SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન-દસન-મિથ્યાશાન માટે કર્મપ્રકૃતિઓની સમજણ આવશ્યક છે. (ક) કમપ્રકૃતિ પંચસંગ્રહમાં આ અંગે તલસ્પર્શી વિચારણા છે. કર્મની મૂલ પ્રકૃતિઓ આઠ છે109 : જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર અને અંતરાય.11 ખંડાગમ અને તત્ત્વાર્થ અનુસાર આ આઠ પ્રકૃતિઓની અવાન્તર પ્રવૃતિઓ અનુક્રમે ૫, ૯, ૨, ૨૮, ૪, ૪૨, ૨ અને ૫ છે.111 કમસિદ્ધાન્ત મૂળ ભારતીય અનાર્યો હોવાનો સંભવ છે, એમ ઝીમરનું માનવું છે.112 હાલ ઉપલબ્ધ કમસિદ્ધાન્તનું જૂનામાં જૂનું રૂ૫ તેમજ પ્રક્રિયાની વિસ્તૃત સમજૂતી જૈન આગમ અને આગમિક ગ્રંથોમાં જોવા મળે છે. વૈદિક દર્શન પણ, કમસિદ્ધાન્તમાં માને છે. વૈદિક અને જૈનસંમત કર્મોની તુલના નીચે પ્રમાણે કરી શકાય.18 : ગદર્શન જૈનદર્શન (૧) જાતિવિપાકી કર્મ = નામકમ અને ગોત્રકર્મ, (૨) ભોગવિપાકી કમ = વેદનીય. (૩) આયુ:કમ આયુકમે. ગમત તમોગુણ જ જેનસંમત જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને મોહનીય છે, કારણ કે યોગ શનમાં તમોગુણને જ્ઞાનાવરક કહ્યો છે.113 જ્ઞાનાવરણની પાંચ પ્રકૃતિઓ, મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાના અવધિજ્ઞાના મન:પર્યાયજ્ઞાના છે અને કેવલજ્ઞાનાવરણ છે. દર્શનાવરણની નવ પ્રકૃતિઓ ચક્ષુ દર્શનાવરણ, અચક્ષુદશના ૦, અવધિદર્શના, કેવલદશના ૦, નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રલાપ્રચલા અને સત્યાનદ્ધિ છે. 114 નિદ્રાથી સત્યાનદ્ધિ સુધીની પાંચ પ્રકૃતિઓને નિદ્રાપંચક તરીકે ઓળખવામાં આવે છે. તે ચક્ષુરાદિ ત્રણ દર્શને બેધની નિર્મળતાને અટકાવે છે, પરંતુ તે ત્રણ દશનેના ક્ષાપશમિક ઉપયોગને અટકાવી શકતું નથી, કારણ કે ઉપયોગ અન્ય કર્મોના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલ હોય છે.115 અહીં જ્ઞાનાવરણીય પાંચ પ્રકૃતિઓ અને દશનાવરણીય ચાર પ્રકૃતિની વિચારણું કરવામાં આવી છે. આ નવ પ્રકૃતિઓ બંધ અને ઉદય વખતે અન્ય પ્રકૃતિને ઉપધાત કરતી ન હોવાથી તેઓને અપરાવર્તમાન કહી છે.116 આ પ્રકૃતિઓને જ્યારે ઉદય થાય છે, ત્યારે બંધ થતું હોવાથી તેઓને દબંધિની કહી છે.113 ઉદય અને બંધની વ્યવસ્થા એવી છે કે, પ્રથમ બંધનું નિરાકરણ (વ્યવચ્છેદ) થાય છે અને તે પછી ઉદયનું નિરાકરણ થાય છે, તેથી તેઓને ક્રમવ્યવછિદ્યમાન બંધદય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001590
Book TitleJainsammat Gyancharcha
Original Sutra AuthorN/A
AuthorHarnarayan U Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Research, & Knowledge
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy