________________
કાવ્યાનુશાસન હતા. વાસ્તવમાં આ શ્લોક ધ્વન્યાલોકમાં ( ૩/૫,૬ની વૃત્તિમાં) વાંચવા મળે છે. ડૉ કુલકર્ણી અને પ્રો. પરીખે તે કેમ ઓળખી બતાવ્યો નથી તે આશ્ચર્યકારક છે. એટલે આનંદવર્ધનના વિચારો હેમચન્દ્ર દંડી ઉપર સમારોપિત કરીને અશાસ્ત્રીયતા પ્રદર્શિત કરી છે. અથવા, “વામનીયા: 'ની માફક “મિતાનુસજિ:'ની ફોજ પણ વિચારી લેવાય !
કાવ્યાદર્શ (૧/૫૧) પ્રમાણે “રસવાળું તે મધુર’ - “લવ-મધુરમ્" એવું સમીકરણ પ્રાપ્ત થાય છે. દંડીના મૂળ શબ્દો આ પ્રમાણે છે. :
"मधुरं रसवद्वाचि वस्तुन्यपि रसस्थितिः ।
પેન માનિ થીમન્તો મધુનેવ મધુવ્રતા: "અર્થાત્ “મધુર' તે થયું રસવત્ (=રસવાળું તે મધુર). રસ ‘વાચિ' (=શબ્દમાં) અને વસ્તુનિ' (=અર્થમાં) પણ રહેલો છે. હેમચન્દ્ર તેનો સાર આપતાં નોંધે છે કે, રસ બે પ્રકારે છે : વાગૂ અને વસ્તુમાં રહેલો. તે બેમાં શ્રુતિ વર્ણાનુપ્રાસ(શ્રુત્યનુપ્રાસ અને વર્ણાનુપ્રાસ)માં “વાગ્રસ' છે. તેનો પરામર્શ હેમચન્દ્ર અધવચ્ચે જ કરી દે છે કે, અનુપ્રાસ તો થયો (શબ્દગત) અલંકાર. તે વળી “ગુણ” કેવી રીતે બને ? (તેથી બે પ્રકારના અનુપ્રાસમાં વાગુ-રસ હોવો તે શબ્દગત મધુર -ગુણ - એવો દંડીનો વિચાર અગ્રાહ્ય છે.) વસ્તુગત રસ તે તો અગ્રામ્યતા જ છે, કેમ કે, અસભ્યાર્થનું નિરૂપણ તે ગ્રામ્યતા છે. હવે આ અગ્રામ્યતા એ તો દોષનો અભાવમાત્ર છે. તે ગુણરૂપ નથી. આ રીતે વામને પણ ઉક્તિનું સૌંદર્ય - વિક્તવૈવિ- તે રૂપી “માધુર્ય સમજાવ્યું હતું તે પણ ખંડિત થાય છે. આથી માધુર્ય એટલે “આલ્હાદકત્વ'. આ ખંડનમાં પણ મમ્મટની છાયા હેમચન્દ્ર ઉપર જણ
ભરત પ્રમાણે સુખ(કારક) શબ્દાર્થ તે “સુકુમાર' ગુણ છે. એવું હેમચન્દ્ર જણાવે છે. ભરત (નાટ્યશાસ્ત્ર ૧૬/૧૦૭, એજન) પ્રમાણે,
" सुखप्रयोज्यैर्यच्छब्दैर्युक्तं सुश्लिष्टसंधिभिः ।
__ सुकुमारार्थसंयुक्तं सौकुमार्यं तदुच्यते ॥" અર્થાત્ “(ઉચ્ચારણમાં) સુપ્રયોજ્ય, (અને) જેમની સંધિઓ સુશ્લિષ્ટ છે, (તેવા) શબ્દોવાળો (અને જે ) સુંદર અર્થથી યુક્ત છે તે “સૌકુમાર્ય” (ગુણ) કહેવાય છે.”
અભિનવગુપ્ત જણાવે છે કે ક્યારેક પદનું સ્વયં પારુષ્ય હોય છે જેમ કે, હા, મગઠ્ઠા, નિતં વગેરે (પૃ. ૩૪૧, એજન). ક્યારેક જોડાણમાં સંધિમાં પારુષ્ય જણાય છે. જેમ કે,
ચ્ચરવ્યાઊંવિધૂતે - તે બન્ને પ્રકારના પારુષ્ય વગરના હોવું તે થયો “સૌકુમાર્ય' શબ્દગુણ. હવે અર્થ ( વિગત) પરુષ હોય છતાં સુકુમાર અર્થથી તેનું નિરૂપણ થાય તે અર્થગત સૌકુમાર્ય, જેમ કે વ્યક્તિ એકાકી હોય તેને માટે “દેવતાસહાય” એવો પ્રયોગ, અથવા મૃત્યુ પામેલી વ્યક્તિ વિશે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org