SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ નિમિત્તભૂત બની શકે એવું તેમનું બહુઆયામી વ્યક્તિત્વ વિકસ્યું છે. સતત ઉદ્યમશીલતા પિતાજી પાસેથી આ ગુણ સર્વોપરિપણે શીખવા મળ્યો. નવરા બેસવું જ નહિ; સતત કાંઈક ને કાંઈક રૂડા કાર્યમાં લાગ્યા રહેવું એવો તેમનો મંત્ર હતો. તેઓ તત્કાળ કામ કરવાના આગ્રહી હતા. કોઈ કામ કાલ પર ન મુલત્વી રાખવું. ‘થાકી ગયા” એમ તો તેમને કહેવાય જ નહીં. તુરત કહે, “શું તમારી જુવાનીમાં ધૂળ પડી છે?” પોતે પણ ઘરમાં મોટી ઉંમર સુધી શાક સમારે કે કપડાં સંકેલે, નહિતર અટીરાના મકાનના પાછળના ભાગમાં બગીચાનું કામ કરે. બેસી રહેવું નહીં, ગપ્પાં મારવાનાં નહીં, રેડિયો-ટી.વી.માં સમય પસાર કરવો નહીં, સમાચાર-પત્ર પણ ખપ પૂરતું જ વાચવું વગેરે ટેવો નાનપણથી જ કેળવાયેલી. વાચન-લેખન-સ્મરણ-મંત્રજાપ-નવું કંઠસ્થ કરવું, કંઠસ્થ કરેલાની કૉપી કરવી, લેખિત સ્વાધ્યાય આદિ કરવામાં તુરત જ લાગી જવું - આ બધું રોજબરોજના જીવનમાં વણાઈ ગયું હતું. ચિત્ત સાધનામાં એકાગ્ર ન થાય ત્યારે મોટા અવાજે પદો બોલવાં અને અગાસી, ચોગાન, મંદિરની આજુબાજુ કે બગીચામાં આંટા મારવા, સાધનાનો પ્રકાર બદલવો, એમ ભિન્ન ભિન્ન રીતે ૧૦-૧૨-૧૪-૧૬ કલાક સુધીની દૈનિક સાધના “Intensive period'માં થતી. ‘દ્રવ્યમરણ’ અને ‘ભાવમરણ'ને યાદ રાખી “સપુરુષની સ્કૃતિના અવલંબન વડે આગળ વધવું' - એવી જાગૃતિ રહેતી. માધ્યસ્થભાવ Suggest, indicate and inspire; but do not impose and do not compell.” આ ઉક્તિને નિરંતર જીવનમાં વણી લેવાનો પૂજ્યશ્રીનો સતત પ્રયત્ન રહ્યો. “સામા માણસ પર મારા કાર્યની શું અસર થશે? આ બાબતની પહેલેથી જ દિલમાં અધિક સાવધાની રહેતી. આ ભાવ મર્યાદાથી પણ કંઈક વધુ માત્રામાં રહ્યો. આ કારણથી કોઈનું દિલ ન દુભાય તેની કાળજી રાખવામાં, ઘણી વાર જરૂરી સાહસ કરવામાંથી પણ બાકાત રહેવાનું બન્યું. ઘરમાં, સંસ્થામાં, ખાવાપીવામાં, પહેરવા-ઓઢવામાં કે કંઈક આયોજન કરવામાં ‘આમ જ કરો' એવા આગ્રહનો અભાવ. આ કારણથી સમતા સાધવામાં સરળતા તો પડે, છતાં પણ પોતાને કે સામી વ્યક્તિને સુધારવા માટે કઠોર દંડ દેવાની વેળા આવે, ત્યારે તેમ વર્તવામાં મુશ્કેલી પડતી. સમયપાલનમાં સાવધાન ‘સમય એ બહુ જ કીમતી વસ્તુ છે’ આ વાત નાનપણથી જ પાકી થયેલી તેથી દૈનિકચર્યા લખવાની ટેવ પાડેલી; જેથી સમયનો ક્યાં અને કેવો ઉપયોગ થાય છે તેની બરાબર ગણતરી રહે. દુર્લભ એવા આ મનુષ્યભવની પ્રત્યેક ક્ષણનો સદુપયોગ કરીએ, જેથી સ્વ-પરનું કલ્યાણ બરાબર થતું રહે – આવી જાગૃતિથી ભણતરની સાથે સાથે નિયમિત આસન-વ્યાયામ, નિયમિત પુસ્તકાલયની મુલાકાત, નિયમિત મંત્રલેખન, નિયમિત ઇતર વાચન, www.binelibrary.org For Private & Personal Use Only Jain Education International
SR No.001649
Book TitleHirde me Prabhu Aap
Original Sutra AuthorN/A
AuthorJayant Modh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2006
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy