________________
૧ ૬
કાવ્યાનુશાસન તેવાં કારણોથી “ગૌણી” વૃત્તિનો લક્ષણાથી સ્વતંત્રવૃત્તિરૂપે સ્વીકાર કર્યો છે. વાસ્તવમાં ગૌણી હો કે લક્ષણા, બન્નેમાં કોઈ ને કોઈ સંબંધથી મુખાર્થનો બાધ અને અમુખાર્થનું ગ્રહણ જ અભિપ્રેત છે એટલે “ગૌણીને લક્ષણાના જ પેટાભેદ તરીકે સ્વીકારવી એ જ યોગ્ય છે. ગૌણીને લક્ષણામાં અંતર્ભાવિત કરવાની પૂરી ક્ષમતા હોવા છતાં તેને સ્વતંત્ર વૃત્તિ તરીકે સ્વીકારવામાં, સિવાય કે ગૌરવદોષ, કોઈ વાત સિદ્ધ થતી નથી. અસ્તુ. હેમચન્દ્ર “ગૌણી”નો જે ખ્યાલ બાંધ્યો છે તે નીચે પ્રમાણે છે. વાસ્તવમાં આ ગૌણીનાં ઉદાહરણો “ગૌણીલક્ષણા” અને “લક્ષણલક્ષણા''માં સમાઈ જાય છે એ નિર્વિવાદ છે.
સૂત્ર ૧-૧૭માં તેઓ જણાવે છે કે, “મુખ્યાર્થનો બાધ થતાં નિમિત્ત હોતાં, (= “તદ્યોગ હોતાં) અને પ્રયોજન હોતાં ભેદ અથવા અભેદ દ્વારા આરોપિત અર્થ તે છે ગૌણ અર્થ”.
અહીં “= તદ્યોગ માટે આચાર્યે “નિમિત્ત” શબ્દ પ્રયોજયો છે એ સ્પષ્ટ છે. તેઓ નોંધે છે કે “નર્વાહીશ:” અને “ૉરેવાડથ{" વગેરેમાં, મુખાર્થનો અર્થાત્ “ગૌ' એટલે “સાસ્ના” કહેતાં ગળાની ગોદડી વગેરેથી યુક્ત પ્રાણીવિશેષ, એવા “ગૌ” શબ્દના મુખાર્થનો પ્રત્યક્ષ વગેરે પ્રમાણથી બાધ થતાં = એટલે કે “વાહીક” કહેતાં માલ ઉપાડનારો મજૂર તો આપણને ચોખ્ખી નજરે માણસ જ દેખાય છે, તેથી તેને જ્યારે કોઈ “સાવ, બળદિયો છે !” એવું કહે ત્યારે પ્રત્યક્ષપ્રમાણથી તેનું બળદિયાપણું બાધિત થયું કહેવાય - ત્યારે સાદશ્યના સંબંધથી, એટલે કે બળદમાં અને આ મજૂરમાં કામ કરવાની એક સરખી ધીમાશ, પોતાની સૂઝનો અભાવ વગેરે સરખા ધર્મો હોવાને કારણે જે “સાદશ્ય” સંબંધ બંધાયો તેને કારણે, મજૂરને “બળદ” કહ્યો. હવે તેવું કહેવા પાછળ પ્રયોજન–ગો વ્યક્તિ અને વાહીક વ્યક્તિ વચ્ચેનું સાદૃશ્ય સૂચવવું, તેની પ્રતીતિ કરાવવી—એ રૂપે રહેલું છે. આ માટે આરોપ્ય વિગત–વાહીક, અને આરોપ્રમાણ વિગત ગો-વ્યક્તિ એ બન્નેનો સ્પષ્ટ રૂપે જુદા જુદા શબ્દોથી નિર્દેશ કરવો તે થયો “બેન માપ:” તેમાં આરોપનો વિષય વાહીક-વ્યક્તિ અને આરોપ્યમાણ વિષયી ગો-વ્યક્તિ બન્નેનો સ્પષ્ટ નિર્દેશ છે. ક્યારેક “રેવાડ જૂ”—“આ તો બળદ છે બળદ !” એવા વિધાનમાં ગો-વ્યક્તિ કે જે આરોપ્યમાણ વિષયી છે તેનો નિર્દેશ તો છે, પણ “વાહીક” વ્યક્તિનો નિર્દેશ નથી. જો કે, “આ” એવો મોઘમ નિર્દેશ તો છે અને તેને સુધારવા આપણે, “સાવ બળદિયો છે બળદિયો !” એવું વિધાન પણ બનાવી શકીએ. તો આ પ્રકારનો નિર્દેશ તે -બેફ્ટ થી કરેલો નિર્દેશ ગણાય. હવે આવા નિર્દેશ પાછળનું પ્રયોજન એટલું જ કે આ મજૂરમાં ગો-વ્યક્તિ જેવી જડતા, બુદ્ધિમાંઘતા વગેરે ધર્મો એકસરખી રીતે હાજર છે.
અહીં વિષય ઉપર વિષયીનો એટલે કે વિષયના અર્થનો આરોપ થાય છે જે વાસ્તવમાં તેવો નથી, કેમ કે પ્રત્યક્ષપ્રમાણથી આપણે વાહક | મજૂર | વ્યક્તિને શિંગડા, સાસ્ના વગેરે વાળો બળદિયો તો કેમ કરીને કહી શકીએ ? તેથી જે તેવો નથી – ‘તથાભૂતઃ' તેને તેવો ‘તથાભૂત:'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org