SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વરોદય પાન દિવસે ચંદ્રસ્વર ચાલે અને રાતે સૂર્યસ્વર ચાલે એ રીતને સ્વરને અભ્યાસ કરે તે (તે) ભરપૂર ઉંમરને થાય છે. (૩૪૮) - કાલ-પરીક્ષાનું જ્ઞાન कथित भाव विपरीत जो, स्वर चाले तन मांहि । मरण निकट तस जाणजो, यामें संशय नांहि ।। ३४९ ॥ ઉપર કહેલી રીતથી શરીરમાં જે સ્વર વિપરીત રીતે ચાલે તે તે માણસનું મરણ નિકટ છે –– એ વાત નિશ્ચિત માનજે, તેમાં સંશય નથી. (૩૪૯) सार्द्ध युगल घटिका चले, चंद सूर स्वर वाय । स्वास त्रयोदश सुखमना, जाणो चित्त लगाय ॥ ३५० ॥ અઢી અઢી ઘડી પયંત ચંદ્ર અને સૂર્ય સ્વરમાં વાયુ ચાલતા હોય છે અને સુષુણ્ણ સ્વરમાં વાયુ ૧૩ શ્વાસોચ્છવાસ પર્યંત ચાલતું હોય છે – એ વાત મનમાં નિશ્ચિત જાણે. (૩૫૦) अष्ट पहर जो भानघर, चले निरंतर वाय । तीन वरसका जीवणा, अधिक रहे न काय ॥ ३५१ ।। આઠ પ્રહર પર્યત જે શ્વાસ આંતરા વિના સૂર્યના ઘરમાં (એટલે કે સૂર્યસ્વરમાં) ચાલે તે જાણવું કે ત્રણ વર્ષનું જીવન બાકી છે, તેથી વધારે સમય કાયા રહી શકે નહીં. (૩૫૧) चले निरंतर पिंगला, षोडश प्रहर प्रमान । दोय वरस काया रहे, पीछे जावे पान ॥ ३५२ ॥ જે આંતરા વિના પિંગળા (સૂર્યસ્વર) સેળ પ્રહર પર્યંત ચાલે તે જાણવું કે બે વર્ષ પર્યત કાયા ટકે અને પછી પ્રાણ ચાલ્યા જાય. (૩૫ર) भान निरंतर जो चले, रात दिवस दिन तीन । वरस एक रही होय फुनि, दीरघ निद्रा लीन ॥ ३५३ ॥ xपाठांतर - यामें संशय नांहि । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001538
Book TitleSwarodaygyan
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1986
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati & Science
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy