SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનસંમત શાનચર્ચા સ્વીકાર્યું છે, જ્યારે જિનદાસગણિ અક્ષરના જ્ઞાનાક્ષર, અભિલાષાક્ષર અને વર્ણાક્ષર એમ ત્રણ ભેદે કરે છે. 1 મલયગિરિએ સરળતાની દષ્ટિએ અક્ષર શ્રતના લધ્યક્ષર અને વર્ણાક્ષર એમ બે ભેદ કરીને સંજ્ઞાક્ષર અને વ્યંજનાક્ષરને વર્ણાક્ષરમાં અંતભૂત કર્યા છે, તે સર્વથા યોગ્ય છે, કારણ કે લધ્યક્ષર ભાવથુત છે, જ્યારે સંજ્ઞા-વ્યંજનાક્ષર વ્યસુત છે.? (ક) લધ્યક્ષર - જિનભદ્ર લધ્યક્ષરના બે અર્થ આપે છે: ઈન્દ્રયમને-- નિમિત્ત મૃતગ્રંથાનુસારી વિજ્ઞાન અને તદાવરણક્ષપશમ. જિનદાસગણિ અને મલયગિરિ પ્રથમ અર્થનો ઉલ્લેખ કરે છે, જ્યારે હરિભદ્ર અને યશોવિજયજી બને અને ઉલ્લેખ કરે છે. ભેદો : લધ્યક્ષરના શ્રેત્ર આદિ પંચ જ્ઞાનેન્દ્રિજન્ય અને મનોજન્ય ભેદ મળી કુલ છ ભેદોને ઉલ્લેખ સર્વ પ્રથમ નંદિમાં જોવા મળે છે. જિનદાસગણિ આદિ નંદિના ટીકાકારે ઉક્ત ભેદોની સમજૂતી આપતાં કહે છે કે, શ્રોત્રેન્દ્રિય શંખને શબ્દ સાંભળીને “આ શંખને શબ્દ છે” એવું શબ્દ અને અર્થનું આલોચનવાળું અક્ષરાનુવિદ્ધ જે જ્ઞાન છે, તે સેન્દ્રિય લધ્યક્ષર છે. મલયગિરિ બીજું પણ એક ઉદાહરણ આપતાં કહે છે કે, ચક્ષુરિન્દ્રિયથી કરી જોઈ ને “આ કેરી છે” એવું જે અક્ષરાનુવિદ્ધજ્ઞાન થાય છે, તે ચક્ષુરિન્દ્રિય લખ્યક્ષર છે. અહીં મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનની ભેદરેખા સ્પષ્ટ કરવી આવશ્યક છે. આ બાબતમાં યશવિજયજી કહે છે કે, ઈહ આદિમાં શબ્દોલ્લેખ થઈ જાય છે, છતાં તે શ્રુતજ્ઞાન નથી, કારણ કે અવગ્રહ આદિમાં સંત સમયે શ્રુતાનુસારિત હોય છે, પણ વ્યવહારકાળે શ્રુતાનુસારિત્વ હોતું નથી. અભ્યાસના કારણે બુતના અનુસરણ સિવાય પણ જ્ઞપ્તિ થતી જોવામાં આવે છે. આથી શ્રુતના અનુસરણ વિનાની ઈન્દ્રિયમને નિમિત નતિ મતિ છે, જ્યારે શ્રુતાનુસારી જ્ઞખિ શ્રત છે. શબ્દાનુયોજના પૂર્વેની જ્ઞપ્તિ મતિ છે, જ્યારે શબ્દાનુજનાયુક્ત જ્ઞપ્તિ શ્રત છે, એવી જે વ્યવસ્થા વિદ્યાનંદે સૂચવી છે, તેનું મૂળ ન દિગત ઉક્ત છ ભેદોમાં જોઈ શકાય. મતિ અને શ્રુતની ભેદરેખા અંગેની વિશેષ વિચારણું પ્રસ્તુત પ્રકરણના અંતમાં છે. વિશેષાવશ્યક ભાષ્યમાં ઉલ્લેખાયેલી પૂર્વગત ગાથાના આધારે એમ કહી શકાય કે પૂર્વમાં શ્રતને શ્રોત્રેન્દ્રિયોપલબિધરૂપ માન્યું છે, જ્યારે નંદિમાં લઇધ્યક્ષરના છ ભેદોને ઉલ્લેખ છે. આથી જિનભદ્રે શોપિલબ્ધિમાં અન્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001590
Book TitleJainsammat Gyancharcha
Original Sutra AuthorN/A
AuthorHarnarayan U Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Research, & Knowledge
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy