________________
સમર્પણ....
પ્રસ્તુત ગ્રંથ અમે,
"सदा हृदि वहेम श्रीहेमसूरेः सरस्वतीम् ।
सुवत्या शब्दरत्नानि ताम्रपर्णी जिता यया ॥" (૨નો જન્માવતી) તામ્રપર્ણ જેનાથી જિતાઈ છે એવી શ્રી હેમસૂરિની શબ્દરત્નો જન્માવતી સરસ્વતીને અમે સદા હૃદયમાં ધારણ કરીએ છીએ'–આવા ‘વિત્નસર્વ' આચાર્ય શ્રી હેમચંદ્રને સમર્પિત કરીએ છીએ. વાસ્તવમાં જે એમનું છે એ જ એમને સમર્પિત કર્યું છે, કેમકે, અમે તો “જિગ્નન'' છીએ !
અને બર્બરકજિષ્ણુ, ત્રિભુવનગંડ, સિદ્ધરાજ જયસિંહદેવ, પુરાણ-પાટણનરેશને આ ગ્રંથ સમર્પિત કરીએ છીએ કેમકે, શૂરવીરતા પોષવા સાથે તેમણે “સિદ્ધહેમ-શબ્દાનુશાસન' નામે મહાન ગ્રંથને હાથી ઉપર આરૂઢ કરી સબહુમાન નગરયાત્રા કરાવી અને વિદ્વાનો તથા વિદ્વત્તાની પણ કદર કરી...
અને
મારા વહાલા વતન પાટણને, જેની ધૂળથી મારા માતા-પિતા, દાદા-દાદી, નાના-નાની, ફોઈ-ફૂવા, મામા-મામીઓ, કાકા-કાકી, મારાં બેન, મારા મામા-કાકા-ને ઘેર જન્મેલાં ભાઈબહેનો, મારાં પત્નીના વડીલો, આત્મીયજનોનો પિંડ બંધાયો; જેની ધૂળમાં હું બાળપણમાં ખેલ્યો, જ્યાં મારા નાગરબંધુઓ વસે છે...
અને હાલા પાટણવાસીઓને–પાટણમાં રહીને તમામ જ્ઞાતિ, ધર્મ, લિંગ તથા સંસ્કાર શોભાવતા સહુને સપ્રેમ, સાદર સમર્પિત.
ગુણાનુરાગી તપસ્વી નાન્દીનાં
વંદન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org