________________
૨૨૬
જૈનસંમત જ્ઞાનચર્યા અમને સંખેય ભાગ જુએ છે. 13 (ક) એ રીતે ક્રમશઃ આગળ વધતાં તે ધ્રુવવાદિને જેતે તો છેવટે અવધિની ચરમ સીમાએ પહોંચે છે. 137 પરમાવધિજ્ઞાનીને પરમાણુ, કામણ શરીર અને અગુરુલઘુ દ્રવ્યોને જોવાની શક્તિ હોય છે.13 8 (૬) જાન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ અવધિ :
અવધિના અલ્પતમ પ્રમાણને જઘન્ય અવધિ કહે છે; મહત્તમ પ્રમાણને ઉત્કૃષ્ટ અવધિ કહે છે અને તે બનેની વચ્ચેના અવધિને મધ્યમાવધિ કહે છે.
જઘન્ય અવધિ : આવશ્યક નિયુક્તિ અનુસાર જઘન્ય અવધિનું પ્રમાણ ક્ષેત્રની દૃષ્ટિએ પનક જીવની જઘન્ય અવગાહના જેટલું છે. વખંડાગમકાર આ માટે સૂક્ષ્મ નિગોદ લબ્ધિ અપર્યાપ્ત જીવનું પ્રતીક પ્રોજે139 છે. મંદિ અનુસાર જઘન્ય ક્ષેત્રપ્રમાણ આંગળને અસંખ્યયમો ભાગ છે; વધુમાં ત્યાં જણાવ્યું છે કે, કાળ આવલિકાને અસંખેય ભાગ છે; અને દ્રવ્ય અનંત રૂપી દ્રવ્યો છે. જિનભદ્ર, અકલંક, મલયગિરિ આદિ આચાર્યો નંદિને અનુસર્યા છે. 149 નંદિમાં પર્યાયની બાબતમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ બને માટે અનન્તપર્યાય પ્રમાણ બતાવ્યું છે. હરિભદ્ર સ્પષ્ટતા કરે છે કે, અહીં પ્રત્યેક દ્રવ્યના અનંત પર્યાયે નહિ, પણ આધારભૂત અનંત દ્રવ્યના પર્યાયે સમજવાના છે. મલયગિરિ સ્પષ્ટતા કરે છે કે પ્રત્યેક દ્રવ્યના પર્યાય સંખ્યય કે અસંખ્યય હોઈ શકે છે, 121
જ્યારે જિનભદ્ર પ્રત્યેક દ્રવ્યના ચાર પર્યાયની વાત કરે છે.142 આમ નંદિના ટીકાકારો નંદિગત અનન્ત શબ્દનો સંબંધ પર્યાય સાથે નહીં, પણ દ્રવ્ય સાથે જોડે છે, જ્યારે અકલાકના મતે જઘન્ય પર્યાયપ્રમાણુ વિષયભૂત સ્કંધના રૂપ (વ) આદિ અનંત પર્યાય છે.143 આથી એમ કહી શકાય કે, તેઓ નંદિગત પર્યાયપ્રમાણનું સમર્થન કરે છે.
ઉત્કૃષ્ટ અવધિ :- આવશ્યક નિયુક્તિ અનુસાર અવધિનું ઉત્કૃષ્ટ ક્ષેત્રપ્રમાણ (વિવક્ષિત કાળમાં પ્રાપ્ત થતા) 4A સવબહુ અગ્નિજીવે સવદિશાના જેટલા ક્ષેત્રને વ્યાપ્ત કરે તેટલું અર્થાત અસંખ્યાત લેકપ્રમાણ છે. 145 નંદિમાં કરેલી સ્પષ્ટતા અનુસાર એ પ્રમાણુ અલેકમાં લેકમાત્ર છે. જિનભદ્રને અનુસરીને મલયગિરિ સ્પષ્ટતા કરે છે કે (લેકપ્રમાણે ૧૪ રાજ છે.) અલેકમાં કશું જોવાનું નથી, કારણ કે અવધિ રૂપિદ્રવ્ય વિષયક છે. આથી અલેકગત અવધિ અવધિજ્ઞાનીની સામર્થ્યવૃદ્ધિ સૂચવે છે. અવધિ અલકમાં જેમ જેમ વધતું જાય છે, તેમ તેમ અવધિજ્ઞાની ક્રમશઃ સૂક્ષ્મ, સૂક્ષ્મતર દ્રવ્યોને જેતે જેતે છેવટે પરમાણુને જોવાનું સામર્થ્ય મેળવે છે (અને અવધિની ચરમ સીમાએ પહોંચ્યા પછી અતમુ. દૂતકાળમાં કેવલજ્ઞાનને પ્રાપ્ત કરે છે.)1 +0
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org