________________
કાવ્યાનુશાસન
છે. અનુગામીઓમાં હેમેન્દ્ર કવિકષ્ઠાભરણમાં જુદી માહિતી સાથે આ વિષયની ચર્ચા કરે છે, જ્યારે હેમચન્દ્ર આ ત્રણે પ્રકરણોને કાવ્યાનુશાસનની ટીકા(=વિવેક)માં સમાવે છે.” (પૃ. ૨૦૯, કી.મી., આવૃત્તિ એ જ).
આપણે રાજશેખર અને આચાર્ય હેમચન્દ્રના પ્રયત્નોની તુલનાત્મક સમીક્ષા અહીં વિચારીશું. આચાર્યે નોંધ્યું હતું (કા.શા૨/૧) કે, કાવ્યવિદોના શિક્ષણ | શિક્ષાથી, કાવ્ય વિશે પુનઃ પુનઃ પ્રવૃત્તિ કરવી તે થયો “અભ્યાસ'. આથી “શિક્ષા” અથવા “શિક્ષણ' એ શું વિગત છે તેની ચર્ચા કરતાં આચાર્ય કાવ્યાનુશાસન /૬૦માં જણાવે છે કે, સતોડણનિબન્ધ: મતો નિબન્ધઃ એ થયો નિયમ'; છાયાઘુનીવરાયશ્ચ શિક્ષા :- એટલે “શિક્ષા”. અર્થાત્ (કુદરતમાં) હોવા છતાં વસ્તુનું નિરૂપણ ન કરવું, ન હોવા છતાં કરવું, અમુક જ સ્થળ, સમયે અચૂક વિગતનું નિયંત્રણ કરવું, છાયા અને ઉપજીવન વગેરે અંગે માહિતી તે થયું શિક્ષણ. “છાયા' એટલે એક કવિની કૃતિનું બીજા કવિની કૃતિ સાથે સામ્ય જે બિંબ-પ્રતિબિંબ જેવું, ચિત્રમાં દોરેલી આકૃતિ જેવું - આલેખ્યપ્રખ્ય, બે સરખી આકૃતિવાળા મનુષ્યો જેવું તુલ્યદેહિતુલ્ય; કે પારકા નગરમાં કરાતા પ્રવેશ જેવું - પરપુરપ્રવેશપ્રતિમ, હોઈ શકે. આ અનુગામી કવિએ પુરોગામી કવિ ઉપર રાખેલા આધારરૂપ ‘૩૧ળીવન' - છે. પારકાની કવિતાની છાયા કહેતાં શોભાનો આશ્રય લઈને પોતાની રચના કરવી તે. “આદિ' શબ્દ સૂત્રમાં પ્રયોજાયો છે તે દ્વારા પદ, પાદ (શ્લોકનું ચરણ) વગેરે સંબંધી બીજા કાવ્ય વિશેનું “ઉપજીવન” જાણવું. વળી, “આદિ દ્વારા સમસ્યાપૂરણ વગેરે રૂપ પ્રવૃત્તિ (drills) પણ શિક્ષા'નો ભાગ બને છે. આપણે નોંધીશું કે, આચાર્યો આ એક જ મુદ્દા-વિશિક્ષા માં “કાવ્યહરણ' અને “કવિસમય” એ બન્ને મુદ્દાઓનો સમાવેશ કર્યો છે.
એક વિગત સ્પષ્ટ છે કે, આ સમગ્ર ચર્ચામાં હેમચન્દ્ર રાજશેખર ઉપર મોટો આધાર રાખે છે, તથા અંશતઃ ક્ષેમેન્દ્રનો પણ ઉપયોગ કરે છે. આચાર્ય જે તે વિગતની વિસ્તૃત ચર્ચા ‘વિવેક'માં કરે છે પણ રાજશેખર સાથેની તુલનામાં આચાર્યની વ્યવસ્થા થોડી ઊણી ઊતરે છે. આ ચર્ચા થોડી વિસ્તારથી કરીશું, જેમ કે, (પૃ. ૩૮, આ. એ જ) વિવેકમાં તેઓ નોંધે છે -છાયા રૂતિ | 3.થર્થી તદુપનીને વિપ્રતિવિવતુચતયા | Jથા – તે પાતુ (૭–૩ર-શ્લોક વિવેક) યથા - નર્યાન્તિ નીત્તUJo (શ્લોક ૩૪ વિવેક ) યોદ્દ – અર્થ: ર પર્વ (શ્લોક છે. બી. એ. ૨૨) રાજશેખરમાં ‘યવાદ'-ને સ્થાને “યથા' છે. એ સિવાયનું અક્ષરશઃ એકરૂપ છે. પણ મૂળ મુદ્દો એ છે કે, જેમ રાજશેખરમાં શબ્દહરણની સહુ પ્રથમ શાસ્ત્રશુદ્ધ ચર્ચા આવે છે એને બદલે હેમચન્દ્ર અર્થહરણથી આરંભ કરે છે. ત્યાં પણ સહુ પ્રથમ લક્ષણ બાંધ્યા વગર તેઓ પહેલાં ઉદાહરણો આપીને છેલ્લે લક્ષણ આપે છે. રાજશેખરે કાવ્યહરણના ચારે મુખ્ય પ્રકારોના જે અવાન્તર ભેદો આપ્યા છે તે સૂક્ષ્મતા પણ હેમચન્દ્ર જાળવતા નથી.
પ્રતિબિંબકલ્પની સંક્ષેપમાં ચર્ચા કર્યા પછી હેમચન્દ્ર (પૃ.૧૪, આ. એ જ) વિવેકમાં નોંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org