૭૦ તથા ૧૯૭૧માં પૂ. બા-બાપુજીની માંદગી આવી તથા બંનેનો દેહવિલય થયો. ૧૯૬૭ (અંતમાં), ૧૯૬૮ અને ૧૯૬૯માં પૂજ્ય મોટાભાઈ જેમનો કુટુંબ ઉપર થયેલો ઉપકાર ભૂલી શકાય તેમ નથી તથા બંને નાનાભાઈઓ (જેઠ તથા બે દિયર) ક્રમ કરીને વિદેશ ગયા. તેથી કુટુંબના સભ્યો ઘણા ઓછા થઈ ગયા. તે સમયમાં ભાઈશ્રી અનિલભાઈ સહકુટુંબ, મુ. બહેનશ્રી હંસાબહેન (વચલા નણંદ) તથા બહેનશ્રી દિવ્યાબહેને બહુ સહકાર આપ્યો. બહેન દિવ્યાબહેન ત્રણેક વર્ષ સાથે હતાં, કારણ કે આદ, નણદોઈજી શ્રી કનુભાઈ અભ્યાસ માટે અમેરિકા ગયા હતા.
તેઓના અમેરિકા ગયા પછી ઘણું એકલું લાગવા માંડ્યું; તેથી પૂ. કાકાજી તથા ભાણી ચિ. ડોલીબહેનને અમદાવાદ બોલાવી લીધાં. તેઓએ કુટુંબ સાથે રહીને મને ઘણો સહયોગ આપ્યો.
| ધીરે ધીરે પૂજ્યશ્રીના જીવનમાં ઘણો ફેરફાર દેખાવા લાગ્યો અને ૧૯૭૪ની આસપાસ મને લાગ્યું કે પૂજયશ્રીનું જીવન ખૂબ ધર્મમય બનતું જાય છે. તેમની પ્રેક્ટિસ કરવાની તથા સર્વિસ માટે જવાની રુચિ ઘણી ઓછી થવા લાગી. મેં પણ કહ્યું કે આપને બહુ મુશ્કેલી લાગે તો સર્વિસ છોડી દઈએ. તેઓએ ઈ.સ. ૧૯૭૫માં સર્વિસ છોડી દીધી અને ધીરે ધીરે યાત્રાઓ અને સત્સંગની પ્રવૃત્તિઓ વધારતા ગયા, જ્યારે યાત્રાએથી આવે ત્યારે ચિ. રાજેશભાઈના અભ્યાસમાં મદદ કરે તથા હૉસ્પિટલ તથા તેના હિસાબ આદિનું કાર્ય બરાબર સંભાળી લે. તેથી મને ઘણી રાહત થઈ જાય. પણ જ્યારે સાહેબજી ન હોય ત્યારે ઘણી તકલીફ પડે. એક-બે વાર પ્રેક્ટિસ છોડી સર્વિસ લેવી એવો વિચાર આવેલો, પણ તેમ કરવું અનુચિત અને અસંભવ હતું. તેમાં વળી પૂજ્યશ્રી પાછા સમાધાન કરાવી દે કે જેટલી થાય તેટલી પ્રેક્ટિસ કરવી. જો કે હૉસ્પિટલનું કામ ઘણું સારી રીતે ચાલતું હતું. પછી મદદ માટે બીજા ડૉક્ટર (ડૉ. કિન્નરીબહેન મહેતા, ડૉ. વર્ષાબહેન દવે) રાખી લીધા હતાં; અન્ય સ્ટાફ પણ સારો હતો. પૂજ્યશ્રીની તેમાં ઘણી હૂંફ રહેતી. સંયમ વગેરે નિયમ લીધા પછી પણ વ્યાવહારિક કાર્યોમાં પૂજયશ્રી પૂરો સહયોગ આપતા.
પૂજ્યશ્રીની ઘણી ઇચ્છા હતી કે ડૉ. રાજેશભાઈ મેડિકલમાં જાય તો મારી જવાબદારી ઓછી થઈ જાય. આ જ કારણથી થોડાક માર્ક ઓછા આવવાને કારણે આદ. શ્રી નેમુભાઈ ચંદરિયા તથા પૂજ્ય લાડકચંદભાઈના સહયોગથી એમ. પી. શાહ મેડિકલ કૉલેજ, જામનગરમાં એડમિશન મેળવ્યું. જોકે પછી રાજેશભાઈએ ખૂબ મહેનત કરી અને કૉલેજમાં પહેલા નંબરે પાસ થવાથી, તેઓને અમદાવાદ વી. એસ. હૉસ્પિટલમાં ટ્રાન્સફર મળી ગઈ; જેથી મને ઘણી રાહત થઈ.
આ દરમિયાન મને પણ ધર્મની રુચિ વધવા લાગી. તેના કારણમાં પ્રભુકૃપા અને પૂજ્યશ્રીની ખૂબ જ પ્રેરણા અને નાનપણના પૂ. બા-બાપુજીના ધર્મના સંસ્કાર કહી શકાય. પૂજ્યશ્રી દ્વારા સત્ય ધર્મ શું કહેવાય તેની થોડી-થોડી સમજણ પડવા લાગી.
- ૧૯૭૪માં જ્યારે પૂ. સહજાનંદજી વર્ણીજીનું ચાતુર્માસ અમદાવાદમાં થયું ત્યારે પૂજય સાહેબજી સાથે હું બપોરે સ્વાધ્યાય-પ્રવચનમાં જતી. તેઓનું અમને ખૂબ વાત્સલ્ય મળ્યું અને ધર્મમાર્ગમાં પ્રેરણા મળી. ત્યારપછી થોડો થોડો અભ્યાસ ચાલુ કર્યો. પછી પૂજ્યશ્રી તથા બધા મુમુક્ષુઓ જ્યારે યાત્રાએ જતા ત્યારે ચાર-પાંચ દિવસો માટે હું તથા રાજેશભાઈ વચ્ચે જોડાઈ જતા. તે વખતે હૉસ્પિટલ બીજા ડૉક્ટરો સંભાળતા.
ચિ. રાજેશભાઈનો મેડિકલનો અભ્યાસ સારો ચાલતો હતો. તે દરમિયાન ૧૯૮૮ની આસપાસ મારાં પૂ. બાપુજી તથા પૂ. બાની તબિયતનું ધ્યાન રહે તે માટે તેઓને ઇન્દોરથી અમદાવાદ લઈ આવ્યાં. (કારણ હું તેમનું એક જ સંતાન હતી). પૂજ્ય બાપુજીનું કુટુંબ પણ બધું અમદાવાદમાં જ હતું. વળી, મારું મોસાળ પણ અહીં જ હતું
Dલ ) િિિ િિિ તા 136
મિિિહ)
જિલ્લો