________________
અમે નિંદા કરીએ તો ય અમારા ઘરનાં ચારે ખૂણે રત્નો ઉભરાય ! મારા નાથ ! માફ કર ! તારા ધર્મની કરેલી નિંદા માફ ક૨ ! સોગંદ ખાઈને કહીએ છીએ કે, હવે પછી તારા ધર્મ માટે કયારેય પણ આડી જીભ ચલાવશું નહિ. આપ જ અમારું શરણ ! આપનો જ ધર્મ અમારો આધાર !
નાદ
B. કાકંદી નગરીમાં દુંદુભીના ગડગડવા લાગ્યા. ભગવાન મહાવીરદેવ પધાર્યાની જાહેરાત થઈ. રાજા જિતારિ વિરાટ સામૈયાસ પ્રભુની દેશના સાંભળવા માટે ચાલી નીકળ્યા. એક વૃધ્ધ અને સાવ દરિદ્ર ગણાતી ડોસીને પણ આ સમાચાર મળ્યા. એના અંતરમાં સળવળાટ થયો. રે !
મેં પૂર્વજન્મે પ્રભુને નથી પૂજયા માટે જ દુઃખદશાને પામી છું. આ જન્મે સાક્ષાત્ મહાવીરનો મેળો થઈ રહ્યો છે તો લાવ તેમના ચરણે ફૂલ ચડાવી આવું. જંગલમાંથી ફૂલો લીધાં અને માથેથી લાકડાનો ભારો બાજુ પર મૂકી ભગવાન્ મહાવીરદેવની પૂજા કરવા ચાલી નીકળી. પણ વૃદ્ધાવસ્થાને કારણે આંખે ઝાંખપ આવી જવાથી રસ્તે પડેલા પથ્થરની ઠેસ વાગી અને ડોસી એકાએક ઢળી પડી. પડતાંની સાથે જ માથામાં લાકડાનો ખીલો વાગતાં ખોપરી ફાટી ગઈ અને ત્યાં ને ત્યાં મૃત્યુ પામી. પુષ્પપૂજાની ભાવનાના પ્રભાવે ડોસી દેવલોકમાં દેવ બની. અધિજ્ઞાનથી પોતાનું સ્વરૂપ જાણી દેવસ્વરૂપે સમોવસરણમાં હાજરી
પૂરાવી. રાજા જિતારિએ આવા દીપ્તિમાન દેવને જોઈને પૂછયું, ભગવન્! આ કોણ ? પ્રભુએ કહ્યું જિતારિ ! હમણાં રસ્તામાં જ તે જે ડોસીનું કલેવર જોયું તે જ ડોસીનો આ આત્મા દેવ બન્યો છે.
C. એ યુવાન મુંબઈમાં વસે છે. પ્રભુપૂજા એ એના જીવનનો શ્વાસપ્રાણ કાર્યક્રમ છે. વહેલી સવારે ઉઠી, આવશ્યકક્રિયા પૂર્ણ કરીને એ ફૂલગલીમાં ફૂલ શોધવા નીકળી પડે છે. ‘સતાર’, ‘બહાર’, ‘ફૂલ
Jain Education International
75
બહાર’, ‘મોગરો’ એવાં નામો ધરાવતાં બધાં ફૂલના ગલ્લાઓ તે ફેંદી વળે છે. જે ગલ્લા પર સારામાં સારી કવોલિટીનાં ખીલેલાં જે ફૂલો મળે તે બધાં પોતે
પરચેસ કરી લે છે. નાનકડી ટોપલી ભરાય તેટલાં ફૂલો વીણવામાં તેને રોજ એક કલાકનો સમય લાગી જાય છે. આવાં મધમધતાં સુંદર ફૂલોને ગ્રહણ કરીને બપોરે તે સકલ પિરવાર સાથે મુંબઈના કેન્દ્ર સ્થાને રહેલા એક જિનાલયમાં જિનપૂજા ક૨વા જાય છે. એ યુવાનની પુષ્પપૂજા (અંગરચના) પૂર્ણ થયા બાદ
જો મંદિરે દર્શન કરવા ગયા હોઈએ તો ભગવાનને જોઈને પેલી સ્તુતિ ગાવાનું મન થઈ જાય. ‘ફૂલડાં કેરા બાગમાં, બેઠા શ્રી જિનરાય, જિમ તારામાં ચન્દ્રમા,તિમ શોભે મહારાય !'
D. એ યુવાન સિદ્ધાચલ તીર્થાધિરાજ ભગવાન શ્રી આદીશ્વર દાદા પર ગજબ શ્રદ્ધાને ધારણ કરે છે. ખીલતી યુવાનીમાં એણે નવ્વાણુ યાત્રા એકાસણાના તપ સાથે કરી. દાદાના દરબારમાં જિનપૂજા, સ્નાત્રપૂજા, ચૈત્યવંદન, 'ખમાસમણ, કાઉસ્સગ્ગ આદિ તમામ વિધિ પૂર્ણ કરીને એ યુવાન ચાર વાગ્યે તળેટીએ આવતો અને પછી એકાસણું કરતો. દાદા સાથે પ્રીતના તાર એવા બંધાઈ ગયા છે કે, વારે ને તહેવારે ગાડી લઈને દાદાને ભેટવા દોડી જાય છે. ઉપર પહોંચે ત્યારે તેનું હૈયું એવા ભાવથી ઉભરાય જાય છે કે જેટલા માળીઓ ફૂલ લઈને બેઠા હોય તે બધાને એકી ધડાકે ઓર્ડર આપીને બધાં ફૂલો તે પરમાત્માની પુષ્પપૂજા માટે ખરીદી લે છે. નાહી/ધોઈ/ પૂજાનાં વસ્ત્રો પહેરીને જયારે એ પ્રભુની પુષ્પપૂજા કરે છે ત્યારે તેનાં રૂંવાડાં કાંટાની જેમ ખડાં થઈ જાય છે. રે ! ગંધાતા દેહને તો દુનિયા આખી શણગારે છે. પણ દેવાધિદેવને તો આવા કોક દીલદાર જ શણગારી શકે છે.
E. એ યુવાન હૉસ્ટેલમાં ભણતો હતો. પણ
winelibrary.org