SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ - ૨૮ જનસંમત જ્ઞાનચર્યા કર્મો ક્ષીણ થાય છે એટલી સમાનતા છે, જ્યારે ભેદ એ છે કે, ક્ષયોપશમમાં - તદાવરણીય કર્મોને પ્રદેશત: અનુભવ થાય છે, જે અનુભવ ઉપશમમાં નથી.140 અહીં એક સ્વાભાવિક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે, જે ક્ષયોપશમમાં ઉક્ત અનુભવ ચાલુ રહેતા હોય છે તેથી સમ્યક્ત્વ આદિ ગુણોને વિઘાત કેમ ન થાય? એને ઉત્તર એ અપાયો છે કે, જેમ મતિજ્ઞાનાવરણીય આદિ કર્મ યુદય હેવાથી તેમને વિપાક્તઃ અનુભવ અવશ્ય હોય છે, છતાં તે અનુભવ મત્યાદિ ચાર જ્ઞાનનો વિઘાત કરી શકતા નથી, તેમ ઉક્ત અનુભવ મંદ હોવાથી સમ્યક્ત્વ આદિ ગુણેને વિઘાત કરી શકતો નથી.141 અત્રે ઔદયિક, લાપશમિક અને ક્ષાયિક ભાવની વિચારણા અભિપ્રેત છે : (૧) ઔદયિક : ઔદયિક ભાવના બે ભેદ છે : શુદ્ધ અને ક્ષાપશમિકાનવિદ્ધ. અવધિ, મનઃપર્યાય, અવધિદર્શન અને ચક્ષુદર્શનનાં આવરણીય કર્મોને શુદ્ધ ઔદયિક ભાવ હોય છે, કારણ કે તેમનાં સર્વધાતી રસપર્દકેને વિપાકેય હાય છે, જ્યારે મતિ, ભુત અને અચક્ષુદર્શનનાં આવરણીય કર્મોને શુદ્ધ ઔદયિક ભાવ હેતે નથી, કારણ કે તેમનાં સર્વઘાતી રસસ્પદ્ધ ને ઉદય હેત નથી, પરંતુ દેશધાતી-રસક્ષાપશમિકાનુવિદ્ધ ઔદયિક ભાવ હોય છે, કારણ કે, તેઓનાં કેટલાંક સ્પદ્ધકોને પક્ષેમિકાનુવિદ્ધ ઔદયિક ભાવવાળી હોવાથી તેઓના ઉદય વખતે ક્ષપશમ હોઈ શકે છે.143 - (૨) ક્ષાપશમિક : મત્યાદિ ચાર જ્ઞાન અને ચક્ષુરાદિ ત્રણ દશને ક્ષાપશમિક ભાવવાળાં છે. ક્ષયે પશમમાં તદાવરણીય કર્મોમાંથી જે કર્મો ઉદય પામ્યાં હેય, તેઓને ક્ષય થાય છે અને જે કર્મો ઉદય પામ્યાં નથી, તેઓને ઉપશમ થાય છે.14% ઉપશમની પ્રક્રિયાને ભારેલા અગ્નિ સાથે સરખાવી શકાય, કારણ કે ઉપશમેલાં કાર્યો તકાલ પૂરતું ફળ આપતાં નથી, પરંતુ જેમ અગ્નિ ઉપરથી આવરણ હટી જતાં તે ફરીથી બાળવા સમર્થ બને છે, તેમ તે કર્મોની ઉપશમ અવસ્થા સમાપ્ત થતાં ફરી તેઓ ઉદયમાં આવે છે,145 આથી આ જ્ઞાન– દશના નાશની શક્યતા છે. જ્યારે કેવલજ્ઞાનદર્શનના આવારક કર્મોને યે જ હોવાથી તેઓના નાશની શક્યતા નથી. ક્ષપશમ પ્રક્રિયા : પંચસંગ્રહકાર, મલયગિરિ અને યશવિજયજી કહે છે કે, અવધિજ્ઞાનાવરણનાં સર્વઘાતી રસસ્પદ્ધ કે જ્યારે અમુક વિશેષ પ્રકારના અધ્યવસાયના કારણે દેશઘાતીના રૂપમાં પરિણમીને હણાય છે, અતિસ્નિગ્ધ દેશઘાતી રસસ્પદ્ધ કે અલ્પરસવાળાં બને છે અને તે સ્પર્ધાઓમાંથી ઉદયાવલિમાં પ્રવેશેલાં સ્પદ્ધ કેને ક્ષય થાય છે તેમ જ બાકીનાને ઉપશમ થાય છે, ત્યારે અવધિની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001590
Book TitleJainsammat Gyancharcha
Original Sutra AuthorN/A
AuthorHarnarayan U Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Research, & Knowledge
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy