________________
ભૂમિકા
અલંકારચૂડામણિ'માં કરી. આ નામાભિધાન ફક્ત અધ્યાયોની પુષ્પિકાઓમાં જ વાંચવા મળે છે એટલે, પૂ. રસિકભાઈ અનુમાન કરે છે કે, કદાચ આ સ્વપજ્ઞટીકાનું નામાભિધાન ગ્રંથકારે પાછળથી કર્યું હશે.
આ સાથે “વિવેક' એ એમની “બૃહતી ટીકા ગણી શકાય. આચાર્ય એને જ્યારે ‘ાવ્યાનુસારનાથે વિવે:' એમ કહે છે, ત્યારે એ સ્પષ્ટ થાય છે કે, આચાર્યશ્રી મૂળ સૂત્રો અને અલંકારચૂડામણિને ભેગાં મળીને “કાવ્યાનુશાસન' કહેતા જણાય છે. વૃત્તિ એટલે કે “અલંકારચૂડામણિ'માં કાવ્યાનુશાસન “પ્રત’ વિસ્તારાય છે, જ્યારે “વિવેક'માં તે “પ્રવિત’ - વિશેષ રીતે વિસ્તારાય છે. વિવેકના મંગલમાં આ જ વાત ફરી કહેવાઈ છે કે જે કાંઈ પહેલાં લખાયેલું, આરંભાયેલું છે તેનું વિવરણ કરવા વિવરિતું વદ્ દબૈ” અને “ક્યાંક નવું ઉમેરવા - “નવું સંમિતું સ્વરિત્' આ“વિવેક'ની રચના થઈ છે. આ રીતે એ તો બહુ સ્પષ્ટ છે કે, અલંકારશાસ્ત્રમાં એમના સમય સુધી પ્રવર્તેલી સઘળી વિચારપરંપરાઓની વિશદ રજૂઆત અને તેમાંના કેટલાક અંશોનો વિસ્તાર | સંકોચ તથા પરિમાર્જન આચાર્યશ્રીને અભિપ્રેત છે. આથી કાવ્યાનુશાસન આનંદવર્ધનની તથા ભગવાન આદિ-શંકરાચાર્યજીની પ્રસન્ન લખાણશૈલીમાં રચાયેલો, માહિતીપ્રદ મૂળ ગ્રંથ બની રહે છે, અને વિવેક' એ અભિનવગુપ્ત, કુન્તક, મહિમભટ્ટ કે એવા મૂર્ધન્ય આલંકારિકોના વિચારોનું દોહન | વિમર્શ કરતો અત્યંત પાંડિત્યપૂર્ણ અંશ બની રહે છે, જેને આપણે ઉત્તરવર્તી અપ્પય્યદીક્ષિતજી તથા પંડિત જગન્નાથના ગ્રંથો સાથે મૂકી શકીએ.
અલંકારચૂડામણિમાં ઉદાહરણ તરીકે ૭૪૦ શ્લોકરન્નો ઉદ્ધત કરાયાં છે તથા અન્ય ગ્રંથો તથા ગ્રંથકારોના ૬૭ સંદર્ભો પ્રાપ્ત થાય છે, જ્યારે વિવેકમાં ૬૨૪ ઉદાહરણ-શ્લોકો તથા અન્ય ૨૦૧ શાસ્ત્રીય સંદર્ભો મળીને કુલ સંખ્યા ૧૬૩૨ની થાય છે. અલંકારચૂડામણિ અને વિવેકમાં ૫૦ ગ્રંથકારોનો નામોલ્લેખ છે અને ૮૧ ગ્રંથોનો નામોલ્લેખ પ્રાપ્ત થાય છે. પ્રો. પરીખ અને પ્રો. કલકર્ણીએ નામોલ્લેખ ન હોય તેવાં ઉદાહરણો વગેરે સ્થળોએ કર્તા | કૃતિના સગડ મેળવવા સ્તુત્ય પ્રયાસ કર્યા છે, છતાં હજુ એમણે બાકી રાખેલા સંદર્ભોના સગડ પણ, ખાસ કરીને ભોજના સરસ્વતીકંઠાભરણ, મહિમાના વ્યક્તિવિવેક આદિમાંથી મેળવી શકાય તેમ છે જેને માટે અહીં આપણે પ્રયત્ન મોકૂફ રાખીશું. જોકે, જ્યાં ધ્યાનમાં આવ્યું ત્યાં અમે અનુવાદમાં જે તે શ્લોકની નીચે કૌંસમાં આવા સંદર્ભો ઉમેરવાનો પ્રયાસ કર્યો છે. છતાં, આ વિગત જુદો પ્રયત્ન માગી લે છે એ નિર્વિવાદ છે.
વાસ્તવમાં આચાર્યશ્રીનો આ ત્રિસ્તરીય ગ્રંથ અનેક ગ્રંથોના સ્વારસ્ય | ઉદ્ધરણના આકરરત્નાકર-જેવો છે અને અનેક નદીઓનાં જળ સંઘરવા છતાં જેમ મહાસાગરનું નિજી વ્યક્તિત્વ છે તેવું આચાર્યશ્રીના આ આકરગ્રંથ વિશે કહી શકાય. અહીં તહીં વિચારોના વિમર્શ, વિસ્તાર | સંકોચ, પરિવર્તન | સંશોધનમાં જ તેમની પ્રતિભાનાં આપણને દર્શન થાય છે. એકલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org