SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ એ રીતે સ્વ. શ્રી ભોગીલાલ શિવલાલ (સાયકલવાળા), શ્રી યુ. એચ. મહેતા (હિંમતલાલ પાર્ક), શ્રી પ્રવીણભાઈ વી. મહેતાનાં માતુશ્રીની અંતિમ માંદગી જેવા અનેક પ્રસંગો જાણવામાં આવેલ છે. આવો જ કરણાભાવ તેમની ડૉક્ટરી પ્રેક્ટિસ દરમિયાન જોવા મળતો. બાપુનગર જનરલ હૉસ્પિટલમાં ડૉ. સોનેજી હતા ત્યારે તેમના મદદનીશ ડૉ. રમેશભાઈ પરીખના ફૂઆની તબિયત ખૂબ બગડી. બચે એમ નહોતા. દમનો જીવલેણ વ્યાધિ હતો. ડૉ. રમેશ તેમને માતા-પિતા કરતા પણ વધારે માન આપતા; કારણ કે તેમનો ઉછેર લગભગ ફોઈ-ફુઆના ખોળે જ થયો હતો. કુટુંબની વચ્ચે ઘેરાયેલા, હાથમાં માળા લઈ, ‘શ્રીકૃષ્ણ શરણં મમ”નો જાપ જપતા અને અંતની ઘડીઓ ગણતા હોય તેમ લાગ્યું. રમેશભાઈ ખુદ ડૉક્ટર હતા તે છતાં આવી ઘડીઓ વખતે બીજા ડૉક્ટરને સલાહ માટે બોલાવવા જોઈએ એમ લાગ્યું. તેથી ડૉ. સોનેજીસાહેબને ફોન પર વાત કરી, પરિસ્થિતિ જણાવી, શક્ય હોય તો રૂબરૂ આવી જવા વિનંતી કરી. | ડૉ. સોનેજી તરત જ પોતાની ગાડીમાં આવ્યા. દર્દીઓને તપાસ્યા, ખાસ દવા કંઈ આપી હતી એવું તો યાદ નથી. પરંતુ દર્દી પ્રત્યેની અપાર મમતા, કરુણા કામ કરી ગઈ. એમને સ્પર્શ થયો અને તબિયત સુધરતી ચાલી ને કેટલાંક વર્ષ સુધી જીવીને પછી સ્વધામ ગયા. ડૉ. રમેશભાઈ લખે છે : “આ સ્પર્શ ડૉક્ટરનો કે સંતનો?” આવું જ કંઈક સ્વ. ભોગીભાઈને ત્યાં તેમની તબિયત વધારે બગડેલી ત્યારે તેમના સ્વીટહોમ સોસાયટીના નિવાસસ્થાને ખબરઅંતર પૂછવા ગયેલા, ત્યારે શ્રી આત્માનંદજીએ કહેલું : હજુ તો તમારે કોબા ય આવવાનું છે, અને દક્ષિણ ભારતની યાત્રામાં ય આવવાનું છે.” અને સાચે જ શ્રી ભોગીભાઈ કોબા આવ્યા અને એમની છેલ્લી યાત્રા (૧૯૯૮) કરી પણ ખરી. સંતોના આશીર્વાદ કેવું કામ કરી જાય છે! ક્યારેક ચમત્કાર જેવું પણ લાગે. ડૉ. સોનેજીની દર્દીઓ પ્રત્યેની મમતા-કરુણા-સેવાભાવ - આ બધું કોઈ મિશનરી ડૉક્ટર હોય એવું લાગે. જેના હૃદયમાં લોકો પ્રત્યે અપાર કરુણા ભરી હોય, જેનામાં સંતનાં સઘળાં લક્ષણ હોય, એવા ડૉક્ટરે દાક્તરી ક્ષેત્રમાંથી સંન્યાસ લીધો ત્યારે આપણને સ્વાભાવિક પ્રશ્ન થાય છે કે સમાજે શું પ્રાપ્ત કર્યું ? એક સંત સમા સેવાભાવી ડૉક્ટરને ગુમાવ્યો ને સમાજે શુદ્ધ સ્વરૂપે સંતને મેળવ્યા. એમાં સારું શું કે ખોટું શું એ સમાજ ઉપર જ છોડી દેવું હિતાવહ છે. બુંદેલખંડની યાત્રા દરમિયાન ઝાંસીનો ઐતિહાસિક કિલ્લો જોવા માટે બધા ગયા. એની ભવ્યતા જોતાં અને ઝાંસીની રાણીની શૂરવીરતાની યાદ આવતાં શ્રી આત્માનંદજીની રાષ્ટ્રીય ભાવના જાગ્રત થઈ ઊઠી. એને વિશાળ અર્થમાં મૂકતાં કહ્યું, ‘લક્ષ્મીબાઈએ જેમ આ કિલ્લામાંથી દુશ્મનો પર બે હાથમાં તલવાર લઈને ચઢાઈ કરી તેમ આપણે વિષયકષાય પર પૂરું બળ વાપરીને ચઢાઈ કરવાની છે.” આવો જ બીજો બનાવ રાજસ્થાનની નાગીરની યાત્રા વખતે અમરસિંહ રાઠોડના સંદર્ભમાં બનેલો. 0 0 0 0 0 110 0 0 0 9
SR No.001649
Book TitleHirde me Prabhu Aap
Original Sutra AuthorN/A
AuthorJayant Modh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2006
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy