________________
૨૫૦
જૈનસ મત જ્ઞાનચર્ચા
પર્યાયના વિષય છે 28. ભૂતકાળમાં આચરેલ વન, વાણી અને વિચારતું કાઈ જીવને વિસ્મરણ થઈ ગયુ હોય તે પશુ મનઃપર્યાયજ્ઞાની વિના પૂછ્યું એ બધુ જાણી શકે છે . એટલું જ નહિ ભાવિ જન્માતે પણ જાણી શકે છે. એને અથ એમ થાય કે મન:પર્યાયજ્ઞાની ત્રણેય કાળનાં વિચાર, વાણી અને વતનને જાણી શકે છે. આથી એમ માનવું પડે કે, મનમાં વિચાર, વાણી અને વર્તનની છાપ સંગ્રહાતી હશે અને કોઈપણ જીવ ભવિષ્યમાં કેવાં વિચાર, વાણી અને વતન કરનાર છે તે પણ અગાઉથી નિશ્ચિત થઈ જતું હશે.
ષટ્ખંડાગમમાં31 પરકીય મન ઉપરાંત સ્વમનના જ્ઞાનની પણ વાત કરી છે. જેતે યોગસૂત્રગત પરચિત્તજ્ઞાન અને ચિત્તજ્ઞાન ( ચિત્તસવિત્ સાથે સરખાવી શકાય 32. અહીં ચિત્તજ્ઞાન એ સ્વચિત્તનું જ્ઞાન છે. ૩૩ ખંડાગમમાં મરદાનને મનઃ પર્યાયના વિષય માન્યો છે, જ્યારે યોગસૂત્રકારે તે જ્ઞાનને એક સિદ્ધિ તરીકે ઓળખાવ્યું છે ૪.
દ્વિતીયપક્ષ–જિનભ, જિનદાસગણુ, હરિભદ્ર, મલયગિરિ, યશોવિજયજી વગેરે આચાર્યાં દ્વિતીય પક્ષના સમક છે. પરકીય મનેાગત અથ જ્યારે અદ્ભૂત હૈાય ત્યારે પ્રથમ પક્ષના મત અનુસાર તેને મનઃપર્યાયને વિષય માનવામાં વિસંગતિ આવતી હતી; કારણ કે છદ્મસ્થ જીવ અમૃત ને જોઈ શકે નહિ. આથી ઉકત વિાંગતિ દૂર કરવા માટે જિનભટ્ટે પરકીય દ્રવ્યમનને મન:પર્યાયને વિષય માન્યો અને બાહ્ય અથના જ્ઞાન માટે અનુમાનની વાત કરી. યોગસૂત્ર અને મઝિમનિકાયમાં પણુ પરકીય ચિત્તને જ મનેાજ્ઞાનના વિષય માન્યો છે. 35 સભવ છે કે જિનભદ્રની ઉક્ત માન્યતામાં ઉપર જણાવેલી વિસંગતિ ઉપરાંત આ પરિબળ પણ કારણુભૂત હોય. જિનદાસગણિ આદિ આચાર્યે જિનભદ્રે કરેલી આ વ્યવસ્થાને અનુસર્યા છે. ૩૬
ક્ષેત્રમર્યાદા મન:પર્યાયના વિષયની ક્ષેત્રમર્યાદા મનુષ્યક્ષેત્ર છે, ખડાગમની પરંપરા આ માટે માનુષાન્તરશૈલ શબ્દ પ્રયેાજે છે. નમિાં મનુષ્યક્ષેત્ર અંગે સ્પષ્ટતા મળે છે કે તેની મર્યાદા ઉપરના ભાગમાં જ્યોતિશ્ર્ચક્રના ઉપરના તલ સુધી છે અને નીચેની તરફ રત્નપ્રભાની નીચે રહેલાં ક્ષુલ્લક પ્રતો સુધી છે. ૩૧ દિગંબર પરંપરાના કેટલાક આચાર્યં માનુષાત્તરશૈલનું એવું અથ*બટન - કરતા હતા કે જેના મનને જાણવાનું છે તે જીવ અને તેણે ચિંતવેલા અર્થા માનુષાત્તરશૈલની અંદરના ભાગમાં હોવા જરૂરી છે, જ્યારે અન્ય કેટલાક આચાર્યાંનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org