________________
લાવતાં. બે પગ વચ્ચે અક્ષતના કણ ગ્રહણ કરીને તેઓ મંદિરમાં આવતાં અને ભંડાર પર એ દાણા ચડાવીને અક્ષતપૂજા કરતાં. આમ નિરંતર પરમાત્માની અક્ષતપૂજા કરતાં કરતાં મૃત્યુ પામી, તે બન્ને રાજા-રાણી બન્યાં. રાજય પામ્યા. વિરાગ પામ્યાં અને અંતે કૈવલ્યજ્ઞાન અને મોક્ષ પણ પામ્યાં.
B. તે દિવસે દેરાસર માંગલીક થઈ ગયા બાદ રાત્રે દેવાત્માઓનું જિનાલયમાં આગમન થયું હતું. આવેલા દેવોએ રાતભર પરમાત્માની પૂજાભક્તિ કરી. સવારે જયારે શુભંકર શેઠે જિનાલયના દ્વાર ઉઘાડયાં ત્યારે પાટલા પર ચોખાના મોટા દ્વૈત ત્રણ સુંદર ઢગલા કરેલા જોયા. જેની સુગંધથી સમગ્ર જિનાલય મહેંકી રહ્યું હતું. આવા સુંદર અને સુગંધીદાર અક્ષતને જોઈને શેઠના મોંમાં પાણી છૂટયું અને મનોમન સોદો પાકો કરી નાખ્યો કે જેટલા ચોખા અહિં પડયા છે તેટલા બીજા લાવીને ચડાવી દઉં અને આ ચોખા ઘરે લઈ જઈને રાંધીને હું આરોગ્યું. તેણે મનમાં વિચારેલું કાર્ય પાર પાડી દીધું. રાંધેલા એ ચોખાની ખીર મુનિશ્રીનાં પાત્રે પણ વહોરાવી દીધી. જે વાપરતાંની સાથે જ મુનિશ્રી બેભાન થઈ ગયા. દેવદ્રવ્યનાં ભક્ષણના આ પાપે શ્રાવક અને સાધુ બેયને પાયમાલ કરી નાખ્યા. ગુરુએ તે શ્રાવકને પૂછ્યું અને સાચી વિગતની જાણ થઈ. રેચ આપીને તે મુનિવરનું પેટ શુદ્ધ કરવામાં આવ્યું. શ્રાવકે પોતાની ભૂલનું પ્રાયશ્ચિત કરી સ્વદ્રવ્યથી જિનાલય નિર્માણ કરાવી, પાપશુદ્ધિ કરી.
C. મહારાજા શ્રેણિક ! જે મગધના નરનાથ, મહાવીરના સેવક અને આવતી ચોવીસીનાં પહેલા ભગવાન્ ! જેઓ રોજ તાજા ઘડેલા સોનાના અક્ષતો વડે પ્રભુની ગહૂંલી કાઢતા. સોની રોજ નવનવા તાજા દાણા ઘડતો અને રાજદરબારે પહોંચાડતો. રે! આપણે સોનાના દાણાનો સ્વસ્તિક ન કરી શકીએ તો
કમસેકમ અખંડ અક્ષતનો સાથીયો તો કરીએ !
D. તે દિવસે સામૂહિક અષ્ટપ્રકારી પૂજાનો કાર્યક્રમ હતો. સકલ શ્રી સંઘવતી એક મોટો નંદાવર્ત આલેખવામાં આવ્યો હતો. સિદ્ધશીલા સહિત આ સ્વસ્તિકની સાઈઝ થતી હતી ૧૨ ફૂટ × ૧૦ ફૂટ. યુવાનોએ રાતભર ઉજાગરો કરીને રંગબેરંગી આ સ્વસ્તિકને એવો સુંદર બનાવ્યો હતો કે નરનારીઓ તેનાં રૂપ દેદાર જોવા તીડનાં ટોળાંની જેમ તૂટી પડયાં હતાં.
કેટલીક સાવધાની :
A. અક્ષતપૂજાના ચોખા તૂટયા વગરના અખંડ હોવા જોઈએ. ઘરમાં વાપરવા માટે ચાળીને સારા ચોખા ઉપરથી કાઢી લીધા બાદ નીચેની કણકીના ટુકડા દેરાની ડબ્બીમાં ભરી દેવાની યોજના હૃદયના છીછરા ભાવોને પ્રદર્શિત કરનારી છે.
પેટી વગેરેને અવારનવાર સાફ કરી દેવાં જોઈએ B. ચોખા રાખવા માટેનું બોક્ષ, બટવો કે જેથી અંદર ધનેરાં વગેરે જીવો ન પડે.
C. ચોખા રાખવા માટેનાં બોકસ સ્ટીલનાં કે પ્લાસ્ટીકનાં ન વાપરવાં.
D. ચોખા ભરવાની ડબ્બીનાં આજ સુધીમાં ઘણાં મૉડલ બદલાઈ ગયા છે. રત્નજડિત સુવર્ણપેટી/ ગોલ્ડનબોક્ષ/સીલ્વરબોક્ષ પછી એકાએક ક્રાંતિ (!) થઈ અને એલ્યુમિનિયમનું બોક્ષ હાજર થયું. હવે તેની જગ્યાએ ધીરે ધીરે પ્લાસ્ટીક બોક્ષ ગોઠવાઈ રહ્યાં છે. કદાચ એકવીસમી સદીમાં કાગળનું બોક્ષ આવી જાય તો ના નહિ. નૈવેદ્યપૂજા
અણાહારી પદ મેં કર્યાં, વિગ્ગહ ગઈય અનંત, દૂર કરી તે દીજીયે, અણાહારી શિવ સંત IIના
હે પરમાત્મન્ ! જન્મ-મરણની જંજાળમાં જકડાયેલા મને પરભવ જતાં અનંતવાર અણાહારી
For Private 82 ersonal Use Only
www.jalmelibrary.org