________________
ભૂમિકા
વર્તવું નહિ કે પ્રતિનાયક પ્રમાણે (રાવણાદિની જેમ),” એ માર્યો જશે. વિક્રમ રાજા મોં ખોલીને નાગને પેટમાં શાંતિ મળે માટે પ્રવેશવા દે એવી વિક્રમની વાર્તા પ્રસિદ્ધ છે તો તે વર્ણન ચાલે, પણ વિક્રમ હનુમાનજીની માફક એક કૂદકે સાગર પાર કરી ગયા એવું વર્ણન શ્રદ્ધા જન્માવે નહિ !
બધે જ પ્રકૃતિ=સ્વભાવનું અનુસરણ કરવું. દેશ, કાળ, વય, જાતિ વગેરે વિશે જે જે પ્રસિદ્ધ વેષ, વ્યવહાર વગેરે હોય તેને યોગ્ય રીતે કવિએ નિરૂપવાં, નહિ તો રસદોષ આવી જશે.
આ બધાંનાં સંખ્યાબંધ ઉદાહરણો હેમચન્દ્ર વિવેકમાં ટાંકે છે.
આ ઉપરાંત હેમચન્દ્ર પદગત, વાચગત, ઉભયગત અને અર્થગત દોષો પણ વિચારે છે. રસદોષોની ચર્ચામાં તેમણે મુખ્યત્વે ધ્વન્યાલોક તથા લોચનનો આધાર લીધો છે. કાવ્યપ્રકાશમાંથી પણ પ્રેરણા મેળવી છે.
૩૫
પ્રથમ સૂત્રની ચર્ચા પર ધ્વન્યાલોક ૧/૪, ૩/૧૭-૧૯ વગેરે તથા તેના ઉપરના લોચનનો પ્રભાવ સ્પષ્ટ છે. આનંદવર્ધને પ્રબંધની રસવ્યંજકતાના સંદર્ભમાં આ ચર્ચા સમાવી છે. લોચનમાંથી કેટલીક પંક્તિઓ અને મૂળ ધ્વન્યાલોકની પંક્તિઓની ભેળસેળ આચાર્ય કરી લે છે. જેમ કે, ધ્વન્યા ૧-૪માં ‘વાવ્યત્વ દિ ન ચ સર્વત્ર તેનું સ્વ-શધ્વનિવેવિતત્ત્વમ્' સ્વીકારીને વિવેક(પૃ.૧૦૫, એ જ)માં હેમચન્દ્ર થોડું ઉમેરીને વાંચે છે - યથા-દ્વિત્રમ્ય. (પૃ. ?૦૪) કૃતિ । “અન્નાનુભાવ-વિભાવबोधनान्तरमेव तन्मयीभवन युक्त्या तविभावानुभावोचित-चित्तवृत्ति-वासनानुरञ्जित स्व-संविदानन्दचर्वणा-गोचरोऽर्थात्माभिलाष-चिन्तौत्सुक्यनिद्रा ग्लानि-आलस्य श्रम- स्मृति-वितर्कादि-शब्दाभावेऽपि સ્ફુરત્યેવ !” લોચનમાં ‘ોપોડો રસાત્મા’ એવા શબ્દો છે જે વધારે સ્પષ્ટ રીતે અર્થ આપે છે. આશય એ છે કે, ‘શ્રિમ્પ’. વગેરે ઉદાહરણમાં અભિલાષ, ચિત્તા, ઔત્સુક્ચ વગેરેના નામોલ્લેખ વગર પણ વિભાવાનુભાવના ગ્રહણથી, તન્મયીભવનના બળથી રસ સૂચવાય છે.
ફરી પાછા હેમચન્દ્ર ધ્વન્યા. ૧/૪ નો દોર પકડી રસના સ્વશબ્દાભિધેયત્વની નિષ્ફળતા ચર્ચે છે. વળી લોચન તરફ વળે છે. આમ ધ્વન્યાલોક મૂળ અને લોચનના પાટા અવારનવાર આચાર્ય બદલ્યા કરે છે. રસાદિ સદા સર્વદા વ્યંગ્ય જ છે એ વાત આચાર્યને ગ્રાહ્ય છે તેથી (વિવેક
પૃ. ૧૫૯, એજન) ઉદ્ભટનો વિચાર તેઓ તિરસ્કારે છે. “તેના રસવશિતસ્વષ્ટશુરવિરસર્ચ' એવો પાઠ હેમચન્દ્ર વાંચે છે, જે G.O.S. આવૃત્તિ ‘૩૧, જેમાં તિલકની ‘વિવૃત્તિ’ છે, તે પ્રમાણે છે. બેનટ્ટી આવૃત્તિ, ‘૨૫, પૂનામાં ઇન્દુરાજની લઘુવૃત્તિ છપાઈ છે પણ તેમાં “શુારવિરસોવય” એવો પાઠ છે તે અપ્રતીતિકર જણાય છે. આમ ફરી હેમચન્દ્ર ઉત્તમપાઠ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org