________________
25
એ ચાદ નક્ષત્રો સ્થિર કાર્યમાં પોતપોતાના તત્ત્વના ચાલતા સમયમાં જાણવાં.
મઘા, પૂર્વાફાલ્ગુની, પૂર્વાભાદ્રપદ, સ્વાતી, કૃતિકા, ભરણી અને પુષ્ય એ સાત નક્ષત્ર અગ્નિ તત્ત્વનાં છે.
હસ્ત, વિશાખા, મૃગશિર, પુનર્વસુ, ચિત્રા, ઉત્તરાફાલ્ગુની અને અશ્વિની એ સાત નક્ષત્ર વાયુ તત્ત્વનાં છે.
પ્રથમ આકાશ, તેની પાછળ વાયુ, તેની પાછળ અગ્નિ, તેની પાછળ પાણી, તેની પાછળ પૃથ્વી એ ક્રમથી એક એક તત્ત્વ એકેકની પાછળ ચાલે છે.
પૃથ્વી તત્ત્વના આધાર ગુદા, જલ તત્ત્વના આધાર લિગ, અગ્નિ તત્ત્વના આધાર નેત્ર, વાયુ તત્ત્વને આધાર નાકે તથા આકાશ તત્ત્વના આધાર કાન છે.
જો સૂર્યસ્વરમાં ભાજન કરે તથા ચંદ્રસ્વરમાં જલ પીએ અને ડાબી બાજુ સુવે તે રોગ કદિ ન થાય.
જો ચંદ્રસ્વરમાં ભોજન કરે અને સૂર્યસ્વરમાં જલ પીએ તે તેના શરીરમાં અવશ્ય રોગ થાય.
ચંદ્રસ્વરમાં શૌચને માટે ( દિશા માટે ) જવું જોઇએ. સૂર્યસ્વરમાં પેશાબ કરવા જોઈએ તથા સુવું જોઇ એ.
જો કાઈ પુરુષ સ્ત્રીને એવા અભ્યાસ રાખે કે તેને ચંદ્રવરમાં દિવસના ઉદય હાય તથા સૂર્યસ્વરમાં રાત્રિના ઉદય હાય તો તે પૂરી અવસ્થા ભગવે છે. પરંતુ જો એથી વિપરીત હાય તે જાણવું કે માત નજીક છે.
અઢી અઢી ઘડી સુધી બંને ( સૂર્ય અને ચંદ્ર ) સ્વર ચાલે છે અને તેર શ્વાસ સુધી સુખમના ચાલે છે.
જો આ પહેાર સુધી (ચાવીશ કલાક સુધી ) સૂર્યવરમાં વાયુ તત્ત્વજ ચાલતા રહે તે ત્રણ વર્ષનું આયુષ્ય જાણવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org