SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂમિકા ૧૦૫ કાર્યાન્તરપક્ષેપેળ વિના ચંન્નરન્તરે નિર્વને ધૈરાય મતિ | જેમ કે, “કૌશાંબીમાં વત્સરાજ એવી સમજૂતી નાટ્યદર્પણમાં અપાઈ છે એ રીતે અહીં “પ્રખ્યાત ચેષ્ટા જે તે નાયકની જે તે પ્રદેશમાં પ્રસિદ્ધ હોય તેવી વિગતવાળું, એવો અર્થ કરવાનો છે. કૌશાંબી સિવાય અન્યત્ર વત્સરાજ જેવા ચક્રવર્તીનું ચરિત નિરૂપણ પણ નીરસ જ પુરવાર થાય. આ જ ઉદાહરણ - કૌશાંબીમાં વત્સરાજનું ખાતત્વ જે નાટ્યદર્પણ પણ સમજાવે છે–તે ચર્ચા મૂળ અભિનવભારતી(પૃ. ૪૧૧, એજન, નાટ્યશાસ્ત્ર ૧૮/૧૦ ઉપર)માં પણ વાંચવા મળે છે. ભરત અને અભિનવગુપ્ત પ્રમાણે વસ્તુગત અને વિષયગત ( દેશવિશેષગત) પ્રખ્યાતિ સૂચવીને ત્રીજા પ્રકારની પ્રખ્યાતિ સમજાવતાં હેમચન્દ્ર નોંધે છે કે, “પ્રખ્યાતાદાત્તનાયકવાળું” એમ જે કહ્યું છે તેમાં ઉદાત્ત - વીરરસને યોગ્ય એમ સમજવું. આ રીતે ધીરલલિત, ધીરોદાત્ત, ધીરપ્રશાન્ત, અને ધીરોદ્ધત – એમ ચાર પ્રકારના નાયકો અભિપ્રેત છે. નાટ્યદર્પણ વિશેષમાં નોંધે છે કે, સંદર્ભ પ્રમાણે, કોઈ પણ એક નાયક, ચારે પ્રકારનો સંભવી શકે; ફક્ત કોઈ પણ એક ક્ષણે તે કોઈ પણ એક જ પ્રકારનો હોઈ શકે. નાટ્યદર્પણ સમજાવે છે કે, ક્ષત્રિયો ચારે પ્રકારના હોય છે, જ્યારે દેવો કેવળ ધીરોદ્ધત વગેરે સ્વભાવના જ નિરૂપાય છે. ભારતમાં પણ આવો જ અભિપ્રાય જણાય છે. નાટ્યદર્પણ એ પણ જણાવે છે કે, વાસ્તવિક સ્વભાવ જે હોય તે, પણ કવિઓ આવા પ્રકારનું નિરૂપણ કરે છે. અભિનવગુપ્તમાં જે ચર્ચા છે તેનો જ પડઘો નાટ્યદર્પણમાં પણ વાંચવા મળે છે. ‘રાજર્ષિવશ્યચરિત’નો અર્થ એ છે કે, નાયકનું ચરિત રાજર્ષિના વંશને છાજે તેવું હોય છે. અભિનવગુપ્ત(પૃ. ૪૧૨, એજન)ને અનુસરીને હેમચન્દ્ર નોંધે છે કે, પ્રખ્યાત હોય તે વિગત પણ ઋષિતુલ્ય રાજાઓના કુળમાં સાધુ, કહેતાં યોગ્ય, લેખાય તેનું જ નિરૂપણ કરવું; અસાધુ વિગતનો પરિહાર કરવો. હેમચન્દ્ર આગળ નોંધે છે કે, પ્રખ્યાત હોવા છતાં દેવોનું ચરિત વરદાન, પ્રભાવાતિશય વગેરેની બહુલતાને કારણે સામાન્ય વ્યક્તિને માટે ઉપદેશયોગ્ય નથી. સામાન્ય વ્યક્તિ માટે તે પ્રેરણાદાયી બની શકે નહિ. આમ અહીં ઉપરની બન્ને વિગતોનો ફલતઃ નિષેધ અભિપ્રેત છે. અભિનવગુપ્તમાંથી શબ્દશઃ સારગ્રહણ કરતાં આચાર્યશ્રી આગળ નોંધે છે કે, “રાજર્ષિ' એ પદમાં ‘ઋષિઓ જેવા રાજાઓ” એમ ઉપમિત સમાસ છે. તેમના વંશમાં જે યોગ્ય ચરિત હોય તેના નિરૂપણવાળું તે થયું નાટક. દેવોના ચરિતનું નાટકમાં નિરૂપણ ન જ કરવું એમ સાવ નથી, પણ દિવ્ય પાત્રોને આશ્રયરૂપે અર્થાત ઉપાયરૂપે એટલે કે પતાકા કે પ્રકરીનાયક તરીકે નિરૂપવા; આ રીતે તે ગ્રાહ્ય છે. જેમ કે, 'નાગાનન્દમાં પૂર્ણ કરુણામયી મા ભગવતીના સાક્ષાત્કાર દ્વારા વ્યુત્પત્તિ જન્મ લે છે (=અમુક પ્રકારની જાણકારી પ્રાપ્ત થાય છે, જેમ કે –) એવું સમજાય છે કે નિરન્તર ભક્તિભાવવાળાઓને વિશે દેવતાઓ પ્રસન્ન થાય છે. તેથી તે પ્રકારનું દેવતારાધનપૂર્વકનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001585
Book TitleKavyanushasanam
Original Sutra AuthorHemchandracharya
AuthorT S Nandi, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2000
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Literature, & Kavya
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy