________________
औदासीन्यक्रमस्थेन भोगिनां योगिनामयम् । आनन्दः कोऽपि जयतात् कैवल्यप्रतिहस्तकः ॥३॥
ઔદાસીન્યના કમથી ઉત્પન્ન થયેલ સમતારસને ભોગવતા યોગીઓને આ અપૂર્વ કેટિને આનંદ જયવંત વર્તે કે જે કેવલ્યને સાક્ષીભૂત છે. | ૩ |
* ઔદાસી ક્રમ નીચે પ્રમાણે છેઃ
આત્મામાં સામ્ય વડે નિમલતા થતાંની સાથે જ પરમાત્મા સ્વરૂપને સ્પષ્ટ પ્રતિભાસ થાય છે.
તે નિમલતા તો કપાય ચતુષ્ટયના દરેકના જે ચાર ચાર પ્રકારો અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજવલન તેના ક્ષયના ક્રમથી થાય છે. તેથી આમાની શુદ્ધિ કરનારું સામ્ય વધુ ને વધુ શુદ્ધ થાય છે.
સામ્યશુદ્ધિના ક્રમ વડે સમ્યકત્વ, જ્ઞાન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયોગ-એ છે કે જે જીવમાત્રના ગુણે છે, તેમાં થતી વિશુદિથી આત્માને તે પરમાત્માને વધુ અને વધુ સ્પષ્ટ થતા જાય છે.
- મેહનો સર્વથા ક્ષયથી સામ્ય સર્વથા શુદ્ધ થતાં જ સયોગી કેવલીરૂપ સર્વ શુદ્ધાત્માને આ પરમાત્મા સર્વ રીતે સ્પષ્ટ થાય છે.
–યોગસાર, પ્રથમ પ્રસ્તાવ, લે. ૪-૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org