________________
કાવ્યાનુશાસન
અંતર્ભાવ જાણવો. તે સિવાયના (કોઈકે ગણાવેલા જેવા કે) દંભનો અવહિત્યમાં, ઉદ્વેગનો નિર્વેદમાં, ક્ષુધા, તૃષ્ણા વગેરેનો ગ્લાનિમાં અંતર્ભાવ જાણવો. આવું બીજું પણ વિચારી લેવું. આટલા જ સહચારી (=વ્યભિચારી) ભાવો વિશે, આટલી જ અવસ્થાઓમાં, કે જે પ્રયોગોમાં દર્શાવાય છે, તેમાં સ્થાયી ચર્વણાને યોગ્ય બને છે.
૨૮
સળંગ સૂત્ર ૪૬ થી (સૂત્ર ૨/૨૧ થી ૨/૫૨) સૂત્ર ૭૮ સુધી આ વ્યભિચારી ભાવોના વિભાવ, અનુભાવ વગેરે આચાર્ય ભરતને અનુસરીને સોદાહરણ દર્શાવે છે.
સાત્ત્વિક ભાવ :- (સળંગસૂત્ર ૭૯=) સૂત્ર ૨/૫૪માં આચાર્યશ્રી આઠ સાત્ત્વિક ભાવો ગણાવે છે જેમ કે, સ્તમ્ભ, સ્વેદ, રોમાંચ, સ્વરભેદ, કંપ, વૈવર્ણ, અશ્રુ અને પ્રલય.
હેમચન્દ્રે સાત્ત્વિક ભાવોનું જે નિરૂપણ કર્યું છે, તે અંગે અમારા ગુરુ ડૉ. શ્રી. કુલકર્ણી સાહેબે “Outline of Abhinava Gupta's aesthetics' નામના ગ્રંથમાં વિશદ ચર્ચા કરી છે. આપણે હેમચન્દ્રના નિરૂપણને થોડા વિસ્તારથી તપાસીશું. હેમચન્દ્રે વિવેકમાં પણ આ ચર્ચા કરી છે.
અલંકારચૂડામણિમાં હેમચન્દ્ર નોંધે છે કે, સીવૃતિ સ્મિમ્મન વૃતિ વ્યુત્વત્તે: સત્ત્વગુણોત્વર્થાત્ સાધુત્વાવ્ય પ્રાળાભ વસ્તુ સત્ત્વ તંત્ર મવા: સાત્ત્વિા: । અર્થાત્, “આમાં મન ડૂબે છે (બેસે છે, ગોઠવાય છે) એ વ્યુત્પત્તિથી, સત્ત્વગુણના ઉત્કર્ષથી તથા, સાધુત્વને કારણે પ્રાણરૂપ વસ્તુ તે સત્ત્વ, તેમાં જે જન્મે છે તે થયા “સાત્ત્વિક”. આ સાત્ત્વિક ભાવો જેનું બાહ્ય જડ રૂપ જોવા મળે છે, જેમ કે, અશ્રુ વગેરે, તે બાહ્ય રૂપથી ખરેખર જુદા છે અને ખરેખર તો પ્રાણમય ભૂમિકા ઉપર ફેલાતા રત્યાદિ-સંવેદન-વૃત્તિવાળા છે. રત્યાદિગત વિભાવ કે જે અતિચર્વણાનો વિષય બને છે, તેનાથી આ ભાવો આવિર્ભાવ પામે છે અને અનુભાવો દ્વારા તે ગમ્યમાન-અનુમિત થાય છે.
આ રીતે પૃથ્વીનો ભાગ-પાર્થિવતા જેમાં પ્રધાન છે એવા પ્રાણતત્ત્વમાં સંક્રાન્ત થતો ચિત્તવૃત્તિનો સમૂહ તે થયો “સ્તંભ”, કહેતાં ચેતનાનું સ્તંભિત થવું—જલતત્ત્વના પ્રાધાન્યમાં બાષ્પ કહેતાં “અશ્રુ” સાત્ત્વિક ભાવ પ્રાપ્ત થાય છે. તેજસ-તત્ત્વના પ્રાધાન્યમાં, પ્રાણતત્ત્વની નિકટતા હોવાથી તીવ્ર અને અતીવ્ર એમ બે રીતે પ્રાણ પ્રવર્તિત થાય છે તેથી બે પ્રકારના આવિર્ભાવ આવે, તે છે. ‘સ્વેદ’ અને ‘વૈવર્ણ’. તેને હેતુ બનાવીને તે તે પ્રકારનો વ્યવહાર થાય છે. “આકાશના’ પ્રવર્તિત થવાથી અચેતનતા તે પ્રલય; વાયુતત્ત્વના સ્વાતંત્ર્યમાં પ્રાણનો મંદ, મધ્ય તથા ઉત્કૃષ્ટ આવેશ થવાથી ત્રણ સાત્ત્વિક ભાવો જેવા કે, રોમાંચ, વેપથુ અને સ્વરભેદ પ્રાપ્ત થાય છે. આવું ભરતને જાણનારા માને છે એમ આચાર્ય નોંધે છે.
બાહ્ય શરીરધર્મરૂપ સ્તંભ વગેરે સાત્ત્વિકો તે અનુભાવો છે. આ બાહ્ય સાત્ત્વિકો વાસ્તવમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org