SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ કરીને તે મંદિરમાં ચાલ્યો ગયો. નૈવેધ ધરીને જયારે ચોથા થાળમાં નાગરવેલનાં પાન/તજ/લવીંગ/ બહાર આવ્યો ત્યારે સિંહ દેખાયો નહિ. ખેડૂત એલચી/સોપારી/કલકત્તા-મસાલા/વરીયાળી/ ધાણાની દાળ/ઈત્યાદિ સ્વાદિમ મૂકવામાં આવ્યું હતું. ખેતરમાં જઈને જેવો પ્રથમ કોળીયો હાથમાં લે છે ત્યાં જ ધર્મલાભ કહેતા એક મુનિવર પધારે છે અને ભાવાવેશમાં આવીને ખેડૂત તમામે તમામ રસોઈ મુનિશ્રીનાં પાત્રમાં વહોરાવી દે છે. ત્યાં જ એકાએક દેવ પ્રગટ થઈને જાહેર કરે છે કે, સિંહ અને મુનિના રૂપ મેં જ કરેલાં. તું પરીક્ષામાં પાસ થયો છે. માગ, માગ, માગે તે આપું. ખેડૂતે કહ્યું કે, મારી દરિદ્રતા દૂર થાય તેવું કંઈક કરો. દેવે તેને થોડાક જ દિવસમાં રાજા બનાવ્યો. પછી પણ તેણે નૈવેધપૂજા યથાવત્ ચાલુ જ રાખી. અંતે શ્રાવકના બાર વ્રત સ્વીકારી સ્વર્ગે ગયો. ત્યાંથી ચ્યવી મનુષ્ય અવતાર પામી મોક્ષે પધારશે. આમ ચારેય થાળ તૈયાર થયા બાદ સુંદર વસ્ત્રો, અલંકારો, પહેરી, સ્વજન પિરવાર સહુએ વાજતે-ગાજતે બહુમાનપૂર્વક ચારે થાળને હાથમાં ઉપાડીને પ્રભુની નૈવેધપૂજા ક૨વા માટે મંગલ પ્રસ્થાન કર્યું. B. એ ફેમિલીએ નૈવેધપૂજાનો મહિમા સદ્દગુરુના પ્રવચનોથી જાણેલો. એક દિવસ ચારે પ્રકારના આહારથી પરમાત્માની નૈવેધપૂજા ક૨વાનો એ ફેમીલીએ નિર્ણય કર્યો. સવાર પડીને પુત્રો,પુત્રવધુઓ અને સાસુ સહુ વિવિધ વાનગીઓ તૈયાર કરવામાં લાગી ગયાં. ત્રણ કલાક બાદ સુંદર ચાર થાળ તૈયાર થયા. પહેલા થાળમાં દૂધપાક/પુરી/કંસાર/ભજીયાં/ કેસરી-દૂધ/રોટલી/ચોળી/મગ/મસુર/ વાલ/ગટ્ટા/પત્તેવડી/હાંડવો/ઢોકળાં ઈત્યાદિ અશન મૂકવામાં આવ્યું હતું. બીજા થાળમાં તજ-લવીંગનું પાણી/લીબુંનું શરબત/કાચી કેરીનું શરબત/કેસરનું શરબત/ કાલાખટ્ટાનું શરબત/ગોળ/સાકરનાં પાણી ઈત્યાદિ પાન મૂકવામાં આવ્યું હતું. ત્રીજા થાળમાં શ્રીફળ/નારંગી/મોસંબી સફરજન/ચીકુ/કેળા/બીજોરાં/પપૈયાં આદિ ફળો અને ડ્રાયફ્રૂટ આદિ ખાદિમ મૂકવામાં આવ્યું હતું. Jain Education International c. તે દિવસે નૈવેદ્યપૂજાની ઉછામણીની રમઝટ બોલી રહી હતી. બેય પાર્ટીબરાબર કસ્મેકસ સામસામી આવી ગઈ હતી. બેયમાંથી એકે આ લાભ છોડવા તૈયાર ન હતી કેમ કે તે દિવસે નૈવેધપૂજામાં ચડાવાના મોદકની હાઈટ અઢી ફૂટની હતી. અને સાઈઝ હતી ૧ ફૂટની. જે ભાઈને આદેશ મળ્યો તે ભાઈ જયારે નૈવેધનો થાળ ઉચકવા ગયા ત્યારે તેમની હાલત ગાંડીવ ધનુષ્યને ઉચકવા ગયેલા પેલા મહાભારતના કર્ણ જેવી થઈ. બીજા ચાર ભાઈઓએ ટેકો પૂરાવ્યો ત્યારે એ થાળ સ્વસ્તિક પર બિરાજિત લીલા-ચણા/થયો અને પછી આ હેન્ડસમ હાઈટ ધરાવતા મોદકને જોવા નરનારીઓનાં ટોળાં ઉમટી પડયાં. સહુના મોમાં શબ્દો હતા હાઈલ્લા, કેવડો મોટો લાડવો ! કેટલીક સાવધાની : રે! જમાઈને વિવિધ વાનગી જમાડીને ખુશ થનારા તો ઘણા હોય છે. પણ પરમાત્માની આવી નૈવેધપૂજા કરીને રીઝનાર તો કોક વિરલા જ હોય છે. 85 A. નૈવેધપૂજામાં ઉત્તમ પ્રકારનાં મિષ્ટાન્ન આદિ દ્રવ્યો પરમાત્માને વરવાં જોઈએ. B. જેનો ટાઈમ વીતી ગયો હોય તેવી મીઠાઈ પૂજામાં ન વાપરવી. c. આજે બજારું પીપરમીટ અને ચૉકલેટ વગેરે જે ચઢાવવામાં આવે છે તે વ્યાજબી નથી. તેમાં www.jalhelibrary.org
SR No.001527
Book TitleChalo Jinalay Jaie
Original Sutra AuthorN/A
AuthorHemratnavijay
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Puja
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy