________________
રહેવાની ફરજ કર્મસત્તાએ પાડેલી. પરંતુ એ ફરજ પૂર્ણ થતાં જ સીધી જન્મની સજા શરૂ થતી. હવે સંસારમાં પરિભ્રમણ કરાવતી આહારસંજ્ઞાને ત્યજવા માટે અણાહારીપદ મોક્ષ મેળવવા માટે આપના ચરણે આ નૈવેધ ધરું છું. જેના પ્રભાવે મારી આહાર સંજ્ઞા નાશ પામો. અણાહારીપદ સંપ્રાપ્ત થાઓ ! એવી વિનંતિ કરું છું.
નૈવેધપૂજા સમયની ભાવના :
હે અણાહારી ! આપ એવા સ્થળે બિરાજયા છો જયાં કદાપિ આહારની જરૂર જ પડતી નથી. આપની સામે આ નૈવેધ તો હું એટલા માટે ધરું છું કે મારી આહાર સંજ્ઞા દૂર થાય. હે નિરાહારી ! હું આ આહાર સંજ્ઞાના પાપે ભવોભવ રઝળ્યો છું. મારો એક પણ ભવ એવો નથી ગયો કે જયાં હું ખાધા વિનાનો રહૃાો હોઉ. જયાં જયાં ગયો ત્યાં ત્યાં સર્વત્ર આહારના પદગલોને થાળીમાં નૈવેધ ગ્રહણ કરી દુહો બોલી સાથીયા પર મૂકવું. ભોગવતો રહૃાો, રાગ, રસ અને ગૃદ્ધિ કરતો રહ્યો. કર્મ બાંધતો રહૃાો.
હે વિગતાહારી ! મેરૂના ઢગના ઢગ પણ નાના પડે એટલા ભોજન મેં કર્યા છે, પણ આ જીવડો હજી ધરાયો નથી. પ્રભુ શી વાત કરું? ખાવામાં મેં પાછું વાળીને જોયું નથી. હું અનેકવાર અત્યાહારી બન્યો છું. બહાહારી બન્યો છું. અમિતાહારી બન્યો છું. અકરાંતીયા થઈને મેં ખા ખા કર્યું છે. અને એ આહારસંજ્ઞાના પાપે રોગ, શોક, દુ:ખ, દારિદ્ર અને ભવસંતાપનો ભાગી બન્યો છું.
હે અવગતાહારી ! આપને એક જ નમ નિવેદન કરું છું કે હે પ્રભુ ! આપ મારી પર એવી કૃપા કરો કે મારી આહાર સંજ્ઞા સર્વથા નાશ પામે. ભોજનના કોઈ પદાર્થમાં મને કયારેય રાંગ ન થાય અને વહેલી તકે આપ જે અણાહારી પદે બિરાજયા છો એ અણાહારી પદ મને સંપ્રાપ્ત થાય.
થાળીમાં ફળ ગ્રહણ કરી દુહો બોલી સિદ્ધશીલા પર મૂકવું.
www.melibrary.org
Jain Education International