________________
15
આકાશ તત્ત્વ નાકની અંદરજ ચાલે છે અર્થાત અને સ્વરેશમાં (સુખમના સ્વરમાં ) ચાલે છે તથા તેના આકાર કાંઈ નથી.
એક એક સ્વર અઢી ઘડી એકેક કલાક ચાલે છે અને એમાં આ પાંચે તત્ત્વ રાત દિવસ આ રીતે ચાલે છે. પૃથ્વી તત્ત્વ પચાસ પલ, જલ તત્ત્વ ચાલીસ પલ, અગ્નિ તત્ત્વ ત્રીશ પલ, વાયુ તત્ત્વ વીશ પલ અને આકાશ તત્ત્વ દેશ પલ, એ રીતે ત્રણે નાડીઓ ઉપર કહેલાં પાંચે તત્ત્વોની સાથે રાત્રિ દિવસ પ્રકાશિત રહે છે.
પાંચે તત્ત્વોના જ્ઞાનની રીતિ
પાંચ રગની પાંચ ગાળી અને વિચિત્ર ર`ગની એક ગેાળી બનાવી એ છ ગાળીઆને આપણી પાસે રાખવી અને જ્યારે મનમાં ઈચ્છા થાય કે હાલ કયું તત્ત્વ છે ત્યારે આંખ મીંચીને એક ગેાળી લઇ લેવી. તે મનમાં ધારેલ તથા ગેાળીના રગ એકજ જાતનેા નીકળે તે તે તત્ત્વ છે એમ જાણવું.
અથવા ખીજા કોઈ પુરુષને કહેા કે તમે કોઈ રંગ ધારા, જ્યારે તે પોતાના મનમાં ૨ંગ ધારે ત્યારે આપણા નાકના સ્વરમાં તત્ત્વ જોઈ લેવું તથા આપણા તત્ત્વના વિચાર કરીને તે પુરુષના ધારેલ રંગ બતાવવા કે તમે અમુક રંગ ધારેલ છે, જો તેણે ધારેલ રગ રેાખર મલી જાય તે જાણવું કે તત્ત્વ ખરાખર મલે છે.
અથવા અરીસાને આપણા હાઠની પાસે લગાડીને તેની ઉપર અલ પૂર્વક નાકના શ્વાસ છેડવા. એ પ્રમાણે કરવાથી તે અરીસા પર જે આકારનું ચિહ્ન પડે તે આકાર પ્રથમ લખેલ તત્ત્વાના આકાર સાથે મળવે જોઈ એ. અને તે તત્ત્વના આકાર સાથે આ આકાર મલે તે તત્ત્વ તે વખતે છે એમ જાણવું.
અથવા એ અંગુઠાથી એ કાનને, બંને તર્જનીથી એ આખાને, બંને મધ્યમ આંગલીથી એ નાકનાં છિદ્રો બંધ કરીને અને બંને અનામિકા તથા કનિષ્ટિકા આંગલીથી એટલે ચાર આંગલીથી હાઠની ઉપર નીચેથી ખૂબ દબાવીને ગુરુની બતાવેલી રીતિથી મનને ભ્રકુટીમાં લઈ જવું. પછી તે જગાએ જેવું અને જે રંગનું બિંદુ માલમ પડે તે તત્ત્વ છે એમ જાણવુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org