________________
८४
કાવ્યાનુશાસન કસ્થિત" વગેરે(શ્લોક ૪૧૮, વિવેક, એજન)માં ઉદાહત થાય છે, આવું પ્રબંધ રચનાઓમાં પણ જાણવું.
હેમચન્દ્ર આ વિચારનો અસ્વીકાર કરતાં જણાવે છે કે, પ્રયોગના માર્ગ વિશે તો (= કવિના પ્રયોગોની બાબતમાં તો) સન્તો | સજ્જનો | સહૃદયો જ પ્રમાણ છે, તે લોકો તો (આવા પ્રકારની એકરૂપતાવાળી) સમતાને (કાવ્ય) વૈચિય | શોભા માટે સૂચવતા નથી. જેમ કે, અજ્ઞાનાદ્રિ વગેરે(શ્લોક ૪૧૯, વિવેક,એજન)માં મસૃષ્ટમાર્ગનો ત્યાગ તે ગુણરૂપ જણાય છે, દોષરૂપ નહિ. તેથી (આવી એકરૂપતા જેવી) “સમતા' કહેવી નહિ.
આ વિવેચન પણ હેમચન્દ્ર મમ્મટમાંથી પ્રરેણા લઈને આપે છે તે સ્પષ્ટ છે.
વામન પ્રમાણે “અર્થગુણ સમતા (કા.સૂ. વૃ. ૩ર/૫) એટલે “અવૈષમ્ય”; પ્રક્રમનો અભેદ તે જ અવૈષમ્ય. પ્રક્રમનો અભેદ તે “ચુતસુમનસ: ' શ્લોકથી (નં. ૪૨૦, વિવેક), અને પ્રક્રમનો ભેદ એ જ પ્રથમ ચરણવાળા પણ બીજા ચરણમાં ભેદવાળા શ્લોક ૪૨૧(વિવેક, એજન)થી ઉદાહત થાય છે. હેમચન્દ્ર જણાવે છે કે, આ દોષનો અભાવ છે, ગુણ નથી.
ભરત પ્રમાણે “સમાધિ ” ગુણ એટલે “અર્થનું ગુણાન્તર જોડે સમાધાન” તે સમાધિ. અર્થાત કોઈ એક પદાર્થ, ઉપર બીજા પદાર્થના ગુણનો આરોપ કરવો તે “સમાધિ” ગુણ છે. મૂળ ભૂરતમાં આ પ્રમાણે વંચાય છે :
"अभियुक्तैविशेषस्तु योऽर्थस्येहोपलक्ष्यते ।।
તેન વાર્થોન સંપન્નઃ #HTધ: પરિશ્નતિતઃ | ' (દ્દ/૧૦૨) અભિયુક્તો વડે (= પ્રતિભાવાનું, સહૃદયો વડે- અભિનવગુપ્ત પ્રમાણે) અર્થનો (કાવ્યાથનો, અથવા બીજા અર્થનો) જે વિશેષ (=અપૂર્વ ગુણ) (પોતાનાથી શોધાયેલો ) ઉપલક્ષિત થાય, તે(વિશેષ, અપૂર્વ અર્થ)નાથી સંપન્ન ગુણ “સમાધિ' કહેવાયો છે. અર્થાત, “જ્યાં પ્રતિભાશાળીઓ અર્થની કોઈ વિશેષતા પારખે તેવા અર્થથી યુક્ત તે “સમાધિ ગુણ કહેવાય છે. હેમચન્દ્ર પ્રમાણે અર્થનું ગુણાન્તર (= વિશેષ, અપૂર્વ અર્થ) સાથે જોડાણ' એવી સમજૂતી ઉપરના મૂળ શ્લોક જોડે આપણે થોડી મહેનત કરીને કદાચ ગોઠવી શકીએ.
વામનના અનુયાયીઓ ભરતના આ મતને સ્વીકારતા નથી, કેમ કે “આ તો (= ભરતનો સમાધિ) કેવળ એક વિશેષ પ્રકારની અતિશયોક્તિ જ છે.” જે તેમને ગ્રાહ્ય નથી. આથી અર્થના કોઈ અતિશયને સમાધિરૂપે નકારીને વામનનો મત – “આરોહ – અવરોહ-નો ક્રમ તે સમાધિ” (કા. સૂ. વ્ર ૩૧/૧૨) ટાંકવામાં આવે છે. પહેલાં આરોહ પછી અવરોહ, અથવા પહેલાં અવરોહ પછી આરોહ જ્યાં જણાય છે તેનાં ઉદાહરણ અપાયાં છે.
વામનના મતનું ખંડન દંડી કરે છે એવું હેમચન્દ્ર નોંધે છે જે સરિયામ અશાસ્ત્રીયતા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org