SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ રાન-દર્શન-મિથ્યારાન કરતું હોવા છતાં આવરોની સંખ્યા અંગે મૌન છે, જ્યારે જેનદર્શન જ્ઞાનના પાંચ ભેદ સ્વીકારતુ હેવાથી જ્ઞાનાવરણની સંખ્યા પાંચની માને છે. જૈન દશને નિદ્રાનો સમાવેશ દર્શનાવરણીય કર્મમાં માને છે. આથી તે એક પ્રકારનું આવરણ છે, જ્યારે ચગદર્શન નિદ્રાને ચિતની એક વૃત્તિ માને છે.14 નિદ્રામાં પણ વિવિધ જ્ઞાનાકારે ઊઠે છે, પરંતુ ચિત્તમાં મૂઢતા વ્યાપેલી હોવાની એ જ્ઞાના કાર સ્પષ્ટ પ્રકાશ નથી. 16 5 આમ યોગદશન નિદ્રામાં જ્ઞાનને સ્વીકાર કરે છે. બૌદ્ધદર્શન આવરણની સંખ્યા પાંચની માને છે. અને આવરણને પંચનિવારણ તરીકે ઓળખાવે છે. તત્વસંગ્રહમાં 1 6યાવરણનો ઉલ્લેખ છે. પંચનિવારણ એ પાંચ વિ (ચિત્તના ઉપફલેશે)1 67 છે, જેઓને ત્રણ વિભાગમાં અંતભૂત કર્યા છે. (૧) મોઝારિા–જે શરીર, વાણી અને મનનું દુશ્ચરિત્ર છે. (૨) મતિમાં –જે કામ (ામવિતા) અને વિનાશ (થા) અંગેના વિચારે તેમજ ખરાબ ઈચ્છા (વિહિંસા) છે. (૩) સુદ્યુમ-જે જાતિ (વંશ), દેશ અને આત્મપ્રશંસાનું આકર્ષણ છે. 16 8 ઉપર્યુક્ત પંચ નિવારણ દૂર થતાં અનુક્રમે પ્રમદ, પ્રીતિ, શારીરિક શાનિત, સુખ અને ચિત્તશાન્તિ મળે છે, 1 69 પરિણામે ૧ થી ૪ ધ્યાન થાય છે અને છે ઉચ્ચ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. 17 ૧ પ્રદથી ચિત્તશાનિત સુધીનાં ઉક્ત પાનને ગીતાસંમત સુખપ્રાપ્તિ માટેનાં કમિક સપાને સાથે સરખાવી શકાય. ગીતામાં સર્વદુઃખને નાશ થાય છે, એ જ રીતે ક્રમશઃ બુદ્ધિની સ્થિરતા, ભાવના, શાન્તિ અને સુખની પ્રાપ્તિ થાય છે. 171 બૌદ્ધદશનસં મત પંચનિવરણને સાંખ્યોગસંમત તમોગુણ સાથે અને જેનસંમત મેહનીયકમ સાથે સરખાવી શકાય, અલબત્ત, જનમતે મોહનીય અને જ્ઞાનાવરણીય પ્રકૃતિ ભિન્ન ભિન્ન છે. 111(ક) સાંખ્ય-ગમત વિધ્ય અને ઇન્દ્રિયના સંગના પરિણામે તમોગુણ અભિભૂત થતાં સત્વગુણ પ્રબળ બને છે અને બુદ્ધિ ઈન્દ્રિગત વિષયાકારરૂપે પરિણમે છે. 172 પુરુષ બુધિવૃત્તિને દેખે છે અને અન્યને બુધિવૃત્તિ દ્વારા દેખે છે. 11 3 બૌધદશન (સૌત્રાતિક) પણ માને છે કે વિષય ઈન્દ્રિય મારફત પ્રથમ ક્ષણે ચિત્ત ઉપર પિતાની છાપ પાડે છે, જે છાપ દ્વારા બીજક્ષણે વિષયનું પ્રત્યક્ષ થાય છે. 17 4 આમ સાંખ્ય–ગ અને બૌધમતમાં જ્ઞાનપ્રાપ્તિમાં ચિત્ત એ વચલી કડી છે, જ્યારે જૈનમતમાં આત્માને થતા જ્ઞાનમાં ચિત્ત વચલી કડી નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001590
Book TitleJainsammat Gyancharcha
Original Sutra AuthorN/A
AuthorHarnarayan U Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Research, & Knowledge
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy