________________
સુત્રપરિચય
આ સૂત્રનો ઉપયોગ જુદા જુદા સમયે કરવામાં આવતાં ચયવંદન પ્રસંગે થાય છે. તેની પહેલો ગાથામાં ગ્રેવીસ જિનવરોની સ્તુતિ કરવામાં આવી છે. બીજી ગાથામાં તીર્થકરે કઈ ભૂમિમાં જન્મે છે, તેમનું સંધયણ (શરીરને બાંધે) કેવું હોય છે, તેમની ઉત્કૃષ્ટ અને જધન્ય સંખ્યા કેટલી હોય છે. તથા તે સમયે કેવળજ્ઞાની અને સાધુ કેટલા હોય છે, તેનું વર્ણન કરેલું છે. ત્રીજી ગાથામાં પાંચ સુપ્રસિદ્ધ તીના મૂળનાયકોને વંદન કરવામાં આવ્યું છે. તેમાં પહેલું નામ શ્રી શત્રુંજયગિરિનું છે કે જ્યાં શ્રી આદિનાથ ભગવાન વિરાજે છે. બીજું નામ શ્રી ઉજજયંતગિરિ એટલે ગિરનારનું છે કે જ્યાં શ્રીનેમિનાથ પ્રભુ વિરાજે છે. ત્રીજું નામ સત્યપુર એટલે સાચારનું છે કે જ્યાં શ્રી મહાવીર જિનેશ્વર વિરાજે છે. ચોથું નામ ભૃગુકચ્છ એટલે ભણ્યનું છે કે જ્યાં શ્રી મુનિસુવ્રતસ્વામી વિરાજે છે અને પાંચમું નામ મથુરાનું છે કે જ્યાં એક કાળે શ્રી પાર્શ્વનાથ પ્રભુની ભવ્ય ચમત્કારિક મૂર્તિ વિરાજમાન હતી. ચોથી ગાથામાં શાશ્વત ચોની સંખ્યા ગણાવીને તેને વંદના કરવામાં આવી છે તથા પાંચમી ગાથામાં શાશ્વત બિંબોની સંખ્યા ગણાવીને તેને વંદના કરવામાં આવી છે.
આ ચિત્યવંદન દબદ્ધ હોવાથી સુંદર રીતે ગવાય છે. તેની ભાષા અપભ્રંશ છે.
[
A
C
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org