SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ મતિજ્ઞાન આલેચન અવગ્રહ છે ૪૦૩ જિનભદ્ર વિશેષ સ્પષ્ટતા કરે છે કે અથવિગ્રહમાં સ્વરૂપ નામ, જાતિ, ગુણ અને ક્રિયા આદિ વિકલ્પથી રહિત અનિર્દેશ્ય સામાન્યનું ગ્રહણ હોય છે. તે પ્રસ્તુત સ્પષ્ટતા ઉપર, સંભવ છે, જેનેતરદાનસંમત નિવિકલ્પ પ્રત્યક્ષના લક્ષણની અસર હોય તેમ જણાય છે. જિનદાસગણિ આદિ આચાર્યોએ જિનભટ્ટે આપેલા લક્ષણનું સમર્થન કર્યું છે 30 5 પૂજ્યપાદ આદિએ આપેલા ઉદાહરણ અનુસાર કોઈ માણસ દૂર રહેલી બગલીને જુએ છે ત્યારે વિષય અને વિષયને સંનિપાત થતાં તેને પ્રથમ દર્શન થાય છે અને તે પછી આ ગુલ રૂપ છે એ જે બોધ થાય છે તે ચક્ષુરિન્દ્રિય અર્થાવગ્રહ છે. ૦ ૦ આ જ રીતે અન્ય ચાર જ્ઞાનેન્દ્રિય અર્થાવગ્રહ સમજી શકાય. મનના અર્થાવગ્રહની બાબતમાં જિનદાસગણિને અનુસરીને મલયગિરિ સ્પષ્ટતા કરે છે કે, મનના બે વિભાગ છે : દ્રવ્યમન અને ભાવમન, જીવને મનન વ્યાપાર ભાવમન છે, જ્યારે મોગ્ય પરિણતદ્રવ્યો દ્રવ્યમાન છે. જ્ઞાનચર્ચામાં ભાવમન અભિપ્રેત છે, અલબત્ત ભાવમનથી દ્રવ્યમનનું ગ્રહણ આપોઆપ થઈ જાય છે. 101 ઉપકરણેન્દ્રિયની મદદ સિવાય ઘટાદિ અર્થને અનિર્દેશ્ય ચિંતનબંધ મનને અર્થાવગ્રહ૪૦ ક છે. જિનદાસગણિ ઉદાહરણ દ્વારા ઉક્ત વિગતને સ્પષ્ટ કરે છે કે, જાગૃતિના પ્રથમ સમયે થતું સ્વપ્નનું અવ્યક્ત સંવેદનનો ઈન્દ્રિય અર્થાવગ્રહ છે.109 વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહની ભેદરેખા સ્પષ્ટ કરતાં પૂજ્યપાદ કહે છે કે, પુદ્ગલેનું અવ્યક્ત ગ્રહણ વ્યંજનાવગ્રહ છે. જયારે તેઓનું વ્યક્તિગ્રહણ અથવગ્રહ છે અકલંકે એનું સંથન 10 કર્યું છે. વિદ્યાનંદે પણ વ્યંજનાવગ્રહ અસ્પષ્ટ છે, જયારે અર્થાવગ્રહ સપષ્ટ છે, એમ કહીને એનું સમર્થન કર્યું છે. 11 પરંતુ ધવલાટીકાકાર અસ્પષ્ટ ગ્રહણને વ્યંજનાવગ્રહનું લક્ષણ માનતા નથી. તેમના મતે પ્રાપ્ત અર્થનું ગ્રહણ વ્યંજનાવગ્રહ છે. જ્યારે અપ્રાપ્ત અર્થનું ગ્રહણ અર્થાવગ્રહ છે 312 એ અંગેની સ્પષ્ટતા પૂર્વે થઈ ગઈ છે. 318(ક) નંદિ અને વિ૦ ભાષ્ય વચ્ચેના ગાળામાં અર્થાવગ્રહ અંગે પ્રાપ્ત થતી વિભિન્ન વિચારણાઓને સુધારીને જિનભદ્ર વ્યવસ્થિત કરી છે, જેમ કે (ક) જિનભકે ચિત્ કહ્યા સિવાય ઉધૃત કરેલા પૂર્વ પક્ષના આધારે એવું અનુમાન કરી શકાય કે કેટલાક આચાર્યો અવગ્રહમાં વિશેપગ્રહણ મોકલતા હતા અને પિતાના સમર્થનમાં તે કાન્ત માહેત એ નંદિગત સૂત્રખંડ ઉદ્ભૂત કરતા હતા. પ્રસ્તુત પૂપલનું સમાધાન કરતાં જિનભદ્ર કહે છે કે (૧) નંદિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001590
Book TitleJainsammat Gyancharcha
Original Sutra AuthorN/A
AuthorHarnarayan U Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Research, & Knowledge
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy