________________
૮૮
કાવ્યાનુશાસન અર્થાત, સુપ્રસિદ્ધ શબ્દોવાળી, લોકવ્યવહારમાં, વ્યવસ્થિત એવી જે રચના કાવ્યમાં કરાય તે “અર્થવ્યક્તિ' (ગુણ) કહેવાય છે.
અર્થના અનુપ્રવેશ દ્વારા મન વડે જેનો બીજો પ્રયોગ કલ્પાય છે, તેને અર્થવ્યક્તિ કહે છે.
હેમચન્દ્ર ભરતના મતનો સાર કહ્યો છે. તેમનું ખંડન વામનના અનુયાયીઓ કરે છે જેમ કે, “આ તો પ્રસાદથી અભિન્ન છે.” આથી જ્યાં જાણે કે અર્થની સમજ પહેલાં જણાય અને વાણી(શબ્દ)નું ગ્રહણ પછી થાય તે થઈ “અર્થવ્યકિત'.
હવે આ વામનીય મતનું ખંડન દંડી દ્વારા આચાર્ય વિચારે છે તે આ પ્રમાણે - “ આ તો (-આવો “અર્થ વ્યક્તિ' ગુણ તો ) બીજા શબ્દોમાં કહેલો “પ્રસાદ' જ છે.” આથી કાવ્યાદર્શ ૧/ ૭૩ પ્રમાણે અર્થવ્યક્તિ એટલે અર્થનું અનેયત્વ. હેમચન્દ્ર જણાવે છે કે, આ તો દોષ-અભાવ થયો, ગુણ શાનો ? એવું હોય તો તો દોષ ઘણા હોય છે. તેથી (તેમના અ-ભાવને ગુણ કહેવા માંડીએ તો) સો ગુણો થઈ જશે.
વામનના શબ્દગુણ અર્થવ્યક્તિનો તિરસ્કાર કરી આચાર્ય વામનની અર્થગુણ અર્થવ્યક્તિની વિભાવના સમજાવતાં જણાવે છે કે, “ વસ્તુનું ફુટત્વ તે અર્થવ્યક્તિ છે.” (કા. સૂ. વૃ. ૩/૨/ ૧૩)
હેમચન્દ્ર જણાવે છે કે (વર્ણ) વસ્તુનું ફુટત્વ તો કવિના વચનની ચોખ્ખાઈ-વૈશારદ-ને કારણે સર્જાય છે. તે કંઈ નિસર્ગત સ્વાભાવિક રીતે - હોતી નથી.
તેથી, હેમચન્દ્ર આનો અસ્વીકાર કરતાં જણાવે છે કે, આ તો થયો “જાતિ” નામે અલંકાર. આમ વામનના મતનો તેઓ અસ્વીકાર કરે છે. મમ્મટે “જાતિને બદલે “સ્વભાવોક્તિ' એવું નામ પ્રયોજ્યું છે. હેમચન્દ્ર અહીં મમ્મટનું અનુરણન કરે છે.
ભરત પ્રમાણે “કાન્ત' (=કાન્તિગુણ) સમજાવતાં હેમચન્દ્ર કહે છે કે, કાન અને મનને આહલાદ આપે (તે ધર્મ થયો) “કાન્ત' (ગુણ). મૂળ ભારતમાં શબ્દો આવા છે :
“નૈઃ શ્રોત્રવિષયમદ્વિતિ હીન્વવત્ |
તીતાર્થોજપત્ર વા નાં #ન્તિ વયો વિવું II (ના. શા. ૨૬/૧૨૨) “જે ચંદ્રની માફક મનને અને શ્રવણેન્દ્રિયને આહ્વાદ અર્પે, “લીલા' વગેરે(ના વર્ણન)થી યુક્ત (હોય) તેને કવિઓ “કાન્તિ' ગુણ કહે છે.”
વામનના અનુયાયીઓ આનો અસ્વીકાર કરતાં જણાવે છે કે આ તો માધુર્ય જેવું - મધુસાધાર' - થયું. તેથી વાસ્તવમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org