SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ યશશીના પૂજ્યશ્રીના નો સ્વીકાર કર ઋણના (પૂજ્ય શર્મિષ્ટાબહેનના જીવન ઉપર થયેલા ઉપકાર વિષે તેઓનું સ્વયંનું આલેખન) જ્યારે હું પહેલા વર્ષના એમ.બી.બી.એસ. માટે ઇન્દોર મુકામે અભ્યાસ કરતી હતી ત્યારે, પૂજયશ્રી સાથે ગૃહસ્થજીવનમાં જોડાવાની વાત બંને કુટુંબો તરફથી શરૂ થઈ. બહેન દેખાવમાં સામાન્ય હોવાથી શરૂઆતમાં થોડી આનાકાની થઈ પણ સૌ વડીલોના સદ્ભાવથી કુટુંબના સંસ્કાર અને ખાનદાનીનો વિચાર કરીને આ સંબંધનો સ્વીકાર થયો. જે દિવસે અમદાવાદમાં સગપણ વિધિ થઈ તે જ દિવસે પૂજ્યશ્રીને મુંબઈ જવાનું હતું. તેથી વડીલોએ અમને દર્શન કરવા, ફરવા મોકલ્યાં. પ્રથમ જ અમે શ્રી સમર્થેશ્વર મહાદેવ પૂજ્ય શર્મિષ્ટાબહેન (લૉ-ગાર્ડન) દર્શન કરવા ગયાં. ત્યાં દર્શન કરી થોડી વાર મંદિરના ઓટલા ઉપર બેઠાં ત્યારે પૂજ્યશ્રીએ કહ્યું કે, જીવનમાં ઘણી કઠિનાઈઓ આવશે તે સહન કરી શકશો? ત્યારે મેં સહજ ભાવે જ હા પાડી. પૂજ્યશ્રીનું જીવન આવું ઉત્તમ ધર્મમય હશે અને તેનો જીવનમાં ઘણો વિકાસ થશે તેનો તેમની દીર્ઘદષ્ટિમાં જરૂર આભાસ થયો હશે, એમ હવે મને લાગે છે. પૂજ્યશ્રી લગ્ન પછી એકાદ વર્ષ બાદ, સહુના સહકારથી વધુ અભ્યાસ અર્થે લંડન ગયા ત્યારે કઠિન જીવનની શરૂઆત થઈ ગઈ હતી. ત્યાં પણ તેઓને નોકરી સાથે અભ્યાસ કરવાનો હતો. મારો ઇન્દોરમાં એમ.બી.બી.એસ.નો અભ્યાસ ચાલુ હતો. એમ.બી.બી.એસ. પાસ થયા પછી પૂ.બાપુજી-બા મને ઇંગ્લેંડ મોકલે, તેમ પૂજ્યશ્રી કાયમ પત્રમાં લખતા. તેમજ પૂજ્યશ્રી અવારનવાર પત્રમાં આ વાતનો ઉલ્લેખ પણ કરતા કે અભ્યાસ બરાબર કરશો કે જેથી સમયસર એમ.બી.બી.એસ. પૂરું કરી ઇંગ્લેંડ આવી શકાય. ૧૯૬૩માં એમ.બી.બી.એસ.નો અભ્યાસ પૂરો કરી ડિસેમ્બર ૧૯૬૩માં ઇંગ્લેંડ જવાનું બન્યું. બન્ને કુટુંબોએ તથા મોસાળ પક્ષ તરફથી સૌએ ભાવભીની વિદાય આપી અને હું સ્કૉટલેન્ડ (યુ.કે.) પહોંચી. એરપૉર્ટ ઉપર પૂજ્યશ્રી લેવા માટે આવી ગયેલા. મારા માટે પૂજયશ્રીએ Residencyની Job નક્કી કરી રાખેલી; એટલે થોડો વખત રહી, પહેલી ફેબ્રુઆરીથી ગ્લાસગોમાં Surgical Residency ચાલુ કરી. ત્યારથી ફરીથી એકલા રહેવાનું શરૂ થયું. પૂજ્યશ્રી થોડો વખત લંડન હતા. પછી એમ.આર.સી.પી.ની પરીક્ષા આપવા ગ્લાસગો આવ્યા. પણ તે પરીક્ષાનું પરિણામ સારું ન આવ્યું એટલે જરા નાસીપાસ થઈ ગયા; કારણ કે કોઈ દિવસ તેઓ નાપાસ થયા પૂજ્યશ્રીના ઋણનો સ્વીકાર પૂજ્યશ્રીના ઋણનો સ્વી 134 પૂજ્યશ્રીના ઋણતો સ્વીકાર
SR No.001649
Book TitleHirde me Prabhu Aap
Original Sutra AuthorN/A
AuthorJayant Modh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2006
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy