________________
૨૧૬
જૈનસંમત જ્ઞાનચર્ચા
ત્યાં ત્યાં તેને અનુસરે, તેને આનુગામિક અવધિ કહે છે. મંદિગત નિરૂપણમાં આ જ વિગત અર્થત : ફલિત થાય છે. ૨૦ નંદિમાં કહ્યું છે કે, જેમ એક સ્થળે રહેલા અગ્નિને પ્રકાશ પુરુષને અન્યત્ર સ્થળે અનુસરતા નથી, તેમ જ અવધિજ્ઞાન સ્વ ઉત્પત્તિ સ્થળથી અન્યત્ર ગમન થતાં પુરુષને અનુસરે નહિ, તેને અનાનુગામિક અવધિ કહે છે. 82 પરવતી આચાર્યોએ એનું સમર્થન કર્યું છે. ૭૩ તત્વાર્થ પરંપરાએ આ જ વિગત પ્રશ્નાદેશી પુરુષના ઉદાહરણથી સમજાવી છે 84 નંદિમાં થયેલા નિરૂપણ અનુસાર જે અવધિજ્ઞાન ઉત્પન્ન થયા પછી નષ્ટ થાય છે તે પ્રતિપાતિ છે, જ્યારે જે નષ્ટ થતું નથી તે અપ્રતિપાતિ છે. 8 5 અલંક પ્રતિ. પાતિને વીજળીના ઝબકારા સાથે સરખાવે છે. 8 6 અપ્રતિપાતિ અવધિ નિયમથી આનુગામિક હોય છે, જ્યારે આનુગામિક અવધિ અપ્રતિપાતિ કે પ્રતિપાતિમાંથી ગમે તે પ્રકારનું હોઈ શકે છે, એવી જિનભદ્રે કરેલી સ્પષ્ટતાને આધારે એમ કહી શકાય કે, ઉક્ત બને જ્ઞાનોમાં અનુગમનનું તત્ત્વ સમાન છે, જ્યારે નાશનું તત્ત્વ ભેદક ધર્મ છે. પ્રતિપાતિ અને અનાનુગામિકની ભેદરેખા દેરતાં જિનભદ્ર કહે છે કે, પ્રતિપતિ અવશ્ય નાશ પામે છે, જ્યારે અનાનુગામિક નષ્ટ થયા પછી પુનઃ ઉત્પન્ન થઈ શકે છે ? આ બાબતમાં માલધારી હેમચંદ્રસૂરિ વિશેષ સ્પષ્ટતા કરે છે કે, પ્રાંત પાતિ (ગમે ત્યાં) નષ્ટ થઈને ગમે ત્યાં ફરી ઉત્પન્ન થઈ શકે છે, જ્યારે અનાનુગામિક નષ્ટ થયા પછી પિતાના ઉત્પત્તિ સ્થળે જ ફરીથી ઉત્પન્ન થાય છે, અન્યત્ર નહિ. વળી, તે પિતાના ઉત્પત્તિ સ્થળે નષ્ટ થાય પણ ખરું અને નષ્ટ ન પણ થાય છે તેનું કારણ એ છે કે જે વિશુદ્ધિની હાનિ થાય તે. તે નષ્ટ થાય, પરંતુ જો વિશુદ્ધિ ટકી રહે છે તે નષ્ટ ન થાય.
આવશ્યક નિયુક્તિમાં તીવ્રન્દ દ્વારમાં આનુગામિક, પ્રતિપાતિ આદિ ચારેયને ઉલ્લેખ પદ્ધકના સ્વભાવના સંદર્ભમાં થયેલ છે. ત્યાં કહેવામાં આવ્યું છે કે, જીવ એક સ્પર્ધકને ઉપયોગ કરતે થાય એટલે તે બધાં જ સ્પર્ધા અને ઉપયોગ કરી શકે છે. જિનભદ્ર સ્પષ્ટતા કરે છે કે, જેમ જાળિયાની અંદર રહેલા દીપકના પ્રકાશને નીકળવાનાં સ્થાને હોય છે, તેમ અવધિજ્ઞાનને નીકળવાનાં સ્થાને પદ્ધ કે કહે છે. આનુગામિક આદિ સ્પર્ધા કે પ્રતિપાતિ આદિ સ્વભાવવાળાં હોય છે, જેઓને નીચેના કોષ્ટક દ્વારા સમજાવી શકાય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org