________________
૨૧૮
જૈનસંમત જ્ઞાનચર્ચા (૧) અંતગત :
અર્થઘટન : અંતગત અવધિ કાના અંતમાં પ્રાપ્ત થાય છે, તે સંદર્ભમાં નંદિના ટીકાકારોએ તેનાં ત્રણ અથધટને આપ્યાં છે ? આત્મપ્રદેશાંત, દારિક શરીરાત અને ક્ષેત્રાન્ત.
- આમપ્રદેશાંત : મલયગિરિ સ્પષ્ટતા કરે છે કે, અવધિજ્ઞાનનાં સ્પર્ધક વિચિત્ર સ્વભાવવાળાં હોય છે : જેમકે કેટલાંક આત્માના છેડાના ભાગમાં, કેટલાંક આગળ, કેટલાંક પાછળ, કેટલાંક ઉપર, કેટલાંક નીચે, તે કેટલાંક વચ્ચે ઉત્પન્ન થાય છેજિનદાસગણિ અને હરિભદ્રને અનુસરીને તેઓ કહે છે કે, ઉપર્યુક્ત સ્વભાવમાં સ્પર્ધા કે જ્યારે આત્માના છેડાના ભાગમાં ઉત્પન્ન થાય છે, અર્થાત આત્માના એક ભાગથી જ્ઞાન થાય છે, ત્યારે તેને આત્મપ્રદેશની દષ્ટિએ અંતગત અવધિ કહે છે. ૩
દારિક શારીરાત : જિનદાસગણિ અને હરિભદ્રને અનુસરીને મલયગિરિ કહે છે કે, તમામ આત્મપ્રદેશને ક્ષયોપશમભાવ પ્રાપ્ત થયે હેવા છતાં, જ્યારે
દારિક શરીરના એક ભાવથી જ્ઞાન થાય છે, ત્યારે તેને ઔદારિક શરીરાત કહે છે છે. અહીં એક સ્વાભાવિક પ્રશ્ન ઉપસ્થિત થાય છે, જે તમામ આત્મપ્રદેશને
પશમ થયે હેય તે શા માટે એક જ દિશાના પદાર્થને જોઈ શકાય ? ચારેય દિશાના પદાર્થોને કેમ નહિ ? મલયગિરિ એના સમાધાનમાં પશમની વિચિત્રતાને કારણભૂત ગણાવે છે તે ગ્ય છે, કારણ કે આવા પ્રશ્નો અહેતુવાદના હેવાથી તેમાં અન્ય કઈ દલીલને અવકાશ નથી.05
ક્ષેત્રાત : પૂર્વાચાર્યોને અનુસરીને મલયગિરિ કહે છે કે એક દિશામાં પ્રાપ્ત થયેલા અવધિના એક છેડે અવધિજ્ઞાની હોવાથી તે અવધિજ્ઞાનને ક્ષેત્રાન્ત (ક) કહે છે. આમ નંદિના ટીકાકારોએ અંતગત અવધિને વિવિધ રીતે સમજાવ્યું છે,
પ્રભેદે :- નંદિમાં જણાવ્યા અનુસાર અંતગત અવધિ કઈ દિશાને પ્રકાશિત કરે તે સંદર્ભમાં તેના ત્રણ પ્રભેદ છે : પુરતઃ અંતગત, માગતઃ અંતગત અને પાશ્વતઃ અંતગત.
(૧) પુરત: અંતગત : નંદિમાં જણાવ્યા અનુસાર જ્યારે કોઈ પુરુષ દીપક જેવા પ્રકાશક પદાર્થને આગળના ભાગમાં લઈને ચાલે છે ત્યારે તેને પ્રકાશ પુરુષના આગળના જ ભાગને પ્રકાશિત કરતે રહે છે, છે તેમ જે અવધિજ્ઞાન અવધિજ્ઞાનીની આગળની દિશાને જ પ્રકાશિત કરે છે તેને પુરતઃ અંતગત કહે છે. (૨) માર્ગત: અંતગત : ચૂર્ણિકારને અનુસરીને મલયગિરિ માર્ગત ને અથ પાછળ એ કરે છે. 1 નંદિ અનુસાર જેમ દીપક આદિ પ્રકાશક પદાર્થો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org