________________
'૧૭૬
જૈનસંમત જ્ઞાનચર્ચા (૭) સાદિ (૮) અનાદિ (૯) સપર્યાવસિત (૧) અપર્યાવસિત :
મૃત સાદિ છે કે અનાદિ, તે અંતવાળું (સપર્યવસિત) છે કે અંતરહિત (અર્થવસિત) , એ દષ્ટિએ આ ચાર ભેદની વિચારણા થવા પામી છે. નદિમાં તેઓનું નિરૂપણ નય, વ્યાદિ અને ભવ્યજીવની દષ્ટિએ થયેલું
છે. 1 2 3
(ક) નયની દષ્ટિએ ઃ વ્યવચ્છિત્તિ નયની દષ્ટિએ શ્રુત સાદિ-સપર્યાવસિત. છે. જ્યારે અવ્યવચ્છિનિયની દષ્ટિએ તે અનાદિ-અવસિત છે. જિનભદ્રાદિ આચાર્યો સ્પષ્ટતા કરે છે કે વ્યવચ્છિત્તિ (પર્યાયાસ્તિક) નયવાદીઓના મત અનુસાર નારક આદિ ભવની અપેક્ષાએ પરિણતિ પામતા જીવની જેમ પર્યાયની અપેક્ષાએ શ્રુત રસાદિસપર્યવસિત છે, જ્યારે અવ્યવચ્છિત્તિ (દવ્યાસ્તિક) નયવાદીઓના મત અનુસાર દ્રવ્યના સંદર્ભમાં ત્રિકાલ સ્થાયી મનાતા જીવની જેમ શ્રત અનાદિઅપર્યાવસિત છે.126
(ખ) દ્રવ્યાદિની દષ્ટિએ –
(૧) દ્રવ્ય : (ક) પુરુષની દષ્ટિએ : એક પુરુષની દષ્ટિએ શ્રુત સાદિસાયવસિત છે, જ્યારે ઘણા પુરુષના સંદર્ભમાં તે અનાદિ–અપર્યાવસિત છે. શ્રુતને અંત આણનારાં કારણોની સૂચિ આપતાં જિનભદ્ર કહે છે કે, દેવલેકગમન, અન્યભવ, મિથ્યાદર્શન, ગ્લાનિ, પ્રમાદ કે કેવળજ્ઞાનની પ્રાપ્તિથી શ્રત સપર્યવસિત બને છે. જિનદાસગણિ આદિ આચાર્યો સપર્યવસિતત ઉપરાંત શ્રતના આદિત્વની પણ સ્પષ્ટતા કરે છે. જેમકે જિનદાસગણિ કહે છે કે એક પુરુષના સંદર્ભમાં પ્રથમ પાઠને લીધે મૃત સાદિ બને છે. હરિભદ્ર કહે છે કે આ સિવાય સમ્યકત્વની પ્રાપ્તિથી પણ શ્રુત સાદિ બને છે. મલયગિરિ પૂર્વાચાર્યોને અનુસરે છે. 12 1
અહીં કે એવી શંકા કરે કે જે શ્રતને જીવથી ભિન્ન માનવામાં આવે તે જ તેને (મુ ) અભાવ (અંત) શકય બને. પ્રસ્તુત શંકાનું સમાધાન કરતાં જિનભદ્ર કહે છે કે, સુનને જીવથી ભિન્ન માનતાં શ્રુતની હાજરીમાં પણ અજ્ઞાન પ્રાપ્ત થવાને પ્રસંગ પ્રાપ્ત થાય છે. તેથી શ્રુતને ભિન્ન માની શકાય નહિ. વળી, શ્રતને જીવથી અભિન્ન માનવા છતાં શ્રતને અંત શકય બને છે, કારણ કે શ્રુત નિયમથી જીવ છે. પરંતુ જીવ નિયમથી ક્ષત નથી. કેમકે તે શ્રુતજ્ઞાની, શ્રુતજ્ઞાની કે કેવળજ્ઞાની હોઈ શકે છે. અહીં જે એવો મુદ્દો ઉઠાવવામાં આવે કે શ્રુતને નિયમથી જીવ માનવાથી શ્રતને નાશ થતાં જીવને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org