________________
૧૧૦
કાવ્યાનુશાસન
હેમચન્દ્ર (સૂત્ર ૮૪માં) ગેય પ્રભેદ નીચે ડોમ્બિકા, ભાણ, પ્રસ્થાન, શિંગક, ભાણિકા, પ્રેરણ, રામાક્રીડ, હલ્લીસક, રાસક, ગોષ્ઠી, શ્રીગદિત, તથા રાગ-કાવ્ય એમ બાર પ્રકારોનો ઉલ્લેખ કરે છે અને આચાર્યશ્રી વૃત્તિમાં નોંધે છે કે, “પદાર્થોભિનયના સ્વભાવવાળાં “ડોમ્બિકા' વગેરે રૂપકો ચિરંતનોએ કહ્યાં છે (પૃ. ૪૪૫, ત્યાં જ). ઉપરૂપક' એવો શબ્દપ્રયોગ આચાર્યશ્રી કરતા નથી. ચિરંતનો' એ કોણ એ પણ તેઓ જણાવતા નથી, પણ ઉપરનો અભિનવભારતીનો સંદર્ભ ધ્યાનમાં રાખીએ તો અહીં “કોહલ” અને તેવા બીજા પ્રાચીન નાટ્યશાસ્ત્રીઓ અભિપ્રેત હોઈ શકે. આપણે આ ગેય રૂપકો – ઉપરૂપકો – ના સ્વભાવનો આચાર્યશ્રી પ્રમાણે પરિચય કેળવીએ તે પહેલાં આ નાટ્યપ્રકાર અંગેનો થોડો પૂર્વ-ઇતિહાસ જાણી લઈશું. ડૉ. રાઘવને પોતાના ગ્રંથ શૃંગારપ્રકાશમાં Bhoja and Nat yasastra” એ પ્રકરણ(નં xx, પૃ ૫૦૩, આ. ૬૩)માં આ મુદ્દાની ચર્ચા કરી છે, પણ આશ્ચર્ય એ વાતનું છે કે, ડૉ. રાઘવને હેમચન્દ્રના અનુગામી રામચન્દ્ર / ગુણચન્દ્રના નાટ્યદર્પણ'નો વિચાર કર્યો છે, પણ કાવ્યાનુશાસન અથવા આચાર્ય હેમચન્દ્રનો ઉલ્લેખ આપ્યો નથી. ડૉ. દે તથા ડૉ. કાણેના પૂર્વગ્રહો પ્રસિદ્ધ છે. કદાચ એમનાથી પ્રભાવિત ડૉ. રાઘવને પણ હેમચન્દ્ર તરફ પૂર્વગ્રહગ્રસ્ત માનસ ધરાવ્યું હોય તે શક્ય છે. આપણે પૂર્વગ્રહમાત્રનો અનાદર કરીએ છીએ.
- ડૉ. રાઘવને જણાવ્યું છે કે, ઉપરૂપકોના (પૃ. ૫૪૫, એજન) સહુ પ્રથમ સગડ અભિનવભારતીમાં પ્રાપ્ત થાય છે. પણ એમણે એ નથી જણાવ્યું કે, અભિનવગુપ્ત પણ ઉપરૂપકોની કોઈ વિગતે માંડીને સ્વતંત્ર ચર્ચા કરી નથી પણ કોહલના મતના નિર્દેશ દરમ્યાન જ આ વાત કરી છે. આથી ઉપરૂપકોનો પ્રકાર કોહલાદિમાં જણાયો હશે પણ અભિનવગુપ્ત પણ તેને બહુ વજન આપતા નથી એટલે રૂપકના – ભજવવાની કળા | અભિનયકળાના – પ્રકાર તરીકે તે બદ્ધમૂલ થયાં જણાતાં નથી. એનું સ્પષ્ટ કારણ તો એ હોઈ શકે કે, આચાર્ય હેમચન્દ્ર જણાવે છે તેમ, – જો કે આચાર્યે પોતે પણ નાટિકા અને સટ્ટકને મૂળ રૂપક પ્રકારોમાં ગોઠવી દીધાં છે - રૂપકોમાં ‘વાક્યર્થાભિનય” અને ઉપરૂપકોમાં ‘પદાર્થભિનયનું પ્રાધાન્ય લક્ષણરૂપે વ્યાવર્તક છે. ઉપર આપણે નોંધ લીધી હતી તે પ્રમાણે વાક્યર્થ | પદાર્થ (અભિનય) દ્વારા અહીં (અભિનયના) પ્રાધાન્યાપ્રાધાન્ય જ અભિપ્રેત છે. આ વિગત હેમચન્દ્ર વિવેકમાં જે ચર્ચા કરે છે તેમાંથી પણ ફલિત થાય છે અને ડૉ. રાઘવને પણ જે પ્રાસ્તાવિક વાત પોતાની સૂઝથી કરી છે તેમાંથી પણ નિષ્પન્ન થાય છે. ઉપરૂપકોમાં શદ્ધ અભિનયને મુકાબલે નૃત્ય અને ગીત-dance and music–નું વિશેષ પ્રાધાન્ય છે જેથી પરિશુદ્ધ ચતુર્વિધ અભિનયને ઓછો અવકાશ રહે છે; જો કે તે, આંશિક રીતે તો ચાલુ જ રહે છે, જેથી તેમને માટે પણ ‘રૂપક' સંજ્ઞા પ્રવર્તિત કરાઈ છે.
સહુ પ્રથમ આ (ઉપ) રૂપકપ્રકારનો નિર્દેશ અભિનવભારતીમાં (નાટ્યશાસ્ત્ર વૉ. I, G.0.s. પૃ. ૪૦૭, આવૃત્તિ,’ ૩૪) (ડો. રાઘવને મદ્રાસ પાડુલિપિના સંદર્ભ આપ્યા છે જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org