________________
૯૨
કાવ્યાનુશાસન સૂત્ર ૧૦૨ (-સૂત્ર ૪/૮) સમજાવે છે કે, સાંભળતાંની સાથે જ અર્થનો બોધ કરાવે તેવાં વર્ણો, સમાસો અને રચનાઓ અહીં પ્રસાદમાં વ્યંજક મનાય છે.
આના અનુસંધાનમાં આચાર્યશ્રી એક મહત્ત્વનું વિધાન કરે છે કે, માધુર્ય, ઓજસ અને પ્રસાદના વ્યંજક વર્ણો એ જ અનુક્રમે ઉપનાગરિકા, પરુષા અને કોમલા નામે વૃત્તિઓ છે. એમને જ વૈદર્ભી, ગૌડીયા અને પાંચાલી રીતિઓ કેટલાક બીજા અલંકારિકો કહે છે. આ વાતના ટેકામાં આચાર્ય કાવ્યપ્રકાશ(૯,૮૦, ૮૧)માંથી ઉદ્ધરણો ટાંકે છે.
હવે એક વિગત એ નોંધવાની કે પૂર્વાચાર્યોના પ્રયત્નો છતાં વૃત્તિ, રીતિ અને સંઘટનાના વિચારોનું પાકું જીણ બંધાયું જ નહિ. આ વિચારો કેવળ અસ્પષ્ટ hazzy / nebulous રહ્યા. “વર્ણવિન્યાસ'ની કુશળતા “રીતિ' રૂપ, સમાસ વિન્યાસની તરકીબો સંઘટના રૂપ તથા “વૃત્તિ તત્ત્વમાં વર્ણોની વિશેષતા અને સમાસોની વિશેષતા તથા અનુપ્રાસની વિશેષતાઓની ભેળસેળ, આ બધું
વૃત્તિ વિચારમાં જોવા મળે છે. વળી શબ્દવૃત્તિઓ ઉપનાગરિકા વગેરે, તથા અર્થવૃત્તિઓ, વૈશિકી વગેરે, તેમાં કૈશિકી વગેરે નાટ્યના સંદર્ભમાં યોજાય છે. આ બધી વિગતોમાં ઐતિહાસિક વિકાસક્રમની નજરે જોતાં કોઈ ચોક્કસ કંડારેલી પરિભાષાઓ પ્રગટતી નથી. આથી જ આનંદવર્ધને – તેમના સ્વરૂપ | સ્વભાવની ચર્ચા કર્યા વગર, જો કે તેમણે “સંઘટના' તત્ત્વને વિશેષ વજન આપ્યું હતું અને તેને “સમાસ' તત્ત્વ સાથે જોડી હતી, – આ ત્રણેને રસનાં વ્યંજક તત્ત્વો તરીકે આવકાર્યા હતાં. પણ અભિનવગુપ્ત અને ઉત્તરવર્તી મમ્મટ વગેરે આચાર્યો આનંદવર્ધનનું મન કળી ગયા હતા અને રીતિ, વૃત્તિ વગેરે પરંપરાઓ તેમને વર્ણો, સમાસોના વિનિયોગથી અતિરિક્ત જણાઈ ન હતી અને “ગુણ' વિચારના સીધા સ્વીકાર સાથે આ બધી પરંપરાઓ ફિક્કી પડી ગઈ તથા દૂર હડસેલાઈ ગઈ. મમ્મટે તો ચોખેચોખ્ખું જણાવી દીધું કે, માધુર્યના વ્યંજકવર્ણોના સ્વીકાર સાથે ઉપનાગરિકા વૃત્તિ, ઓજો ગુણના વ્યંજકવર્ણોના સ્વીકારની સાથે પરુષાવૃત્તિ તથા ત્રીજી કોમલા ત્રણે વર્ણવિન્યાસથી ભિન્ન નથી. આ વૃત્તિઓને જ કેટલાક આચાર્યો વૈદર્ભી, ગૌડી અને પાંચાલી રીતિઓ કહે છે એમ કહીને વર્ણવિન્યાસમૂલક ગુણોનું પ્રાધાન્ય સ્વીકારી વૃત્તિ | રીતિવિચારને તેમણે લગભગ તિલાંજલિ આપી દીધી. આચાર્યશ્રીને તો મમ્મટનો શબ્દ સુલભ હતો તેથી તેમને આ અંગે કોઈ ગૂંચ જણાઈ જ નહિ. છતાં આલંકારિકો “વર્ણો' અને “ગુણ” તત્ત્વની કાયમી સગાઈ તો ન જ સ્થાપી શક્યા. તેથી ‘ગુણોને ઉપચારથી જ શબ્દાર્થધર્મો કહ્યા, પણ વાસ્તવમાં “રસધર્મો માન્યા, કેમકે હેમચન્દ્ર જણાવે છે તે પ્રમાણે (સૂત્ર ૧૦૩ -સૂત્ર ૪૯) વક્તા, વાચ્યવિષય, અને પ્રબંધના (=કાવ્યપ્રકારના) ઔચિત્યના સંદર્ભમાં જે તે વર્ષોની જે તે ગુણો વિશે વ્યંજકતા ઉપર નિયત થઈ છે તેમાં અન્યથાત્વ પણ જોવા મળે છે. ઉદ્ધત સ્વભાવનું ભીમસેન જેવું પાત્ર હોય તો જે વાત કરવાની છે તેમાં ક્રોધનું તત્ત્વ ન હોય તો પણ વર્ષોની ઉદ્ધતતા | કઠોરતા આવી જાય છે. આવું કાવ્યપ્રકારના વૈશિષ્ટટ્યમાં પણ જોવા મળે છે. આ વિગતો આચાર્ય આનંદવર્ધન તથા મમ્મટનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org