________________
સંબંધ હોવાનાં પ્રમાણ મળ્યાં. આ પ્રાણને સમાન લક્ષણોનો ઉદ્યોત હોવાથી યોગીઓને ધ્યાનમાં અવગત થતાં પ્રાણનાં રહસ્યો અમુક અંશે વૈજ્ઞાનિક ઉપકરણો દ્વારા ઉકેલી શકવાની સંભાવના ઊભી થઈ. આગામી રંગને પારખવાને તથા મનુષ્યની મને દૈહિક ક્રિયાઓને પ્રાણ સાથેને સૂક્ષ્મ સંબંધ, જે ગાભ્યાસ માટે મહત્તવને તથા સ્વરોદય જ્ઞાનનો મુખ્ય વિષય છે, તેને વ્યવસ્થિત અભ્યાસ હવે થઈ શકશે. તથા પ્રાણનો પરિચય આપતી “રવર તત્વ અને “વર્ણ આદિ સંજ્ઞાઓ શાસ્ત્રીય ચર્ચાના ક્ષેત્રની સીમા પાર કરીને પ્રયોગશાળાની ચકાસણીનો વિષય થઈ ચૂકી છે. હવે રવરોદયના ક્ષેત્રમાં પ્રવેશ કરી શકાશે.
“સ્વદય” વિષય ઉપર કૈવલ્યધામના યોગાશ્રમે વૈજ્ઞાનિક ઉપકરણે દ્વારા સંશોધન કર્યું છે જે “યેગ મીમાંસા” તથા અન્ય ગ્રંથોમાં પ્રકાશિત થયું છે. સ્વરોદયની “ફિઝિયોલોજી” સમજવા માટે તે તે ગ્રંથનો આશ્રય લેવો જરૂરી છે. આ વિવરણ માટે યોગ મીમાંસાના આ ગ્રંથને આધાર લેવામાં આવ્યો છે.
શ્વાસોચ્છવાસની ક્રિયાઓ ઉપર અત્યાર સુધીમાં કરવામાં આવેલું સંશોધન પ્રાથમિક છે. વ્યવસ્થિત ધોરણે જે પ્રયાસ હાથ ધરવામાં આવે તો નવાં તો જરૂર બહાર આવ્યા વગર ન રહે. આ સંશોધન શ્વાસની ક્રિયાને, મસ્તિષ્કનાં સંવેદનશીલ નિયામક કેન્દ્રો, જ્ઞાનતંતુઓના સંસ્થાન તથા તેઓ દ્વારા દેહના સમગ્ર તંત્ર ઉપર પડતા પ્રભાવ સાથે સંબંધ છે તેવું સ્થાપિત કરે છે અને શ્વાસમાં રહેલી શક્તિનું સંચરણ તેનું કારણ છે એવું અનુમાન કરે છે.
એક નાડીમાંથી વહેતા શ્વાસને પલટાવીને અન્ય નાડીમાંથી તેનું વહન શરૂ કરવું હોય તે સ્વરોદય શાસ્ત્ર કેટલાક ઉપાયો દર્શાવે છે તેમાં એક ઉપાય, લાકડીથી બગલમાં દબાણ ઊભું કરવાનો છે, જે બાજુની બગલમાં આવું દબાણ ઊભું કરવામાં આવે તેની વિપરીત બાજુની નાડીમાંથી શ્વાસોસનું ચાલન ડી મિનિટોમાં અવશ્ય શરૂ થાય છે. બગલમાં જ્ઞાનતંતુઓના ઉત્તેજન ગ્રાહક-Receptors આવેલા છે. આ Receptors દ્વારા શક્તિનો સંચાર Nervous system જ્ઞાનતંતુઓના સંસ્થાન દ્વારા, મસ્તિષ્કના નિયામક કેન્દ્રો સુધી પહોંચે છે. આ કેન્દ્રોનો નાસિકાના છિદ્રો સાથે જ્ઞાનતંતુઓના માર્ગ દ્વારા સંબંધ છે. તેથી જે આંતરિક ક્રિયાઓના કારણે તેના ઉપર બગલના દબાણથી શ્વાસવહનમાં
- 10
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org